________________
૧૭૪
ઢાળ-પ : ગાથા-૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નયવાદી જે એકાંશવાદી, તે પણિ મુખ્યવૃત્તિ અનઈ ઉપચારઈ એક અર્થનઈ વિષઈ ત્રયરૂપપણું જાણઈ. યદ્યપિ નયવાદીનઈ એકાંશ વચનઈ શક્તિ એક જ અર્થ કહિછે. તો પણિ લક્ષણારૂપ ઉપચારો બીજા ૨ અર્થ પણિ જાણિ.
એકદા વૃત્તિકય ન હોઈએ પણિ તંત નથી. ફિલાં મરો' ઇત્યાદિ રહે.) ને ક્યાં તો એકેમાં શક્તિ માની નહીં શકાય. ને તેથી પછી લક્ષણા પણ માની નહીં શકાય...
સમાધાન - ના. અહીં આવી શંકા ઉચિત નથી. કારણ કે દ્રવ્યાર્થિકનયની વિચારણા ચાલતી હોય તો એનું દ્રવ્યાર્થિકપણું જ વિનિગમક બની દ્રવ્યાંશમાં શક્તિ અને પર્યાયાંશમાં લક્ષણા... એવો વિવેક કરી આપે છે. એમ પર્યાયાર્થિકનયની વિચારણા ચાલતી હોય તો એનું પર્યાયાર્થિકપણું જ વિનિગમક બની પર્યાયાંશમાં શક્તિ અને દ્રવ્યાંશમાં લક્ષણા... એવો વિભાગ કરી આપે છે.
અહીં ગ્રંથકારે ટબામાં “લક્ષણારૂપ ઉપચારઇ એમ જણાવીને લક્ષણાને ઉપચાર તરીકે જણાવેલ છે. આમાં આશય એ છે કે જયાં પોષ: આવો વાક્યપ્રયોગ થયેલો છે... ગંગા'નો શક્તિથી મળતો અર્થ છે ગંગાનદી... ગંગાપ્રવાહ.. પણ એમાં ઘોષ = ગાયોનો વાડો હોવો સંભવિત નથી. એટલે “ગંગા” પદની લક્ષણા કરીને એનો અર્થ ગંગાતીર કરવામાં આવે છે. તેથી “ગંગા નદીના કાંઠે ગાયોનો વાડો છે' એવો અર્થ મળે છે. એટલે જણાય છે કે “ગંગા' શબ્દના શક્યાર્થરૂપ ગંગાપ્રવાહનો ગંગાતીરમાં ઉપચાર કરીને “ગંગા' શબ્દના અર્થ તરીકે ગંગાતીર લેવામાં આવે છે.
આ જ રીતે દ્રવ્યાર્થિકનય, લક્ષણારૂપ ઉપચારથી પર્યાયાંશને અને પર્યાયાર્થિક નય લક્ષણારૂપ ઉપચારથી દ્રવ્યાંશને પણ અર્થ તરીકે સ્વીકારે છે.
શંકા - એક શબ્દનો અર્થ જ્યારે લેવાનો હોય ત્યારે મુખ્યતયા શક્તિથી લેવાનો હોય છે.... કોઈક અસંગતિ થતી હોય તો પછી લક્ષણાથી લેવાય છે. પણ જ્યારે લક્ષણા દ્વારા મળતો લક્ષ્યાર્થ લેવાય છે ત્યારે પછી શક્તિ દ્વારા મળતો શક્યાર્થ લેવાતો નથી... એટલે કે શબ્દનો ક્યાં તો શક્તિરૂપ વૃત્તિથી મળતો અર્થ લેવાય છે ને ક્યાં તો લક્ષણારૂપવૃત્તિથી મળતો અર્થ લેવાય છે. પણ આ બન્ને વૃત્તિથી મળતા અર્થો એકસાથે ક્યારેય લેવાતા નથી. તો પ્રસ્તુતમાં પણ શી રીતે લેવાય ?
(વાચક એવા શબ્દનો વાચ્યાર્થ સાથેનો સબંધ એ વૃત્તિ છે. નૈયાયિકોએ વૃત્તિના બે પ્રકાર શક્તિ અને લક્ષણા માન્યા છે. ત્રીજો ‘યંજના' નામનો સંબંધ પણ અન્યોએ માનેલો છે. પણ તૈયાયિકો એનો લક્ષણામાં જ અન્તર્ભાવ કરી દે છે.)
સમાધાન - “એકદા વૃત્તિદ્વય ન હોઈ... એ પણિ તંત નથી... ‘એક શબ્દના બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org