________________
૧૫૬
ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભંગઈ પણિ નિષેધ નથી. જે માર્ટિ - વ્યંજનપર્યાયનઈ કામિ - ૨ ભંગઈ પણિ અર્થસિદ્ધિ સમ્મતિનાં વિષઈ દેખાડી છઈ. તથા તથા -
एवं सत्तविअप्पो, वयणपहो होइ अत्थपज्जाए । વિંઝાના પુજ, વડો બિલ્વિો ૨ પ્રથમકાડ ૪૧ |
એહનો અર્થ - એવ=પૂર્વોક્ત પ્રકાર, સપ્ત વિકલ્પ સપ્તપ્રકાર વચનપથ, કરવી... પછી બીજા નયને મુખ્યરૂપે લઈ વિધાન અને પ્રથમ તથા તૃતીય વગેરે બધા નયનો નિષેધ. આ બીજી સપ્તભંગી. આમ અનેક અલગ - અલગ સપ્તભંગી કરવી. પણ બધા ભંગને ભેગા કરીને સાત કરતાં અધિક ભંગ ન માનવા.
ગ્રંથકાર શ્રી યશોવિજયજી મહારાજ પોતાનો અભિપ્રાય આપે છે કે અડે તો ઈમ. સકળ નયને માન્ય અર્થનું પ્રતિપાદન કરવાના તાત્પર્યથી એ બધા અર્થનો સમાવેશ કરતું એવું જે અધિકરણભૂત - આધારભૂત વાક્ય હોય છે તે પ્રમાણવાક્ય છે... આવી પ્રમાણવાક્યની વ્યાખ્યા છે. આ વ્યાખ્યાને અનુસરીને તેહવે ઠામે = જ્યાં અનેકનયના અનેક અલગ-અલગ વિષય હોય ત્યાં એક જ ભંગ બનાવવો... જે સમૂહાલંબન જ્ઞાનનો પ્રતિપાદક હોય. અને આ સમૂહાલંબનજ્ઞાન શાનું હોય ? સકળનયના અર્થોનું હોય. ને એકાન્ત ન પકડાય એ માટે દરેક અર્થને સ્યાત્ લગાડેલો હોય.. અર્થાત્ જુદા-જુદા બધા નયના વિષયનો સ્યાત પદની સાથે ઉલ્લેખ ધરાવતું એક મહાવાક્ય.. એ જ એક ભંગ.. ને એ જ બધા નયના અર્થનું પ્રતિપાદન કરી દેનાર હોવાથી અન્ય ભંગની જરુર પણ રહેતી નથી..
શંકા - પણ આ રીતે એક જ ભગવાક્યથી, જે પદાર્થ જેવો છે એવો પ્રસિદ્ધ કરી શકાય એવું શક્ય છે ? કારણ કે પદાર્થને સંપૂર્ણ રીતે જણાવવા માટે તો સાત ભંગ જોઈએ જ એવો નિયમ છે ને ?
સમાધાન - જે માર્ટિ.... ના, એવો નિયમ છે નહીં. કારણ કે શ્રી સમ્મતિગ્રંથમાં વ્યંજનપર્યાય અંગે માત્ર બે ભંગથી જ અર્થસિદ્ધિ થાય છે એમ દેખાડ્યું જ છે. એટલે ત્યાં જો સપ્તભંગીનો નિયમ નથી. બે જ ભંગથી પણ પદાર્થને જણાવી શકાય છે, તો આવા સ્થળે આવા એક પ્રમાણવાક્યરૂપ એક ભંગથી એ જણાવી શકાય એવું માનવામાં કોઈ વાંધો નથી.
સમ્મતિગ્રંથનો એ અધિકાર આવો છે - ગાથાર્થ - આમ અર્થપર્યાય અંગે વચનમાર્ગ સાત વિલ્પ (ભંગ)વાળો હોય છે. પણ વ્યંજનપર્યાય અંગે તો એ સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે જ ભગવાળો હોય છે.
ટબામાં આ ગાથાનો ગ્રંથકારે આપેલો અર્થ આવો છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org