________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૩
૧૫૭
સપ્તભંગીરૂપ વચનમાર્ગ તે અર્થપર્યાય, અસ્તિત્વ - નાસ્તિત્વાદિકનઇ વિષઇ હોઇ. વ્યંજન પર્યાય જે ઘટકુંભાદિશબ્દવાચ્યતા, તેહનઇ વિપદં સવિકલ્પ વિધિરૂપ, નિર્વિકલ્પ નિષેધરૂપ એ ૨ જ ભાંગા હોઇ, પણિ અવક્તવ્યાદિ ભંગ ન હોઇ, જે માર્ટિ અવક્તવ્ય શબ્દવિષય કહિઈ તો વિરોધ થાઇ.
એહનો અર્થ - એવં=પૂર્વોક્ત પ્રકારે=સ્થાÒવ વગેરે પ્રકારે પૂર્વે જે કહી ગયા છીએ એ રીતે અર્થપર્યાયને વિષે=અસ્તિત્વ-નાસ્તિત્વાદિને વિષે સમવિકલ્પ=સાત પ્રકારવાળો= સાત ભંગવાળો વચનપથ=વચનમાર્ગ=વચનવ્યવહાર હોય છે. જ્યારે ઘટ- કુંભાદિશબ્દવાચ્યતારૂપ જે વ્યંજનપર્યાય હોય છે, તેને વિષે સવિકલ્પ=વિધિરૂપ અને નિર્વિકલ્પ=નિષેધરૂપ... એમ બે જ ભંગ હોય છે. પણ અવક્તવ્ય વગેરે ભંગ હોતા નથી, કારણ કે અવક્તવ્ય કહેવું અને પાછો શબ્દનો વિષય કહેવો... તો એમાં વિરોધ થાય એ સ્પષ્ટ છે.
વ્યંજનપર્યાય અંગે બે જ ભંગ હોય છે' આ વાતનો જરા ઊંડાણથી વિચાર કરવો છે. એ વિચાર કરવા માટે વ્યંજનપર્યાય શું છે ? એ બરાબર સ્પષ્ટ થવું જોઈએ. પૂર્વે આપણે વિચારી ગયા છીએ કે પદાર્થમાં રહેલા ધર્મોનું કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ હોય છે... કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટપણું છે, માટે એ જલાહરણાદિ કરે છે... શ્યામત્વ છે, માટે હાથ-કપડાં વગેરેને કાળાં કરે છે.. અમદાવાદીપણું છે, માટે ઊંચકીને વહન કરવામાં સરળતાકષ્ટÇાસ કરે છે...મૃન્મયત્વ છે, માટે પાણીને ઠંડું કરે છે...વૃત્તાકાર છે, માટે આમ-તેમ દડી શકે છે...આમ જે-જે ધર્મો છે એ બધાનું કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ=અર્થ=પ્રયોજન છે... માટે આ બધા અર્થપર્યાય છે. આ બધા એના ‘સ્વ’રૂપ છે...અસ્તિત્વેન રહ્યા છે...એમ એ કંબૂગ્રીવાદિમાન્ પદાર્થમાં પટપણું નથી, માટે એનાથી પ્રાવરણ થઈ શકતું નથી...આવા તાણાવાણા-પટત્વ વગેરેરૂપ અર્થપર્યાય એનાં ‘પર’રૂપ છે... નાસ્તિત્વેન રહ્યા છે...
હવે, કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં જેમ ઘટપણું છે... અથવા અધિકૃતઘટમાં જેમ શ્યામત્વાદિ ધર્મો છે... એમ, ઘટપદવાચ્યતા, શ્યામપદવાચ્યતા વગેરે ધર્મો પણ છે... અને જે કોઈ ધર્મ રહ્યા હોય તે ‘પર્યાય’રૂપ હોય જ છે... એટલે કે આ ઘટપદવાચ્યતા, શ્યામપદવાચ્યતા વગેરે પણ અધિકૃતઘડાના પર્યાયરૂપ છે જ. પણ આ બધા ધર્મોથી ઘડામાં કયું અર્થક્રિયાકારિત્વ આવે છે? અર્થાત્ આ તે તે વાચ્યતારૂપ ધર્મ હોવાના કા૨ણે ઘડો કયા અર્થને = પ્રયોજનને સારવાનું સામર્થ્ય પામે છે? એ જો વિચારવામાં આવે તો જણાય છે કે એના કારણે ઘડો કોઈ જ પ્રયોજન સારી શકતો નથી... અર્થાત્ એ ધર્મો અર્થ પ્રયોજનવાળા નથી... માટે આ ધર્મોને અર્થપર્યાય કહી શકાતા નથી.
શંકા ઘટપદવાચ્યતા છે, માટે ‘ઘટ' એવા શબ્દથી કંબુગ્રીવાદિમાન્ પદાર્થનો ઉલ્લેખ થઈ શકે છે ને શ્રોતાને એ શબ્દ સાંભળીને એ પદાર્થનો બોધ થઈ શકે છે... એટલે આ દૃષ્ટિએ એ પર્યાય પણ સાવ નિષ્પ્રયોજન નથી જ, સપ્રયોજન જ છે... તો એને પણ અર્થપર્યાય જ કહેવો જોઈએ ને !
Jain Education International
-
=
For Private & Personal Use Only
www.jainelibrary.org