________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩
૧૬૧ કરીએ.. એ માટે સહુપ્રથમ અર્થપર્યાયના ત્રીજા વગેરે ભંગોનો વિચાર જરૂરી છે. આ વિચાર કરતાં કેટલીક વાતો ખ્યાલમાં આવે છે તે નીચે મુજબ છે -
(૧) નયવિશારદ ગુરુભગવંત હોય.. ને શિષ્ય પણ નયોનું યથાયોગ્ય વિનિયોજન કરવાની પ્રતિભા ધરાવતો હોય... તો જ સૂક્ષ્મ રીતે નયો દ્વારા વિચારણા કરવી જોઈએ. આમ શાસ્ત્રમાં કહ્યું છે... કારણ કે નહીંતર અપરિણામ-અતિપરિણામ વગેરે દોષો થવાની સંભાવના ઊભી થાય છે... જેમ નયોની વિચારણા સૂક્ષ્મબુદ્ધિ માગે છે... એમ સપ્તભંગીની વિચારણા પણ સૂક્ષ્મબુદ્ધિની-જ્ઞાનાવરણ કર્મના વિશેષ પ્રકારના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે.. નહીંતર સાત ભાંગાઓનો માત્ર પોપટપાઠ જેવું થાય.. એના સૂક્ષ્મ રહસ્ય જાણવામાં આવતા નથી. ને તેથી વિપરીત બોધ-વિપરીત નિરૂપણ-વિપરીત વિવેચન બધાં જ દોષોની સંભાવના ઊભી થાય છે. એટલે પહેલી શરત આ સ્વીકારવા જેવી છે કે સપ્તભંગીના સંલગ્ન પ્રશ્નો-જિજ્ઞાસા ઊઠાવનાર શિષ્ય વગેરે પણ મેધાવી છે, જડબુદ્ધિ-અલ્પબુદ્ધિ નથી.
() પ્રશ્નકર્તા મંદબુદ્ધિ નથી, એટલે નક્કી છે કે “ઘડો ક્રમશઃ શ્યામ અને રક્ત છે?” “ઘડો યુગપત્ શ્યામ અને રક્ત છે ?” “ઘડો વૃત્ત અને ચતુષ્કોણ છે ?” “ઘડો (ક્રમશ: કે યુગપત) અમદાવાદી અને વાપીયો છે ?” આવા બધા પ્રશ્ન એને ઊઠે જ નહીં, કારણ કે એ જાણતો જ હોય છે કે ઘડો જો શ્યામ હોય તો રક્ત ન જ હોય.... વૃત્ત હોય તો ચતુષ્કોણ ન જ હોય... એમ અમદાવાદી હોય તો વાપીયો ન જ હોય.
શંકા - તો પછી ત્રીજાચોથા વગેરે ભંગમાં કેવા પ્રશ્ન હોય ?
સમાધાન - એક આકાર અંગેનો પ્રશ્ન હોય તો એક વર્ણ અંગેનો હોય... (ને એ બેમાં એક “સ્વરૂપ હોય, એક “પરરૂપ હોય.. જો બન્ને “સ્વરૂપ હોય તો પ્રથમ ભંગમાં જ આવી જાય. બન્ને “પર”રૂપ હોય તો બીજા ભંગમાં જ આવી જાય.) અથવા એક દ્રવ્ય અંગેનો હોય ને એક ક્ષેત્ર અંગેનો હોય. (જેમ કે ઘડો મૃત્મય છે ? અને અમદાવાદી છે ?) અથવા એક દ્રવ્ય અંગેનો હોય ને એક કાળ અંગેનો હોય... (જેમ કે ઘડો અમદાવાદી છે ? ગ્રીષ્મઋતુજન્ય છે ?)
ટૂંકમાં, ઘડામાં દ્રવ્યકૃતધર્મ, ક્ષેત્રકૃતધર્મ (તે પણ ઉત્પત્તિક્ષેત્રકૃતધર્મ, સ્થિતિક્ષેત્રકૃતધર્મ), કાળકૃતધર્મ (તે પણ ઉત્પત્તિકાળકૃતધર્મ, સ્થિતિકાળકૃતધર્મ), વર્ણકૃતધર્મ-રસકૃતધર્મ. સંસ્થાનકૃતધર્મ-પરિણામકૃતધર્મ વગેરે રૂપ ભાવકૃતધર્મ... આવા ઢગલાબંધ ધર્મો હોય છે... આ દરેક ધર્મ, તે વસ્તુના એક-એક અંશભૂત હોય છે. એમાં પણ દ્રવ્યકૃતધર્મરૂપ અંશ માટે અનેક વિકલ્પ સંભવિત હોય છે, જેમ કે મૃન્મયત્વ-સુવર્ણમયત્વ વગેરે.. એમ ક્ષેત્રાદિકૃતધર્મ રૂપ અંશ માટે પણ અમદાવાદીપણું-વાપીયાપણું વગેરે અનેક વિકલ્પો હોય છે. તે તે અનેક
१. नत्थि नहिं विहणं सुत्तं, अत्थो य जिणमओ किंचि ।
आसज्ज उ सोयारं, नओ नयविसारओ बूया ॥ वि.आ.भा. २२७७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org