________________
ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
શિષ્ય પુછઇ છઈ – ‘જિહાં ૨ જ નયના વિષયની વિચારણા હોઇ, તિહાં એક એક ગૌણ મુખ્યભાવઇ સપ્તભંગી થાઓ. પણિ-જિહાં પ્રદેશ પ્રસ્થકાદિ વિચારઇ સાત છ
૧૫૪
એટલે, નિશ્ચિત થયું કે છદ્મસ્થોનો અન્ય કોઈ રીતે વિષય બની શકતા ન હોવાથી અનભિલાપ્ય પદાર્થો અંગે સંકેત હોતો નથી... પણ આ સંકેત ન હોવામાં કોઈ શબ્દ એનો વાચક મળી શકતો નથી...' એ કારણ નથી... પણ છદ્મસ્થોના જ્ઞાનનો અન્ય રીતે એ વિષય બની શકતા નથી... એ કારણ છે... એટલે જ કેવલીઓ ધારે તો પરસ્પર સંકેત કરી શકે છે... (એનો અર્થ જ એ કે એના વાચક શબ્દો તો મળી જ શકે છે...) પણ તેઓને પ્રયોજન ન હોવાથી સંકેત કરતા નથી.
શંકા ઘણા પદાર્થો આપણા જ્ઞાનનો વિષય બનતા હોય છે, છતાં આપણે શબ્દ દ્વારા એને વ્યક્ત કરી શકતા હોતા નથી... એટલે ઘણીવાર ડૉક્ટરને કહેતા હોઈએ છીએ કે મને વેદના થાય છે... પણ કેવા પ્રકા૨ની થાય છે ? એ કહી શકતો નથી... અથવા ગોળની મિઠાશ અને સાકરની મિઠાશના તફાવતને પકડી શકીએ છીએ, પણ શબ્દ દ્વારા આપણે વ્યક્ત કરી શકતા નથી... તો આમ કેમ?
સમાધાન એમ તો, આપણે જે તફાવત અનુભવ્યો છે... એને ઝૂ કહેવો એમ આપણે સંકેત કરી શકીએ છીએ... એમ આપણને જે વિલક્ષણ પીડા અનુભવાઈ રહી છે... એનો આપણે ‘આ પીડાને પ કહેવી...' એમ સંકેત કરી શકીએ છીએ... ને સામે જો સર્વજ્ઞ હોય તો તેઓ આપણા સંકેતને પકડી શકે છે. ને તેથી આપણે પૂછીએ કે ‘પ્રભુ ! આ મારી પ નામની પીડા પૂર્વના કયા કર્મના કારણે આવી છે ?' તો તેઓ જવાબ પણ આપી જ શકે છે.. પણ સામો જો છદ્મસ્થ હોય તો એને વાચ્યાર્થનો બોધ આપણે અન્ય રીતે કરાવી શકતા નથી... માટે સંકેત શક્ય બનતો નથી...
શંકા જે સાકર-ગોળ આપણે ચાખ્યા છે એ જ સાકર-ગોળના અન્ય અંશ સામી વ્યક્તિને ચાખવા આપીએ તો એ પણ તફાવત અનુભવી શકે ને !
સમાધાન તો પણ આપણે જેવો તફાવત પકડ્યો છે એવો જ એ પકડશે એ નિશ્ચિત નથી... કારણ કે સાકર-ગોળના કણિયા બદલાયા એટલે સ્વાદ અલગ હોય શકે... મુખમાંથી ઝરતા રસોમાં તરતમતા હોવાથી સ્વાદના અનુભવમાં ફેર પડી શકે... તથા મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની તરતમતાના પ્રભાવે પણ ફેર પડી શકે. (એટલે તો શાસ્ત્રોમાં મતિજ્ઞાનના બહુ-અબહુ-બહુવિધ-અબહુવિધ વગેરે ભેદો દર્શાવેલા છે.) છતાં જેટલા અંશે શ્રોતા અન્ય રીતે જાણકારી મેળવી શકે એટલા અંશે સંકેત થવામાં કોઈ પ્રશ્ન જ નથી... પણ જે અનંતાનંત પદાર્થો આપણા જ્ઞાનનો વિષય જ બનતા નથી એ અભિલાપ્ય પદાર્થો અંગે તો સંકેત શક્ય બનતો જ નથી... પણ, એમાં આગળ જણાવ્યું એમ શબ્દોની અક્ષમતા કારણ નથી... પણ આપણી એનું જ્ઞાન કરી-કરાવી ન શકવાની અક્ષમતા એ કારણ છે...
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org