________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩
૧૫૯
# તથા આ વાતો પરથી એ પણ સાબિત થાય છે કે વ્યંજનપર્યાય માટે વસ્તુનું સ્વરૂપ કેવું છે ? એની કોઈ વિશેષ અપેક્ષા હોતી નથી... જ્યારે અર્થપર્યાય માટે વસ્તુનું સ્વરૂપ જ મુખ્ય ભાગ ભજવતું હોય છે. જો આવું ન હોત તો, (૧) તે તે પદાર્થમાં યોગ્યતારૂપે સર્વવ્યંજનપર્યાયોની જેમ સર્વઅર્થપર્યાય પણ રહ્યા હોત... (૨) પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થયા વિના પણ નવા નવા અર્થપર્યાય, વ્યંજનપર્યાયની જેમ પેદા થઈ શકતા હોત... (૩) કોઈ જ વિશેષ પ્રકારની કારણસામગ્રીની, અર્થપર્યાયની ઉત્પત્તિ માટે પણ જરૂર ન હોત.
– કારણભેદે કાર્યભેદ હોય છે... વ્યંજનપર્યાય માટે કારણભેદ હોતો નથી. ઉપાદાનકારણ (= વ્યંજનપર્યાયના આધારભૂત પદાર્થ) તરીકે માત્ર વસ્તુરૂપે વસ્તુ જોઈએ છે (પછી એ જડ હોય કે ચેતન... કોઈ જ ફરક હોતો નથી...) અને વસ્તુ તરીકે તો બધી જ વસ્તુઓ એક સરખી હોવાથી ઉપાદાનકારણનો ભેદ નથી... તથા નિમિત્તકા૨ણ તરીકે સર્વ વ્યંજનપર્યાયો માટે સંકેતની જ જરુર હોય છે... એટલે નિમિત્તકારણનો પણ ભેદ નથી. એટલે કારણભેદ ન હોવાથી કાર્યભેદ પણ હોતો નથી... એટલે કે બધા જ વ્યંજનપર્યાયો એકસરખા જ હોય છે... અલગ-અલગ અનેક પ્રકારના હોતા નથી... પણ અર્થપર્યાય માટે આવું નથી... જીવ, જીવ તરીકે જ જીવસંબંધી અર્થપર્યાયોનું કારણ છે ને પુદ્ગલ પુદ્ગલ તરીકે જ પુદ્ગલસંબંધી અર્થપર્યાયોનું કારણ છે... બન્ને વસ્તુ તરીકે જ ઉપાદાનકારણ છે એવું નથી, નહીંતર તો વસ્તુત્યુંન બન્ને સરખા હોવાથી બન્નેમાં બન્ને પ્રકારના અર્થપર્યાયો પેદા થઈ શકતા હોવા જોઈએ... એટલે ઉપાદાનકારણનો ભેદ છે... એમ નિમિત્તકારણોનો પણ ભેદ છે... ઘડા માટે દંડ-ચક્ર વગેરે જોઈએ છે જ્યારે પટ માટે તુરી-સાલ-વણકર વગેરે જોઈએ છે.. એટલે નિમિત્તકારણનો પણ ભેદ છે..આમ અર્થપર્યાય માટે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ..બન્નેનો ભેદ હોય છે ને તેથી કાર્યરૂપ અર્થપર્યાય પણ અનેકવિધ-જુદા જુદા હોય છે.
= જળ અને અગ્નિ... બન્ને પુદ્ગલના પર્યાય છે... પણ પરસ્પર અત્યંતવિરુદ્ધ છે ને તેથી એના એ જ પદાર્થમાં આ બન્ને એકસાથે હોઈ શકતા નથી... વ્યંજનપર્યાય માટે આવું નથી... જ્યારે જળપદવાચ્યતા છે ત્યારે જ બીજાઓએ એ જ પદાર્થ માટે ‘અગ્નિ’ પદનો સંકેત કર્યો હોય તો ભેગી અગ્નિપદવાચ્યતા પણ આવી જ શકે છે... આનાથી જણાય છે કે કોઈપણ વ્યંજનપર્યાયો વચ્ચે પરસ્પરવિરોધ ક્યારેય હોતો નથી.. જ્યારે અર્થપર્યાયો વચ્ચે તો ઢગલાબંધ વિરોધો પણ હોઈ શકે છે.. જળપર્યાય હોય તો અગ્નિપર્યાય ન હોય... શ્યામવર્ણ હોય તો રક્તવર્ણ ન હોય... વૃત્તાકાર હોય તો ચતુષ્કોણાકાર ન હોય...
# સામાન્યથી અર્થપર્યાય અજ્ઞાત રહીને પણ સ્વકાર્ય કરે છે... ઝેરને જાણ્યું ન હોય તો પણ મૃત્યુ થાય જ છે... પણ વ્યંજનપર્યાય માટે આવું નથી... કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટપદવાચ્યતા રહેલી છે... છતાં એ વાચ્યતા, જે આદમીને એનો બોધ નથી (કારણ કે સંકેતને જાણતો નથી) એ આદમીને ‘ઘટ' શબ્દનું શ્રવણ હોવા છતાં ‘ઘટ' પદાર્થનો બોધ
કરાવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org