________________
૧૬૮
ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અથવા સવિકલ્પ શબ્દ - સમભિરૂઢ નયમતાં, અનઈ નિર્વિકલ્પ એવંભૂતનયમતાં, ઈમ ૨ ભંગ જાણવા. અર્થનય પ્રથમ ૪ તો વ્યંજનપર્યાય માનઈ નહીં. તે માટS - તે નયની ઇહાં પ્રવૃત્તિ નથી. અધિકું અનેકાન્ત વ્યવસ્થાથી જાણવું -
__ तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावन्नयार्थप्रकारकसमूहालम्बनबोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भङ्गद्वयवद् । यदि च सर्वत्र सप्तभङ्गीनियम एव आश्वासः, तदा - चालनीयन्यायेन तावन्नयार्थनिषेधबोधको द्वितीयोऽपि भङ्गः तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पंच भङ्गाश्च कल्पनीयाः, इत्थमेव निराकाङ्क्षसकलभङ्गनिर्वाहाद् इति युक्तं पश्यामः । શકે.. “વૃત્તરક્ત' પદવાણ્યતા એ “વૃત્ત'પદવાણ્યતા કે “રક્ત'પદવાણ્યતાથી સર્વથા ભિન્ન એવી એક સ્વતંત્રવાચ્યતા છે. (જેમ કે વૃત્તરક્તઘટને “ક” કહેવો આવો સંકેત કર્યો હોય તો એમાં ‘ક’ પદવાણ્યતા આવે જે “વૃત્ત'પદવાણ્યતા કે “રક્ત'પદવાણ્યતાથી સર્વથા ભિન્ન છે, તેમ). આવી સર્વથા અલગ એવી “વૃત્તરક્તપદવાણ્યતા અધિકૃત વૃત્તશ્યામઘટમાં છે જ નહીં (અર્થાત્ એનું માત્ર નાસ્તિત્વ જ છે... “અસ્તિત્વ-નાસ્તિત્વ' બન્ને છે એવું નથી...) માટે એવા પ્રશ્નના જવાબમાં નીચે જ કહેવાનું રહે છે, જે બીજા ભંગ રૂપ હોવાથી સ્વતંત્ર ત્રીજો ભંગ માનવાનો હોતો નથી.
આ બધી વિચારણાઓથી નક્કી થાય છે કે અર્થપર્યાય અંગે સાતે ભંગ હોય છે ને વ્યંજનપર્યાય અંગે માત્ર પ્રથમ બે ભંગ હોય છે.
અથવા સવિકલ્પ શબ્દ... ‘યંજનપર્યાય અંગે તો સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે જ હોય છે' આવું સમ્મતિતર્કપ્રકરણની ગાથામાં જે કહ્યું છે એની ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજ અથવા કહીને જુદી રીતે વ્યાખ્યા કહે છે. અથવા સવિકલ્પ શબ્દ અને સમભિરૂઢનયમતે... અને નિર્વિકલ્પ = એવંભૂતનયમતે.... (શબ્દનય ઘટમાં ઘટ'પદવાણ્યતાની જેમ “કળશ”પદવાણ્યતા-કુંભ'પદવાણ્યતા વગેરે વિકલ્પો પણ માને છે. સમભિરૂઢનય ઘટન= જળાહરણક્રિયામાં જોડાયેલા અને નહીં જોડાયેલા એવા બશે વિકલ્પવાળા ઘડામાં ઘટ'પદવાણ્યતા માને છે. આમ આ બન્ને નયો વિકલ્પવાળા હોવાથી “સવિકલ્પ' શબ્દથી ગૃહીત થાય છે. જયારે એવંભૂતનય તો ઘટનક્રિયામાં જોડાયેલા ઘટમાં જ “ઘટપદવાણ્યતા માને છે, એ સિવાયના ઘડામાં પણ માનતો નથી. માટે એને કોઈ વિકલ્પ ન હોવાથી એ નિર્વિકલ્પ છે.)
એટલે અર્થ આવો મળશે કે વ્યંજનપર્યાયમાં સવિકલ્પ = શબ્દ-સમભિરૂઢ આ બે નયમને અને નિર્વિકલ્પ=એવંભૂતનયમિતે જ વિચારણા હોય છે અને તેથી બે ભંગ જ મળે છે. નૈગમ વગેરે પ્રથમ ચાર નયો તો અર્થનય છે, તેઓ વ્યંજનપર્યાય માનતા નથી. તેથી તે નયોની ઈહા = વ્યંજનપર્યાયમાં પ્રવૃત્તિ હોતી નથી (= વ્યંજનપર્યાય અંગે વિચારણા હોતી નથી). આ અંગેની અધિક વિચારણા અનેકાન્તવ્યવસ્થા ગ્રંથથી જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org