________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩
૧૬૩
ઘડામાં પેદા થાય છે... ને તેથી આ બન્ને ભેગા હોય એવી અપેક્ષા પણ ઊભી થતી હોય છે... ને એના કારણે યુગપાળા ભંગો અસ્તિત્વમાં આવે છે.
પણ વ્યંજનપર્યાયોમાં આવું કશું સંભવિત હોતું નથી... પદાર્થને શબ્દ દ્વારા વ્યક્ત કરવો... આ એક માત્ર પ્રયોજન સિવાય એનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એટલે બે અલગ-અલગ પ્રયોજનથી બેની જિજ્ઞાસા નિર્માણ થાય.. વગેરે સંભવિત જ નથી. વળી વ્યંજનપર્યાયો પરસ્પર એકદમ નિરપેક્ષ હોય છે... એટલે બે પર્યાય ભેગા થઈને ત્રીજું કોઈ નવું જ પ્રયોજન સારે એવી કશી પણ એમાં સંભાવના હોતી નથી...
શંકા ઊભી કરે છે ને ! આ જ એક નવું પ્રયોજન ન કહી શકાય ?
-
‘નીલ’પદવાચ્યતા ને ‘ઘટ’પદવાચ્યતા ભેગી થઈને ‘નીલઘટ’પદવાચ્યતા
સમાધાન ના, આવું પણ કહેવું આવશ્યક નથી, કારણ કે વાચ્યતાત્વેન બધી વાચ્યતાઓ એક સમાન હોય છે... ને શબ્દ દ્વારા પદાર્થનું અભિવ્યંજન કરવું એ રૂપે બધાનું પ્રયોજન પણ એકસરખું જ હોય છે... એમાં કોઈ વિશેષ વિશેષતા સંભવિત જ નથી... એમ નવા-નવા સંકેત કરવામાં આવે તો એકલો ‘ઘટ' શબ્દ પણ નીલઘટને જણાવી શકે છે. ને ખાલી ‘ઘ’વર્ણ પણ નીલઘટને જણાવી શકે છે. અર્થાત્ નીલઘટમાં માત્ર ‘ઘટ’પદવાચ્યતાં પણ સંભવી શકે છે ને માત્ર ‘ધ’પદવાચ્યતા પણ સંભવી શકે છે... અને એ માટે ‘નીલ’પદવાચ્યતા અને ઘટ'પદવાચ્યતા કશો જ ભાગ ભજવતી હોતી નથી... એટલે બે વાચ્યતાઓ ભેગી થઈને કોઈ વિશિષ્ટ પ્રયોજન સારે છે એવું પણ કશું છે નહીં... માટે પણ એવી કોઈ જિજ્ઞાસાઓ કે તદનુરૂપ પ્રશ્ન નિર્માણ થતા ન હોવાથી ત્રીજો વગે૨ે ભંગ વ્યંજનપર્યાય અંગે હોતો નથી.
હવે એક બીજો વિચાર કરીએ...
ઘડાને ‘ઘટ' જે કહેવાય છે તે, એ કંબુગ્રીવાદિમાન છે ને જળાહરણ કરે છે... માત્ર આટલા કારણે જ નહીં... પણ એમાં ‘ઘટ'પદવાચ્યતા છે એ કારણે પણ... નહીંતર ધારો કે સંકેત બદલી નાખવામાં આવે કે કંબુગ્રીવાદિમાન્ પદાર્થને ‘પટ’ કહેવો... તો એ કંબુગ્રીવાદિમાન્ વગેરે રહેવા છતાં ‘ઘટ' નહીં જ કહેવાય... એ વખતે ઘટોઽસ્ત ન વા? એવા પ્રશ્નનો જવાબ મ્યાત્રાત્યેવ એવો જ આપવો પડે.
Jain Education International
એમ કાળાશ હોવા માત્રથી ઘડાને ‘શ્યામ' નથી કહેવાતો, પણ ‘શ્યામ'પદવાચ્યતા પણ એમાં રહેલી છે, માટે એને ‘શ્યામ' કહેવાય છે... અન્યથા સંકેત બદલી નાખવામાં આવે ને કાળાશને 'શ્વેત' શબ્દથી બોલાવવાનો સંકેત કરવામાં આવે તો એ જ ઘડાને ઉદ્દેશીને શ્વેતોઽસ્તિ નવા ? પ્રશ્નના જવાબમાં સ્વાસ્યેવ કહેવું પડે ને શ્યામોઽસ્ત ન વા? પ્રશ્નના જવાબમાં સ્થાન્નાસ્યેવ કહેવું પડે.
For Private & Personal Use Only
www.jainelibrary.org