________________
૧૫૮
ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સમાધાન - તમારી વાત સાચી છે... ઘટપદવાચ્યતા છે માટે જ “ઘટ' શબ્દથી એ પદાર્થ વ્યક્ત થાય છે. આમ એ ઘટપદવાચ્યતા નામનો ધર્મ-પર્યાય, ઘટની અભિવ્યક્તિ = વ્યંજન કરે છે, માટે એને વ્યંજનપર્યાય કહેવાય છે. વ્યથતે = પ્રક્રિય = बोध्यतेऽर्थोऽनेन पर्यायेणेति व्यञ्जनपर्यायः ।
શંકા - પણ ઘટપદવાણ્યતા વગેરે ધર્મરૂપ પર્યાયો પણ જો સપ્રયોજન છે, તો એને વ્યંજનપર્યાય' એવું અલગ નામ આપીને અર્થપર્યાયથી અલગ પાડવાની શી જરુર છે ?
સમાધાન - વ્યંજનપર્યાય અર્થપર્યાયથી અનેક રીતે સાવ અલગ પડી જાય છે, માટે એને અલગ પાડવામાં આવ્યા છે. જેમ કે -
. ઘટ-પટ વગેરે સર્વ પદાર્થોમાં યોગ્યતારૂપે સર્વપદવાણ્યતા રહી હોય છે. અર્થાત્ સર્વવ્યંજનપર્યાયો યોગ્યતારૂપે રહ્યા હોય છે. પણ અર્થપર્યાય માટે એવું નથી, કોઈ એક પણ પદાર્થ એવો નથી જેમાં યોગ્યતારૂપે સર્વ અર્થપર્યાયો રહ્યા હોય. જેમ કે પુદ્ગલદ્રવ્યમાં પુગલ સંબંધી અર્થપર્યાયો યોગ્યતારૂપે રહ્યા હોય તો પણ જીવસંબંધી અર્થપર્યાયો યોગ્યતારૂપે પણ રહ્યા હોતા નથી જ. અરે ! અભવ્ય પણ જીવ હોવા છતાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ કરાવી આપે એવા જીવસંબંધી અર્થપર્યાયો એનામાં યોગ્યતારૂપે પણ રહ્યા હોતા નથી.
પદાર્થના સ્વરૂપમાં બિલકુલ ફેરફાર ન થાય ને છતાં યોગ્યતારૂપે રહેલો વ્યંજનપર્યાય વ્યક્તરૂપે બની શકે છે. જેમ કે ઘડો એવો ને એવો જ રહ્યો હોવા છતાં કોઈ જો એવો સંકેત કરે કે આ પદાર્થને હવેથી “પટ' કહેવો... તો એમાં પટપદવાણ્યતા નામનો વ્યંજનપર્યાય, જે હાલ સુધી યોગ્યતારૂપે હતો, તે વ્યક્તિ બની જાય છે અને તેથી હવે “પટ' શબ્દ બોલવા દ્વારા એનો ઉલ્લેખ થઈ શકે છે ને શ્રોતાને “પટ” શબ્દ સાંભળવા દ્વારા એનો બોધ થઈ શકે છે. અર્થપર્યાય માટે આવું હોતું નથી. વસ્તુનું વ્યક્તિ સ્વરૂપ બદલાયા વિના એમાં નવા અર્થપર્યાય પેદા થઈ શકતા નથી... પાક આપીને ઘડાના કણ-કણ પકવ થાય નહીં ત્યાં સુધી રક્તપર્યાય આવી શકતો નથી.
શંકા - ઘડો ફૂટીને ઠીકરારૂપ બની જાય.. પછી જ એમાં “કપાલ'પદવાણ્યતા આવે છે. એટલે વ્યંજનપર્યાયને પેદા થવા માટે પણ વસ્તુસ્વરૂપમાં ફેરફાર આવશ્યક છે જ ને?
સમાધાન - કપાલપદવાચ્યતા મેળવવા માટે ઘડાને ફૂટવાની જરુર નથી. કપાલરૂપ બનવા માટે જ ઘડો તો ફૂટે છે. બાકી ઘડો અખંડ હોય ને એવો સંકેત કરવામાં આવે કે હવેથી આને “કપાલ” કહેવો તો એમાં કપાલપદવાણ્યતા વિના વિરોધ આવી જ શકે છે.
એટલે નિશ્ચિત થયું કે પદાર્થમાં કોઈ જ ફેરફાર થયા વિના પણ વ્યંજનપર્યાય પેદા થઈ શકે છે. આનાથી એ પણ સાબિત થાય છે કે –
વ્યંજનપર્યાયને પેદા કરવા માટે (સંકેત સિવાય બીજો કોઈ જ કારણસામગ્રીની જરૂર હોતી નથી. જ્યારે અર્થપર્યાય માટે તો જાતજાતની કારણસામગ્રી જોઈતી હોય છે. (જેમ કે માટીમાં ઘટપર્યાય પેદા કરવા માટે દંડ, ચક્ર, ચીવર, કુલાલ વગેરે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org