________________
૧૬૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જણાવી શકે છે ને સર્વપદવાચ્યત્વાભાવને પણ જણાવી શકે છે... અર્થપર્યાયઅંગેની સપ્તભંગીના ત્રીજા ભંગમાં આ શબ્દ છે જ.. ને ત્યાં એનો અર્થ ‘અવાચ્યપદવાચ્યતા' આવો લઈ શકાતો નથી. તે પણ એટલા માટે કે કોઈપણ એક પદ મુખ્યવૃત્તિએ એક સાથે અસ્તિત્વ-નાસ્તિત્વને જણાવી શકે એમ નથી એ આપણે વિચારી ગયા છીએ... એટલે જો અવાચ્યપદવાચ્યતાને
જણાવનારો આ ‘અવાચ્ય' શબ્દ હોય તો તો એ શબ્દની વાચ્યતા જ યુગપત્ અસ્તિત્વ
નાસ્તિત્વમાં આવી જવાથી કોઈપણ એક શબ્દ એ જણાવી શકતો નથી... વગે૨ે વાત ઊભી જ ન રહી શકે. પણ એ વાત તો સિદ્ધ થયેલી જ છે. માટે સ્યાદ્વાવ્ય એવ દ્વારા યુગપત્ અસ્તિત્વ-નાસ્તિત્વમાં ‘અવાચ્ય’પદવાચ્યતા જણાવવાનો અભિપ્રાય નથી જ એ સ્પષ્ટ છે. તેથી ત્યાં ‘ઘટ' ‘પટ' વગેરે સંભવિત સર્વપદોથી અવાચ્ય છે-એવું જ જણાવવાનો આશય છે એ સ્પષ્ટ છે.
ઢાળ-૪ : ગાથા-૧૩
એટલે પ્રસ્તુતમાં વ્યંજનપર્યાય અંગે જો ‘ચાવવાવ્ય એવ વૃત્તરરુપવાસ્થ્ય:' આવો ભંગ લઈએ તો એમાં પૂર્વાપરિવરોધ આવે જ, કારણ કે આનો અર્થ આવો થાય છે કે ‘વૃત્તરક્ત’પદથી વાચ્ય જે પદાર્થ તે અવાચ્ય છે... જેને વાચ્ય કહ્યો એને જ અવાચ્ય કહેવો એમાં વિરોધ સ્પષ્ટ છે.
માટે વ્યંજનપર્યાય અંગે ‘અવાચ્ય’પદના ઉલ્લેખવાળા ભંગ સંભવિત નથી.
પ્રશ્ન - પણ જો આ રીતે ચાવવાજ્ય એવ એવો ભંગ વ્યંજનપર્યાયમાં સંભવતો નથી, તો અધિકૃતઘડા વિશે, વ્યંજનપર્યાય અંગે ‘આ ઘડો વૃત્તરક્ત છે?” (અર્થાત્ આ ઘડો ‘વૃત્તરક્ત’પદવાચ્ય છે?) આવા પ્રશ્નનો જવાબ શું આપશો?
ઉત્તર સ્યાશાસ્ત્યવ એવા બીજા ભંગનો જ જવાબ અહીં પણ સમજવો....
પ્રશ્ન - તો પછી અર્થપર્યાયમાં પણ આવા પ્રશ્નના ઉત્તરમાં આ બીજા ભંગનો જ જવાબ સમજી લેવો જોઈએ... ત્રીજા વગે૨ે ભંગની શી જરૂર છે?
ઉત્તર - ત્યાં એવો અર્થ સમજવામાં એ આપત્તિ આવે છે કે - અધિકૃત વૃત્તશ્યામઘડા અંગે આ ચોરસરક્ત ઘડો છે?” આવા પ્રશ્નના જવાબમાં સ્યાશાસ્ત્યવ એવો જે જવાબ અપાય છે ને એનાથી, અધિકૃતઘડામાં ચોરસપણાંનો ને રક્તપણાંનો બન્નેનો નિષેધ જણાય છે તેમ પ્રસ્તુતમાં પણ એ જ જવાબ આપવામાં આવે તો એનાથી અધિકૃતઘડામાં વૃત્તપણાંનો અને શ્યામપણાંનો... બન્નેનો અભાવ (નિષેધ) જણાશે, જે ગલત છે, કારણ કે અધિકૃતઘડામાં વૃત્તપણું તો રહેલું જ છે.
પ્રશ્ન - તો પછી વ્યંજનપર્યાયમાં પણ આ આપત્તિ નહીં આવે ? અર્થાત્ યાત્રાસ્યું... આવો જવાબ તમે આપશો તો ‘વૃત્ત’પદવાચ્યતાનો અને ‘રક્ત’પદવાચ્યતાનો... બન્નેનો અધિકૃત ઘડામાં નિષેધ જણાશે, જે ગલત છે જ, કારણ કે અધિકૃતઘડામાં ‘રક્ત’પદવાચ્યતા ભલે નથી... ‘વૃત્ત’પદવાચ્યતા તો છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org