________________
૧૬૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ટાળ-૪ : ગાથા-૧૩
એ વિચાર સ્યાદ્વાદ પંડિતઈ સૂક્ષ્મ બુદ્ધિ ચિત્તમાંહિ ધારવો. / ૪-૧૩ ||
ત્યાં જણાવ્યું છે કે તે આ પ્રમાણે : એક જ વિષયમાં (પ્રસ્થક - વસતિ - પ્રદેશાદિ અંગે) જ્યાં દરેક નયની પોતપોતાની માન્યતા અલગ હોય ત્યાં, સ્વાત્કાર લગાડેલો, તે બધા નયમાન્ય અર્થ જેમાં પ્રકારરૂપે ભાસે એવા સમૂહાલંબન બોધનો જનક એક જ ભંગ માનવો જોઈએ. અર્થાત્ આવા એક જ ભંગથી પણ જુદા-જુદા નિયમાન્ય સ્વરૂપોની સંક્લના થઈ જવાથી વસ્તુનો નિરાકાંક્ષ બોધ થઈ જાય છે.
શંકા - પદાર્થના સંપૂર્ણ બોધ માટે સાતે ભંગ જોઈએ જ એવો નિયમ નહીં ?
સમાધાન - ના, જેમ વ્યંજનપર્યાયમાં બે જ મંગથી નિરાકાંક્ષ બોધ થઈ જાય છે, એમ પ્રસ્તુતમાં એક ભંગથી પણ એ થઈ જવામાં કોઈ વાંધો જણાતો નથી...
શંકા - વ્યંજનપર્યાયમાં તો ત્રીજા વગેરે સંગ સંભવતા જ નથી, માટે માત્ર બે ભંગ છે. અર્થપર્યાયમાં તો સાતે ભંગ સંભવે છે. માટે સાતે ભંગ ન જોઈએ ?
સમાધાન - જો આ રીતે સાતે ભંગ હોવા જ જોઈએ એવા નિયમમાં જ શ્રદ્ધા છે, તો ચાલનીન્યાયથી, વિવક્ષિતનયભિન્ન બધા નયને માન્ય અર્થનો નિષેધ જણાવનાર બીજો ભંગ સમજવો. આશય એ છે કે પહેલા નૈગમનયમાન્ય અર્થનો વિધિ (સાયેવ) લેવો. પછી બાકીના બધા નયને માન્ય અર્થનો નિષેધ (યાત્રત્યેવ) એવો બીજો ભંગ લેવો... ને પછી આ બન્ને ભંગને અનુસરીને બાકીના પાંચ ભંગ પણ સમજી લેવા. આ એક સપ્તભંગી થઈ.
હવે, સંગ્રહમાન્ય અર્થનો વિધિ... અને બાકીના નૈગમ વ્યવહાર વગેરે બધા નયને માન્ય અર્થનો નિષેધ.. આને અનુસરીને સાતભંગ કરવા...
ત્યારબાદ વ્યવહારનયમાન્ય અર્થનો વિધિ જણાવતો પ્રથમ ભંગ” અને બાકીના નગમ-સંગ્રહ-જુસૂત્ર વગેરે બધા નયને માન્ય અર્થનો નિષેધ જણાવતો બીજો ભંગ... અને પછી એને અનુસરીને ત્રીજી સપ્તભંગી...
આમ ચાલનીયન્યાયથી નૈગમ વગેરે બધા એક-એક નયને વિધિપક્ષમાં રાખી-શેષનયોને નિષેધપક્ષે રાખી જેટલા નયનો વિષય અલગ પડતો હોય એટલી સાત-છ-પાંચ વગેરે સપ્તભંગીઓ માનવી. આ રીતે જ નિરાકાંક્ષપણે સકલ ભંગનો નિર્વાહ શક્ય બને છે. એમ અમને (ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજને) યુક્ત લાગે છે.
સપ્તભંગી અંગેનો આ વિચાર ઘણો સૂક્ષ્મ છે. માટે સ્યાદ્વાદને પરિણમાવનાર પંડિતે સૂક્ષ્મબુદ્ધિ દ્વારા એને ચિત્તમાં ધરવો જોઈએ. || પ૩ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org