________________
૧૫૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ પાંચ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હોઈ, તિહાં અધિક ભંગ થાઇ, તિવારછે સપ્તભંગીનો નિયમ કિમ રહઈ ?” ગુરુ કહઈ છઈ - તિહાં પણિ એક નયાર્થનો મુખ્યપણ વિધિ, બીજા સર્વનો નિષેધ, ઈમ લેઈ પ્રત્યેકિં અનેક સપ્તભંગી કીજ''
અડે તો ઈમ જાણું છું, “સત્નનાર્થપ્રતિપવિતાત્પર્યાધિરાવાયં પ્રમવાક્યમ” એ લક્ષણ લેઇનઈ, તેહવે ઠામે-ચાત્કારલાંછિત સકલનયાર્થ - સમૂહાલંબન એક
હવે સપ્તભંગીના તૃતીયભંગમાં જે “અવાચ્ય' શબ્દ છે એનો વિચાર કરીએ અહીં પૂર્વે જણાવ્યું એમ, કોઈ શબ્દ જ એવો મળી શકતો નથી જે મુખ્યવૃત્તિએ, બન્ને ધર્મોને નજરમાં રાખીને યુગપત્ ઉલ્લેખ કરી શકે. એનો અર્થ, અહીં શબ્દની જ અક્ષમતા છે કે આવી બાબતનો ઉલ્લેખ કરવાનું એનામાં (કોઈ પણ શબ્દમાં) સામર્થ્ય જ નથી... એટલે જ કેવલી ધારે તો પણ એવા કોઈ શબ્દનો ઉલ્લેખ અન્ય કેવલી પ્રત્યે પણ કરી શકતા નથી જ.
આમ, અનભિલાપ્યતા આપણી અક્ષમતાના કારણે છે, જ્યારે અવાચ્યતા શબ્દની અક્ષમતાના કારણે છે... માટે, અનભિલાપ્ય અને અવાચ્ય એ સમાનાર્થક શબ્દો નથી.
શિષ્ય પૂછઈ છઇ. શંકા - જ્યાં બે જ નયના વિષય અલગ-અલગ પડતા હોય. જેમ કે - પર્યાયાર્થિકનયનો વિષય ભેદ છે અને દ્રવ્યાર્થિકનયનો વિષય અભેદ છે... અહીં બે જ નય છે ને બે જ વિષય છે... એટલે એકને મુખ્ય કરીએ. બીજાને ગૌણ કરીએ... તો સપ્તભંગી મળે છે. દ્રવ્યાર્થિકને ગૌણ-પર્યાયાર્થિકને મુખ્ય કરીએ ત્યારે સ્વાદ્ધિન્નમેવ એવો પ્રથમ ભંગ. પર્યાયાર્થિકને ગૌણ-દ્રવ્યાર્થિકને મુખ્ય કરીએ ત્યારે અમિવ એવો બીજો ભંગ... ને પછી ક્રમશઃ બાકીના ભંગ... એમ સપ્તભંગી મળે છે, એ તો બરોબર છે. પણ જ્યારે પ્રદેશ-પ્રસ્થકાદિનો વિચાર હોય છે ત્યારે કોઈકમાં સાતે નયોનો વિષય અલગ - અલગ પડતો હોય છે. ક્યાંક બે નય ભેગા થતા હોય (= સમાન માન્યતાવાળા હોય) ને બાકીના અલગ - અલગ માન્યતા ધરાવતા હોવાથી કુલ ૬ વિષયો બનતા હોય.. એમ ક્યાંક પાંચ વિષય. ક્યાંક ચાર વિષય વગેરે મળતા હોય ત્યારે અધિક ભંગ પણ થઈ શકે છે.. પછી સપ્તભંગીનો નિયમ ક્યાં રહે ? અર્થાત્ સાત પ્રકારની જ જિજ્ઞાસા.. ને સાત પ્રકારના જ ઉત્તરના ભંગ. આવો નિયમ ક્યાં રહ્યો ?
પ્રકારનો આશય એ છે કે – પહેલાં પ્રથમ મુખ્ય, બીજો ગૌણ.... એક ભંગ.. પછી પ્રથમનય મુખ્ય, ત્રીજો નય ગૌણ... બીજો ભંગ... એમ ચોથા વગેરે નયને ગૌણ તરીકે લઈને ત્રીજા, ચોથો, પાંચમો અને છઠ્ઠો ભંગ મળશે. પછી પ્રથમ ગૌણ, બીજો મુખ્ય.... ૭મો ભંગ.... પ્રથમ ગૌણ-ત્રીજો મુખ્ય.૮મો ભંગ...આ રીતે ઢગલાબંધ ભંગ કેમ નહીં આવે?
ગુરુ કહઈ છો. સમાધાન - આવા અનેક ભિન્ન ભિન્ન વિષયવાળા સ્થળે એક બાજુ એક નય લેવો. ને બીજી બાજુ બાકીના બધા નય ભેગા લેવા.. જે એક નય લીધો હોય એનો મુખ્યરૂપે વિધિ (= વિધાન) ને અન્ય સર્વનો નિષેધ... આ રીતે એક સપ્તભંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org