________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૪
૧૭૧
એ ચોથઇ ઢાલઇ ભેદાભેદ દેખાડ્યો. અનઇ સપ્તભંગીનું સ્થાપન કરિઉં. ॥ ૪-૧૪ ॥
જૈનપણું પામવા દ્વારા સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ વગેરે ક્રમે આગળ વધવાનું છે... જે પાયામાં સમ્યક્ત્વ પણ પામી શકતા નથી... એ આગળ-આગળના ગુણો તો પામવાના જ નથી... પછી એમને મળેલું જૈનપણું સફળ શી રીતે ગણાય ?
એટલે મહાદુર્લભ એવું જૈનત્વ જે મળ્યું છે એને સફળ બનાવવા અને વાદમાં સફળતા મેળવી જૈનશાસનનો જયજયકાર કરવા માટે પણ આ સમભંગીનું ખૂબ ઊંડાણથી અધ્યયન-ચિંતન-મનન કરવું જોઈએ.
આમ આ ચોથી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદાભેદ દેખાડ્યો અને સપ્તભંગીનું સ્થાપન કર્યું. ॥ ૫૪ ॥
આ ઢાળના વિવેચનમાં સપ્તભંગીનું-અર્થપર્યાય-વ્યંજનપર્યાયનું જે સવિસ્તર વિવેચન કર્યું છે તે શાસ્ત્રસાપેક્ષ રહીને તર્કપૂર્ણ અનુપ્રેક્ષા દ્વારા કર્યું છે... છતાં વિદ્વાનોને એ અપૂર્વ લાગે એવી પૂર્ણ શક્યતા છે.. પૂર્વાચાર્યકૃત વિવરણ કરતાં ઘણી જ ઘણી વાતો નવી જેવી લાગે એને નકારી શકાય એમ નથી... છતાં હું બધાને વિનંતી કરવા માગું છું કે આ મારી અનુપ્રેક્ષા છે, એ વાત સાચી છે. હાલ ઉપલબ્ધ પૂર્વગ્રંથોમાં એ મળતી નથી એ વાત પણ સાચી છે... પણ એટલા માત્રથી એને ગલત કહી ન દેવાની બહુશ્રુતગીતાર્થોને પુનઃ પુનઃ નમ્રવિનંતી છે. કાંઈપણ શાસ્ત્રવિરુદ્ધ કે તર્કવિરુદ્ધ ભાસે તો એ મને જણાવવાની પણ ફરી ફરી નમ્ર વિનંતી છે જ. સપ્તભંગીનું આવું જ વિસ્તૃત નિરૂપણ કરતા મારા સ્વોપક્ષવૃત્તિથી અલંકૃત સપ્તભંગીવિંશિકા ગ્રન્થનું અધ્યયન કરવા પણ નમ્ર વિનંતી છે.
Jain Education International
या प्रश्नाद् विधिपर्युदासभिदया बाधच्युता सप्तधा, धर्मं धर्ममपेक्ष्य वाक्यरचना नैकात्मके वस्तुनि । 'निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभङ्गी यया, जल्पन् जल्परणांगणे विजयते वादी विपक्षं क्षणात् ॥
॥ રત્ના
અવતારા 10
For Private & Personal Use Only
www.jainelibrary.org