________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩
૧૫૧ નથી. સંકેત્યમાનનું જ્ઞાન ન હોવાથી પ્રસ્થાને ઉદેશીને સંકેત કરાતો નથી. પ્રયોજન ન હોવાથી કેવલીને ઉદેશીને પણ સંકેત કરાતો નથી. અર્થાત્ શબ્દ કે સંકેત અશક્ય જ છે એવું નથી...પણ કરાતા નથી...માટે અનભિલાપ્યત્વ છે. આ વાત આગળ વધારે સ્પષ્ટ થશે.
આ જ વાતને હવે બીજી રીતે વિચારીએ.
. સ્વગત કે અન્યગત મનના અભિપ્રાયને જાણવા કે જણાવવા માટે વચન-વ્યવહાર હોય છે. જ્યાં આવું પ્રયોજન ન હોય એવા વચનપ્રયોગો એ બકવાસરૂપ છે ને એ શિષ્ટપુરુષોને સંભવતા નથી.
. એટલે, વચનવ્યવહાર છ%-છપ્રસ્થ વચ્ચે, છદ્મસ્થ-કેવલી વચ્ચે અને કેવલીછvસ્થ વચ્ચે હોય શકે છે, પણ કેવલી-કેવલી વચ્ચે હોવો સંભવતો નથી. કારણ કે શ્રોતા અને વક્તા બન્ને કેવલી હોવાથી બન્ને બધું જ જાણે છે. કશું અજ્ઞાત છે જ નહીં જેને જણાવવા વચન વ્યવહાર આવશ્યક બને. અને કેવલી ભગવંતો તો મહાશિષ્ટ પુરુષો છે.. બકવાસની તો ગંધ સુદ્ધાં સંભવતી નથી જ.
- સંકેત જાણવા-જણાવવા માટે જ જે વચનપ્રયોગ થાય છે એમાં વક્તા - શ્રોતા બેમાંથી એક સંકેતનો જાણકાર હોય છે અને બીજો અજાણ હોય છે. જેમ કે બાળક બાપને પૂછે છે - આ સામા પદાર્થને શું કહેવાય ? આમાં વક્તા બાળક અજાણ છે ને શ્રોતા બાપ જાણકાર છે. પછી બાપ જવાબ આપે કે “આ સામા પદાર્થને “ઘટ’ કહેવાય. ત્યારે વક્તા જાણકાર છે ને શ્રોતા અજાણ છે, ને હવે જાણકાર બને છે. સંકેતને જાણવા - જણાવવા માટેના આ વચનપ્રયોગો સિવાયના તો બધા વચનપ્રયોગો માટે શ્રોતા અને વક્તા બન્ને સંકેતના જાણકાર જોઈએ. અન્યથા બોધ થાય નહીં.
- જ્યારે સંકેત કરવામાં આવે છે, ત્યારે જે સંકેત કરી રહ્યો છે તેને આપણે સંકેત કરનાર કહીશું.. અને જે સંકેતનું ગ્રહણ કરનાર છે એને આપણે સંકેત ઝીલનાર કહીશું... આમાંથી જે સંકેત કરનાર હોય છે એ વાચ્યાર્થનો વિવક્ષિતપદવાણ્યત્વેન પણ જાણકાર હોય છે ને એ સિવાય અન્ય રીતે પણ જાણકાર હોય છે. જે સંકેત ઝીલનાર છે એ વાચ્યાર્થનો અન્ય રીતે જાણકાર હોય છે.... (અથવા પહેલાં કલ્પના આપવા વગેરે દ્વારા એને જાણકાર બનાવવો પડે છે) પણ વિવક્ષિતપદવાણ્યત્વેન જાણકાર હોતો નથી. (એનો સંકેત ઝીલવાથી એ જાણકાર બનવાનો છે). જેમકે-સંકેત કરનાર વાચ્યાર્થઘટનો કંબુગ્રીવાદિમત્તેન ચાક્ષુષપ્રત્યક્ષાદિથી જાણકાર છે અને ઘટપદવાણ્યત્વેન પણ (પોતે જ્યારે સૌપ્રથમ સંકેત અન્ય પાસેથી ઝીલ્યો હતો ત્યારથી) જાણકાર છે. સંકેત ઝીલનારો પણ ચાક્ષુષપ્રત્યક્ષાદિથી વાચ્યાર્થ ઘટનો જાણકાર છે, ક્યારેક ચાક્ષુષાદિ પ્રત્યક્ષ ન હોય ત્યારે “જેની પહોળી બેઠક હોય. મોટું પેટ હોય. ઉપર કાંઠો હોય..” વગેરે રૂપે એને કલ્પના આપીને જાણકાર બનાવાતો હોય છે. પણ આમ સંકેત કરતાં પૂર્વે એ વાચ્યાર્થનો જાણકાર બનેલો હોવો જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org