________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧
૧૭૩ અહીં જે સપ્તભંગીની વાત કરી છે તે પ્રમાણની-સકલાદેશની સપ્તભંગી જાણવી. આ સપ્તભંગી પરથી, પદાર્થ ત્રયાત્મક હોય છે એનો નિર્ણય શી રીતે થાય છે? એ ખોળી કાઢવા જેવું છે... અલબત્ યે સ્થાનો પટો પૃદ્રવ્ય ર વી ? ચીચેવ માં રામો પટો પૃદ્રવ્યમ્ અથવા
घटो मृद्रव्यं न वा ? स्यादस्त्येव मृद्रव्यम् घटो श्यामो न वा ? स्यादस्त्येव श्यामः
अयं घटो न वा ? स्यादस्त्येव घटः આવા ભંગથી વિવક્ષિત પદાર્થ – શ્યામ (વર્ણાત્મક ગુણમય) છે, ઘટ (પર્યાયાત્મક) છે અને મૃદ્રવ્ય (દ્રવ્યાત્મક) છે એમ જણાય છે... પણ આ તો સપ્તભંગીનો માત્ર પ્રથમ ભંગ જ છે. સાતે ભંગોના સમૂહરૂપ સપ્તભંગ્યાત્મક પ્રમાણથી આ નિશ્ચય થાય છે... એવું આનાથી સિદ્ધ થઈ શકતું નથી.. બહુશ્રુત ગીતાર્થ મહાત્માઓએ આ રહસ્ય શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ.
જે નયવાદી હોય છે તે એકાંશગ્રાહી હોય છે. જેમકે દ્રવ્યાર્થિકનય પદાર્થને દ્રવ્યાત્મક માને છે. પર્યાયાર્થિકનય પદાર્થને પર્યાયાત્મક માને છે. પણ તેઓની આ માન્યતા મુખ્યવૃત્તિએ હોય છે. ગૌણવૃત્તિએ તો તેઓ પણ પદાર્થના શેષ અંશને માટે જ છે. જો ન માને ને ઉપરથી ઇતરાંશનું ખંડન કરે તો એ નય સુનય ન રહેતાં દુર્નય બની જાય છે. અલબત્ત સુનય પણ સ્વાભિપ્રેત અંશથી ભિન્ન અંશનું ખંડન કરતો હોય છે, પણ એ સ્વાભિપ્રેતઅંશની દઢ સિદ્ધિ કરવા માટે હોય છે. નહીં કે ‘ઇતરાંશ પદાર્થમાં છે જ નહીં' એ રીતે ઇતરાંશનો નિષેધ કરવા માટે.. એ જાણવું.) એટલે જણાય છે કે નયવાદીને પણ બન્ને અંશ માન્ય હોય છે... (ગુણ-પર્યાયને અલગ ગણીએ તો ત્રણે અંશ...)
શંકા - પ્રમાણને પણ બન્ને (કે ત્રણે) અંશ માન્ય છે. નયને પણ એ માન્ય છે. તો બેમાં ફરક શું રહ્યો ?
સમાધાન - પ્રમાણને બન્ને અંશ મુખ્યવૃત્તિથી = શક્તિસંબંધથી માન્ય છે. અર્થાત્ પ્રમાણ ઘટાદિપદની શક્તિ ગુણપર્યાયથી અભિન્ન મૃદદ્રવ્ય અંગે માને છે... જયારે નય એક અંશમાં શક્તિ માને છે અને અન્ય અંશમાં લક્ષણા માને છે... માટે બન્નેમાં ફરક સ્પષ્ટ છે.
શંકા - તમે સપ્તભંગીના ત્રીજા ભંગના વિવરણમાં જણાવેલું છે કે સંકેતિત શબ્દથી પણ (ધારો કે 5' એવા શબ્દથી પણ) અસ્તિત્વ-નાસ્તિત્વ એક સાથે જણાઈ શકતા નથી... એમાં એકનો શક્તિથી અને એકનો લક્ષણાથી બોધ કરવાની શંકામાં જણાવેલ કે શાનો શક્તિથી ને શાનો લક્ષણાથી બોધ કરવો ? એમાં વિનિગમકાભાવ છે (જુઓ પૃષ્ઠ નંબર ૧૩૪). તો અહીં પ્રસ્તુતમાં પણ વિનિગમકાભાવ નહીં આવે ? અને વિનિગમકાભાવ આવવાથી ક્યાં તો બન્નેમાં શક્તિ જ માનવી પડશે (ને તો પછી પ્રમાણથી કોઈ ભેદ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org