________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩
૧૫૩ ઘટત્વને નજરમાં રાખીને ઘટ શબ્દ બોલાય છે. તો ઘટત્વ એ ઘટપદપ્રવૃત્તિનિમિત્ત છે. એમ લાલાશ એ રક્તપદપ્રવૃત્તિનિમિત્ત છે, શ્રીમંતાઈ એ શ્રીમંતપદપ્રવૃત્તિનિમિત્તક છે. આવા ઘટ, રક્ત વગેરે જે શબ્દો વ્યવહારમાં વપરાયા કરે છે એ બધાના પદપ્રવૃત્તિનિમિત્તભૂત ઘટત્વ-રક્તત્વ વગેરે ધર્મો અર્થપર્યાયરૂપ જ હોય છે ને તેથી આ પદાર્થો અભિલાપ્ય જ છે.) અનભિલાપ્ય પદાર્થોમાં પણ અર્થપર્યાય હોય તો છે જ. પણ આપણે એને કોઈપણ રીતે જાણી શકતા જ નથી. તેથી એને આગળ કરીને સંકેત થઈ શકતો નથી. એટલે કે એના અર્થપર્યાયો પદપ્રવૃત્તિનિમિત્ત બનતા નથી. એ સિવાય શેયત્વ-સત્ત્વવગેરે ધર્મોને નજરમાં રાખીને એ પદાર્થોને શેય-સત્ કહેવાય છે. પણ એ શેયત્વ વગેરે અર્થપર્યાયરૂપ નથી. વાચ્યત્વ એ અર્થપર્યાય નથી, આ વાત આગળ સવિસ્તર કહેવાશે. એ જ રીતે શેયત્વ પણ અર્થ પર્યાય નથી એ જાણી લેવું.
શંકા - પણ સત્ત્વ તો ખુદ જ અર્થક્રિયાકારિત્વરૂપ છે..તો એ તો અર્થપર્યાય છે જ ને?
સમાધાન - ના, અર્થક્રિયાકારિત્વ પોતે અર્થપર્યાય નથી, પણ જે ધર્મને કારણે પદાર્થમાં અર્થક્રિયાકારિત્વ આવે છે તે ધર્મ અર્થપર્યાય છે, માટે સત્ત્વ એ પણ અર્થપર્યાય નથી. એટલે અર્થપર્યાયપ્રવૃત્તિનિમિત્તકપદથી વાચ્ય ન હોવાના કારણે અનભિલાખ પદાર્થોમાં અભિલાપ્યત્વ નથી.) અથવા
(૩) સંકેતિતપદાભિલાપ્યત્વ એ જ વાસ્તવિક અભિલાપ્યત્વ છે.. અનભિલાપ્ય પદાર્થોમાં એ ન હોવાથી અભિલાપ્યત્વ નથી... એ પદાર્થો અનભિલાપ્ય પદથી બોલાય છે ખરા, પણ “અનભિલાપ્ય' એ સંકેતિત પદ નથી, કારણ કે વાચ્યાર્થભૂત અનભિલાપ્ય પદાર્થોનું સંકેતકરણપૂર્વે જ્ઞાન સંભવિત નથી. વળી, વચનવ્યવહારનો અવિષય હોવાથી પણ એ સંકેતિત નથી. આશય એ છે કે - “પરમાણુ' એ સંકેતિત પદ છે. માટે તેનાથી વાચ્ય પરમાણુઓ, અતીન્દ્રિય હોવા છતાં બે પરમાણુ મળીને કયણુક બને છે' “પરમાણુમાં બે અવિરુદ્ધ સ્પર્શ, એક રસ, એક ગંધ અને એક વર્ણ હોય છે' “અધોલોકની સર્વાન્તિમ પ્રતરમાંથી ઊર્ધ્વલોકની સહુથી ઉપરની પ્રતરમાં પરમાણુ એક જ સમયમાં પહોંચી જાય છે” આવી બધી રીતે વચનવ્યવહારનો વિષય બને છે. પણ અનભિલાપ્ય પદાર્થો અંગે આવો કશો વ્યવહાર ક્યારેય થતો નથી. “વિશ્વમાં અભિલાપ્ય કરતાં અનન્તગુણ અનભિલાપ્ય પદાર્થો છે' આટલો બોધ કે વચનવ્યવહાર શાસ્ત્રમાં તેઓની જે વાત કરી છે, તતૂપે મળે છે. આ સિવાય કશું જ નહીં.
સંકેત કર્યા પછી જે ક્યારેય પણ કોઈના પણ કશા પણ વચનવ્યવહારનો વિષય બનતા જ નથી. એનો સંકેત થયેલો કહેવાય જ શી રીતે ? કારણ કે છેવટે સંકેત પણ વચનવ્યવહાર માટે જ હોય છે, એ જ જો ક્યારેય પણ ક્યાંય પણ શક્ય બનતો જ ન હોય તો સંકેત કર્યો છે એમ કહેવાનો મતલબ જ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org