________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩
૧૬૭ ઉત્તર - ના, વ્યંજનપર્યાયમાં આવી આપત્તિ આવતી નથી. પ્રશ્ન - એ શી રીતે ?
ઉત્તર - આ રીતે આપણે વિચારી ગયા છીએ કે અર્થપર્યાયો વસ્તુના પરિપૂર્ણસ્વરૂપના એક-એક અંશભૂત છે. એનો અર્થ જ કે અર્થપર્યાયો પરસ્પર મળી શકે છે. ને પરસ્પર ભેગા થઈને વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ઘડે છે. એટલે અર્થપર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો વૃત્તરક્ત' એટલે વૃત્તપણે + રક્તપણું. ને તેથી જવાબમાં યાત્રીક્વેવ કહેવાથી બન્નેનો નિષેધ થઈ જાય છે, જેમ “ચોરસરક્ત' અંગેના જવાબમાં એ કહેવાથી ચોરસપણું અને રક્તપણું... એ બન્નેનો નિષેધ થઈ જાય છે, તેમ. પણ અધિકૃતઘડામાં વૃત્તપણું તો છે જ, માટે સ્થાધૈિવ જવાબ સાચો ઠરી શકતો નથી.
પણ વ્યંજનપર્યાયમાં આવું નથી. આપણે વિચારી ગયા છીએ કે વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપને ઘડતા નથી... વસ્તુસ્વરૂપને અસર કરતા નથી... પરસ્પર સાવ નિરપેક્ષ હોય છે... એક બીજા વ્યંજનપર્યાયો ભેગા મળતા નથી... એટલે “વૃત્તરક્ત પદવાણ્યતા એ એક સ્વતંત્ર વાચ્યતા છે. એ કાંઈ “વૃત્ત’પદવાણ્યતા + “રક્તપદવાણ્યતા... એમ બે વાચ્યતાઓ ભેગી મળીને બનેલી-બંનેના મિશ્રણરૂપ વાચ્યતા નથી, અર્થાત્ એ “વૃત્ત'પદવાણ્યતા વિશિષ્ટ રક્ત'પદવાણ્યતારૂપ કે “રક્ત'પદવાચ્યતાવિશિષ્ટ “વૃત્ત’પદવાણ્યતારૂપ નથી. આમ માનવું આવશ્યક પણ છે જ, કારણ કે -
(૧) “હરિમૈગમેષી' પદવાણ્યતા હરિશૈગમેલી દેવમાં છે, પણ “હરિ’પદવાચ્યતા નથી...
(૨) ઉપકુમ્ભ નર પશ્ય...માં નરમાં ‘ઉપકુંભ'પદવાણ્યતા છે, પણ “કુંભ'પદવાણ્યતા નથી.
(૩) ધારો કે વાચ્યતાઓ પણ ભેગી થતી હોય એટલે કે એક વાચ્યતા વિશિષ્ટ અપરવાચ્યતા બની શકતી હોય તો નીલઘટમાં “ઘટનીલ'પદવાણ્યતા પણ આવવી જોઈએ. આશય એ છે કે “ઘટ' શબ્દ “ઘટત્વજાતિમાને જણાવે છે જ્યારે “નીલ” શબ્દ નીલવર્ણાત્મક ગણવાનને જણાવે છે. એવો નિયમ છે કે આવી પરિસ્થિતિઓમાં જાતિમાનને જણાવનાર જ વિશેષ્ય બને. એટલે “નીલ ઘટ’ એવો જ સમાસ થઈ શકે છે, પણ “ઘટનીલ એવો સમાસ નહીં. પણ વાચ્યતાઓમાં તો આવો કોઈ ભેદ નથી. બધી વાચ્યતાઓ સરખી જ છે. એટલે “નીલ”પદવાતા વિશિષ્ટ “ઘટ’પદવાણ્યતા જેમ બની શકે એમ “ઘટ’પદવાણ્યતા વિશિષ્ટ 'નીલ'પદવાણ્યતા પણ બની શકવી જ જોઈએ. અને તો પછી નીલઘટમાં ઘટનીલ'પદવાણ્યતા પણ આવવી જોઈએ. પણ એ મનાતી નથી. આ બધી હકીકતો તથા પૂર્વે કરેલી વિચારણાઓ સાબિત કરે છે કે વાચ્યતાઓ ભેગી થતી નથી.... બધી સ્વતંત્ર જ રહે છે... અને તેથી “વૃત્તરક્ત'પદવાચ્યતા એ કાંઈ “વૃત્ત'પદવાણ્યતા વિશિષ્ટ (+) રક્તપદવાચ્યતા સ્વરૂપ નથી કે જેથી એના અંગે ફ્લેવ એવો જવાબ આપવામાં વૃત્ત’પદવાણ્યતાનો પણ નિષેધ થઈ જાય, જે ગલત હોવાથી સ્ત્રીચેવ જવાબ ખોટો ઠરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org