________________
૧૬૨
ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિકલ્પોમાંથી એક “સ્વરૂપ હોય છે ને શેષ “પર”રૂપ હોય છે. મેધાવી શિષ્ય એક જ અંશના અનેક વિકલ્પોમાંથી બે વિકલ્પો ક્રમશઃ કે યુગપત્ સંભવી શકે નહીં. આ સ્વયં જાણી લેવાની પ્રતિભા ધરાવતો હોય છે. ને તેથી એવો - “ઘડો (ક્રમશઃ કે યુગપત) મૃન્મય અને સુવર્ણમય છે ?' આવા બધા આકારવાળો પ્રશ્ન એને ક્યારેય ઊઠતો નથી.. બે જુદા જુદા અંશસંલગ્ન પ્રશ્ન એને ઊઠી શકે છે. ભલે એ જાણતો નથી કે હું જે પૂછી રહ્યો છું તે “સ્વરૂપ છે કે “પર”રૂપ ? એટલે પ્રયોજનવશાત્ ઊઠેલી જિજ્ઞાસા ને ત ન્ય પ્રશ્નમાં જાતજાતની સંભાવના હોય છે. બન્ને અંશ “સ્વરૂપ હોય તો જવાબ પ્રથમ ભંગમાં ચાલ્યો જાય છે... બન્ને અંશ “પરરૂપ હોય તો જવાબ બીજા ભંગનો હોય છે. પણ બેમાંથી એક અંશ “સ્વરૂપ ને બીજો “પરરૂપ હોય તો ત્રીજો-ચોથો ભંગ આવે છે. યુગપતું હોય (= બન્ને અંશને ભેગા કરીને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય-જેમ કે “ઘડો મૃન્મયરક્ત છે ?' એવો પ્રશ્ન હોય) તો ત્રીજો ભંગ આવે છે અને ક્રમશઃ હોય ( બન્ને અંશના અલગ-અલગ સ્વતંત્ર ઉલ્લેખવાળા બે પ્રશ્ન ભેગા કર્યા હોય - જેમ કે “ઘડો મૃત્મય છે ? રક્ત છે ?”) તો ચોથો ભંગ આવે છે. આને અનુસરીને જ પાંચમો, છઠ્ઠો ને સાતમો ભંગ પણ સમજી શકાય છે. (આપણે આ વિચારણા પૂર્વે સવિસ્તર કરી ગયા છીએ.)
એટલે નક્કી થાય છે કે સમભંગીના ત્રીજાથી સાતમા ભંગ માટે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપના વિવિધ અંશાત્મક અનેક ધર્મો જોઈએ છે. એટલે જ ચોથા ભંગમાં એક અંશ “સ્વરૂપે ને એક અંશ “પર”રૂપે... એમ કહ્યું છે. પણ એક અંશ “સ્વરૂપે ને એ જ અંશ “પર” રૂપે એમ નથી કહ્યું... માટે સ્પષ્ટ છે કે એ બન્ને અંશ અલગ-અલગ પ્રકારના હોવા જોઈએ. ક્રમશઃની વિરક્ષાવાળા ચોથા ભંગમાં જો આમ કહ્યું છે તો યુગપત્ની વિવક્ષાવાળા ત્રીજા વગેરે ભંગમાં પણ એવું જ હોવું જોઈએ એ સ્પષ્ટ છે. વળી, ઉપર કહ્યા મુજબ અર્થપર્યાય રૂપે ધર્મો તો અનેક અંશરૂપે સંભવિત હોય છે જ ને તેથી એ અંગે સપ્તભંગી સંભવિત છે જ. પણ વ્યંજનપર્યાય અનેક = વિવિધ અંશરૂપ હોતા જ નથી. માત્ર સંકેતકૃતવાચ્યતા. આ એક જ સ્વરૂપના વ્યંજનપર્યાયો હોય છે. તેથી દ્રવ્યકૃતધર્મ, ક્ષેત્રકૃતધર્મ. વગેરે રૂપ જુદા-જુદા અંશ જેવું કશું છે જ નહીં. માટે એક અંશ “સ્વરૂપે ને એક (= બીજો) અંશ “પર”રૂપે આવું કશું સંભવિત જ ન હોવાથી ત્રીજા વગેરે ભંગ વ્યંજનપર્યાય અંગે મળી શકતા નથી.
અથવા બીજી રીતે કહીએ તો, અર્થપર્યાયો અલગ-અલગ પ્રયોજન સારે છે. તેમજ ભેગા થઈને વસ્તુનું સ્વરૂપ ઘડે છે. એટલે ઘડાના અમદાવાદીપણાંનું પણ પ્રયોજન હોય ને ચોરસપણાનું પણ પ્રયોજન હોય. આવું સંભવિત હોવાથી બન્નેની અપેક્ષા નિર્માણ થાય છે ને તેથી ક્રમશઃ વાળો ભંગ અસ્તિત્વમાં આવે છે. તેમજ ઘડામાં અમદાવાદીપણું ને ચોરસપણે બન્ને ભેગા થાય તો કોઈક નવી વિશેષતા પણ આવે છે. જેના કારણે, અમદાવાદીપણાનું ને ચોરસપણાનું જે જે સ્વતંત્ર પ્રયોજન હોય છે તે વિશેષરૂપે સરે છે... અથવા ક્યારેક એ બે સિવાય ત્રીજું પણ કોઈક નવું જ પ્રયોજન સારવાનું સામર્થ્ય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org