________________
ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અર્થપર્યાયો વસ્તુસ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવતા હોય છે... વ્યંજનપર્યાયોનો એમાં કોઈ હિસ્સો હોતો નથી... આશય એ છે કે મૃત્મયત્વ, શ્યામવર્ણ, વૃત્તાકાર, અમુક પરિમાણ.. આવા બધા અર્થપર્યાયો ભેગા થઈને જ ઘટનું સ્વરૂપ પરિપૂર્ણ નિર્માણ થતું હોય છે... કોઈ પણ અર્થપર્યાય નાશ પામે કે નવો ઉમેરાય... તો એ ઘડાના સ્વરૂપને અસર કરે જ છે. માટે જ તે તે અર્થપર્યાય ઘડાના પરિપૂર્ણસ્વરૂપના એક-એક અંશભૂત હોય છે.. પણ આવું વ્યંજનપર્યાય માટે નથી. નવા નવા સંકેત દ્વારા વ્યંજનપર્યાયો વધારો કે જુના જુના સંકેતને ૨દ કરવા દ્વારા વ્યંજનપર્યાય ઘટાડો... ઘડાના સ્વરૂપમાં કોઈ વધ-ઘટ થતી નથી. એટલે જણાય છે કે વ્યંજનપર્યાયોનો વસ્તુના અર્થક્રિયાકારી સ્વરૂપમાં કોઈ ફાળો હોતો નથી અને તેથી જ વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપના અંશરૂપે કહેવાતા નથી.
૧૬૦
ટૂંકમાં, અર્થપર્યાયો વસ્તુસ્વરૂપને અસર કરનારા છે... વસ્તુસ્વરૂપના અંશભૂત છે.. અને વસ્તુસ્વરૂપને આધીન છે. જ્યારે વ્યંજનપર્યાયો આવા નથી... ને માત્ર સંકેતને આધીન છે... માટે વ્યંજનપર્યાયો અર્થપર્યાયથી સાવ અલગ છે.
શંકા - વ્યંજનપર્યાયો માત્ર સંકેતને આધીન છે... વસ્તુસ્વરૂપને આધીન નથી... આવું તમે જે કહો છો તે બરાબર નથી... જેમ કે નૈગમનય, પ્રસ્થક માટે છેદાતા લાકડામાં પણ પ્રસ્થકપદવાચ્યતા માને છે... વ્યવહારનય એમાં નથી માનતો... પણ પ્રસ્થક તૈયાર થઈ જાય-પ્રસ્થકાકાર ધારણ થાય ત્યારે માને છે... જ્યારે એની પણ ઉપરના નયો ધાન્ય મપાતું હોય વગેરે અવસ્થામાં માને છે... આમ વસ્તુના સ્વરૂપને નજરમાં લેવામાં આવે જ છે ને.. એ વગર ક્યાં પ્રસ્થકપદવાચ્યતા મનાય છે ?
સમાધાન તે તે નયોએ, કેવા પદાર્થમાં કયો સંકેત કરવો એ માટે પોતપોતાની દૃષ્ટિ નક્કી કરી છે... ને એટલે તે તે સંકેત કરવા માટે વસ્તુનું અમુક ચોક્કસ સ્વરૂપ થયું છે કે નહીં ? તે તેઓ જુએ છે... જેમ કે એવંભૂતનય કહે છે કે ઘટનાત્ जलाहरणात् ઘટ: જે જળાહરણ કરતો હોય એમાં ‘ઘટ’પદવાચ્યતા છે. આમાં ઘટન = જળાહરણ આવો જે સંકેત છે તેને ધારો કે બદલીને પટન = જળાહરણ... આવો સંકેત કરી દેવામાં આવે તો પછી પટનાત્ ઞતાહરાત્ પટ: એમ વ્યુત્પત્તિ કરીને જળાહરણમાં વ્યાવૃત એ જ કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ‘પટ’પદવાચ્યતા પણ એ કહી શકે છે... શ્ ટ્ અ... આવી વર્ષાવલિથી નિષ્પન્ન ‘ઘટ’પદની વાચ્યતા કરતાં પ્ અ ટ્ અ... આવી વર્ષાવલીથી નિષ્પન્ન ‘પટ’પદની વાચ્યતા અલગ હોય જ, છે જ એ સ્પષ્ટ છે. એટલે વસ્તુસ્વરૂપમાં ફેરફાર વિના પણ સંકેત બદલીને તત્પદવાચ્યતાને બદલી શકાય છે, જુની કેન્સલ કરી શકાય છે. આવી બધી અન્ય પણ જે પૂર્વે કહી ગયો છું - તેવી તેવી વાસ્તવિકતા હોવાથી, નિશ્ચિત છે કે વ્યંજનપર્યાય મુખ્ય રીતે વસ્તુસ્વરૂપને આધીન નથી.
=
Jain Education International
વ્યંજનપર્યાય અંગેની આટલી સ્પષ્ટતાને સ્થિર કર્યા પછી હવે શ્રી સમ્મતિગ્રંથમાં જે કહ્યું છે કે વ્યંજનપર્યાય અંગે પ્રથમ અને દ્વિતીય આ બે ભંગ જ સંભવે છે... એનો વિચાર
=
For Private & Personal Use Only
www.jainelibrary.org