________________
૧૫૨
ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તો જ સંકેતને એ સમજી શકે છે... અને ઘટપદવાણ્યત્વેન વાચ્યાર્થનો એ જાણકાર નથી... પણ સંકેત દ્વારા જાણકાર બનવાનો છે. પરમાણુ જેવા અતીન્દ્રિય પદાર્થનો સંકેત કરવાનો હોય ત્યારે પણ પ્રથમ પરમાણુની કલ્પના તો આપવી જ પડે છે. જેમ કે – ઘટ-કપાલકપાલિકા-ઠીકરી-નાની ઠીકરી-એનાથી પણ નાની ઠીકરી. આમ વિભાગ કરતાં કરતાં જે અવયવધારા મળે છે એ ક્યાંક અટકે છે. અર્થાત્ આ અવયવધારામાં છેલ્લે એવું દ્રવ્ય આવે છે જે અવિભાજ્ય (નિરવયવ) હોય છે. આ રીતે વાચ્યાર્થને સંકેત ઝીલનારની બુદ્ધિમાં નિરવયવત્વેન ઉપસ્થિત કરવામાં આવે છે ને પછી એનો સંકેત થાય છે કે આવું જે નિરવયવદ્રવ્ય છે એને “પરમાણુ' કહેવાય છે. એટલે નિશ્ચિત થયું કે સંકેત ઝીલનારને પણ વાચ્યાર્થની કોઈક ને કોઈક રીતે જાણકારી હોવી જ જોઈએ.
આટલી પાયાની વિચારણા બાદ હવે પ્રસ્તુતમાં આવીએ..
જે અનભિલાપ્ય પદાર્થો છે એને કેવલીભગવાન્ પોતાના કેવલજ્ઞાનથી સાક્ષાત્ જાણે છે. બીજા કેવલી ભગવાન પણ એ રીતે જાણે છે. એટલે એક કેવલી ભગવાન્ ધારે તો અન્ય કેવલી પ્રતિ “આ વિવક્ષિત પદાર્થને “' કહેવો” એમ સંકેત કરી શકે છે. પણ પ્રયોજન ન હોવાથી ક્યારેય સંકેત કરતા નથી... સંકેત ઝીલનાર છદ્મસ્થ હોય તો એને સંકેત કહેવો એ કેવલીને પણ સપ્રયોજન બની શકે છે ને તેથી કેવલી ભગવંતો એવા કેટલાય સંકેત કરતાં જ હોય છે. પણ પ્રસ્તુતમાં અનભિલાપ્ય પદાર્થો છદ્મસ્થના જ્ઞાનનો અન્ય કોઈ રીતે વિષય બની જ શકતા નથી. એટલે કેવલી ભગવંતો પણ, “જો આ પદાર્થને મ કહેવાય. આને બે કહેવાય...” આવો કોઈ સંકેત કરી શકતા નથી. એટલે છાસ્થને તો અન્ય રીતે પણ જાણકારી નથી.. ને અમુકપડવાચ્યત્વેન પણ જાણકારી નથી... માટે છઘો વચ્ચે પણ અનભિલાપ્ય પદાર્થો સંકેતનો વિષય બની શકતા નથી..
શંકા - એ પદાર્થોમાં અનિભલાપ્યપદવાણ્યત્વ છે એ તો તમે જ કહી ગયા છો. તો એમાં “અનભિલાપ્ય' પદનો સંકેત થયેલો જ છે ને ?
સમાધાન - ના, એ પદાર્થોમાં અમે માત્ર વાચ્યત્વ જ કહેલું છે. સંકેત નથી કહ્યો. કારણ કે સંકેત માનવામાં એ પદાર્થોનું અનભિલાપ્યત્વ જ હણાઈ જાય છે. તે આ રીતે.. આ પદાર્થોમાં પણ શેયત્વ - સત્ત્વ હોવાથી શેયપદાભિલાતૃત્વ અને સત્પદાભિલાપ્યત્વ માનવું જ પડે છે. એટલે અનભિલાપ્યત્વ જ ઊડી ન જાય એ માટે નીચેમાંનો કોઈપણ નિયમ (કે વિશેષ પ્રકારની પરિભાષા) માનવો જ પડે છે. (૧) પૂર્વે કહ્યા મુજબ પદવિશેષાભિલાપ્યત્વ જ “અભિલાપ્યત્વ' કહેવાય. આ પદાર્થોમાં તે ન હોવાથી અનભિલાપ્યત્વ છે... અથવા (૨) અર્થપર્યાય પ્રવૃત્તિનિમિત્તક પદથી અભિલાખ જે ન હોય તે અનભિલાપ્ય. (પરિભાષાના અજાણ પાઠકો માટે – વાચ્યાર્થમાં રહેલ જે ધર્મને નજરમાં રાખીને સંકેત કરવામાં આવે છે ને તેથી પછી તે તે શબ્દની-પદની એ વાચ્યાર્થને જણાવવા માટે પ્રવૃત્તિ(=પ્રયોગો કરવામાં આવે છે તે ધર્મને પદપ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે. જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org