________________
૧૭૦
ઢાળ-૪ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સપ્તભંગ એ દઢ અભ્યાસી, જે પરમારથ દેખાઈ રે ! જસ કીરંતિ જગિ વાધઈ તેહની, જન ભાવ તસ લેખઈ રે ! ૪-૧૪ |
ટબો - ફલિતાર્થ કહઈ છઈ - એ કહિયા જે સપ્તભંગ, તે દૃઢ અભ્યાસ સકલાદેશ વિકલાદેશ નયસભંગ પ્રમાણસપ્તભંગ ઇત્યાદિ ભેદઈ ઘણો અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઈ, જીવાજીવાદિ પરમાર્થ રહસ્ય સમજઇ, તેહની યશકીર્તિ વાધઈ. જે માટઈ સ્યાદ્વાદપરિજ્ઞાન જ જૈનનઈ તર્કવાદનો યશ છઇ. અનઈ જૈનભાવ પણ તેહનો જ લેખઈ. જે માર્ટેિ નિશ્ચયથી સમ્યકત્વ સ્યાદ્વાદપરિજ્ઞાને જ છd.
उक्तं च सम्मतौ - चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा ।। વરVIRUસ સારં, નિચ્છથયુદ્ધ યાતિ / રૂ-૬૭ | (સ0 પ્ર0)
ગાથાર્થ - આ સપ્તભંગીના દૃઢ અભ્યાસ દ્વારા જે પરમાર્થને દેખે છે તેના યશ અને કીર્તિ વિશ્વમાં ખૂબ વધે છે. તેને મળેલું જૈનપણું લેખે છે. ૪-૧૪ ||
વિવેચન - ફલિતાર્થ કહઈ છઈ....સપ્તભંગીનું નિરૂપણ વગેરેનો ફલિતાર્થ કહે છે - અર્થાત્ એનો મહિમા દર્શાવે છે-આ જે સાત ભંગ કહ્યા તેનો પૂર્વાપરવિરોધ ન થાય...એવા ઊંડા પરિશીલન પૂર્વક જ્યારે દૃઢ અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણ સપ્તભંગ...વગેરે ભેદો સ્પષ્ટ થાય છે. આ રીતે આ બધા ભેદોની સ્પષ્ટતા થાય એ રીતે જે દૃઢ અભ્યાસ કરે છે તે પરમાર્થને દેખે છે = જીવ-અજીવ વગેરે પારમાર્થિક સ્વરૂપને – એના ઊંડા રહસ્યભૂત સ્વરૂપને સમજે છે... ને તેની યશ-કીર્તિ વધે છે. કારણ કે સ્વાવાદના ઊંડા રહસ્યો પામવા પૂર્વકના પરિજ્ઞાનથી જ જૈનો તર્કવાદમાં (= અન્યદર્શનો સાથેની તત્ત્વવિચારણા-ચર્ચામાં) વિજય પામી શકે છે ને એ રીતે એનો યશ ફેલાય છે. વળી આ રીતે વાદવિજેતા બનવા જ આનું ઊંડું જ્ઞાન આવશ્યક છે એવું નથી. પોતાને જૈનત્વ જે મળ્યું છે તે સફળ કરવા માટે પણ સ્યાદ્વાદનો સૂક્ષ્મબોધ જરુરી છે. કારણ કે નિશ્ચયનયાનુસારે સમ્યકત્વ સ્વાવાદના પરિજ્ઞાન દ્વારા જ સંભવે છે. શ્રી સમ્મતિગ્રંથમાં કહ્યું છે કે - ચરણસિત્તરી અને કરણસિત્તરીને જ પ્રધાન કરનારા (= એના સૂક્ષ્મકાળજીવાળા પાલનમાં જ ઇતિશ્રી માની લેનારા. ને તેથી) સ્વસમય = જૈનશાસ્ત્રોમાં તત્ત્વનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે? પરસમયમાં = જૈનેતરદર્શનોના ગ્રંથમાં જીવાદિ તત્ત્વનું સ્વરૂપ કેવું કહ્યું છે ? આ બધું સૂક્ષ્મતાથી જાણવું... કષ-છેદ-તાપ પરીક્ષાથી પરીક્ષવું... તત્ત્વના યર્થાથ સ્વરૂપનો નિર્ણય કરવો... ને એની શ્રદ્ધા કરવી... અયથાર્થ સ્વરૂપનું નિરાકરણ કરવું... નયદષ્ટિથી બધા દર્શનોને વિચારવા. બધાને સાત કારવાંછિત કરી સુનય બનાવવા... આવો બધો વ્યાપાર જેઓ કરતા નથી, તેઓ ચરણ-કરણના પાલનનો જે નિશ્ચયશુદ્ધ સાર=નિશ્ચયનયમાન્ય શુભ-શુદ્ધ પરિણતિ, તેને જાણતા નથી-પામતા નથી. આવી પરિણતિનો પ્રારંભ પ્રધાનપણે સમ્યકત્વ પરિણામથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org