________________
૧૫૦
ઢાળ-૪ : ગાથા-૧૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
લાવે છે તે સ્વરૂપની અપેક્ષાને ઊભી રાખીને નહીં, પણ પરરૂપની અપેક્ષાને અપેક્ષિત કરીને જ. સ્વરૂપની અપેક્ષાને જ વળગી રહેવામાં આવે તો નાસ્તિત્વ કહી શકાય જ નહીં, કારણ કે મૃત્મયત્વેન ઘડામાં નાસ્તિત્વ છે જ નહીં.
આમ અવાચ્યપદવાચ્યત્વ માન્યા વિના પણ, અપેક્ષા બદલીને વાચ્યત્વ આવી જ શકે છે. માટે અવાચ્યપદવાચ્યત્વ માનવાની જરૂર નથી. ને તેથી સર્વપદવાચ્યત્વાભાવ માનવામાં કશો વાંધો નથી. તથા, આમાં આવું પણ વિચારવું જોઈએ કે, ઘટમાં ઘટપદવાચ્યત્વ તો છે જ. તેથી સીધે સીધો સર્વપદવાચ્યત્વાભાવ કહેવો તો યોગ્ય નથી જ. તો પછી આનો વિશેષ અર્થ હોવો જોઈએ. તે આવો જણાય છે. જ્યારે સ્વદ્રવ્યાદિગ્રાહક નયે જોવામાં આવે ત્યારે ‘અસ્તિત્વ' જણાય છે, ને એને જણાવવા માટે સ્થાવત્યેવ એમ ‘મસ્તિ' શબ્દ વપરાય છે. જ્યારે પરદ્રવ્યાદિગ્રાહકનયે જોવામાં આવે છે ત્યારે ‘નાસ્તિત્વ' જણાય છે...ને એને જણાવવા માટે ‘યાન્નાસ્યેવ' એમ ‘નાસ્તિ' શબ્દ વપરાય છે. જ્યારે આ બન્ને નયની અર્પણા કરવામાં આવે છે ત્યારે જે દેખાય એને જણાવવા માટે માન્ય શબ્દ વપરાય છે. એટલે જેમ, અસ્તિ-નાસ્તિ શબ્દ મુખ્યતયા ઘટને જણાવવા માટે નથી, પણ અસ્તિત્વ-નાસ્તિત્વને જણાવવા માટે છે, એમ અાન્ય શબ્દ સર્વપદવાચ્યત્વાભાવને જે જણાવે છે તે મુખ્યતયા ઘટ અંગે નથી, પણ ઉભયનયની અર્પણા વખતે બનતા વિષય અંગે છે. એટલે કે અસ્તિત્વ-નાસ્તિત્વ સિવાય કંઈક છે જેમાં સર્વપદવાચ્યત્વાભાવ છે. ને સર્વપદવાચ્યત્વાભાવ છે માટે કોઈ પણ પદથી એ (કંઈક) વાચ્ય ન હોવાથી એનો ઉલ્લેખ શક્ય ન હોવાના કારણે સ્વાવાદ્ય વ ધટ: એમ કહેવાય છે. વળી ઉભયનયઅર્પણા વખતે બનતા વિષયનો અહીં મેં ‘કંઈક' તરીકે ઉલ્લેખ કર્યો છે. પણ કદાચ એવું જ હોય કે ઉભયનયઅર્પણા કરીને જોવામાં આવે તો કશું જણાય જ નહીં... એટલે વિષય તરીકે કંઈક' કહ્યું છે, પણ વસ્તુતઃ કશું હોય જ નહિ...એટલે જ સમ્મતિતત્ત્વસોપાનમાં તથામૃતસ્ય વસ્તુનોઽભાવાત્ એમ પણ કહ્યું છે. એટલે ઉભયનયઅર્પણાએ જોતાં કોઈ ધર્મ કોઈ પર્યાય-કોઈ વસ્તુ...કશું કહેતાં કશું જણાતું જ નથી...માટે સ્થાવવાવ્ય ડ્વ કહેવાય છે. ને કોઈ ધર્મ વગેરે કશું છે જ નહિ, માટે સર્વપદવાચ્યત્વાભાવ જ સૂચિત થતો માનવો પડે. કારણ કે અવાચ્યપદવાચ્યતા કહેવા માટે પણ કશુંક તો જોઈએ જ ને ! આમ મને લાગે છે. આ અંગે મેં થોડી વિશેષ વિચારણા સપ્તભંગીવિંશિકા ગ્રન્થમાં કરી છે. તૃતીયાદિભંગગત ‘અવાચ્ય’પદનો સૂચિતાર્થ શું છે ? એ માટે ખૂબ જ ઊહાપોહ કરીને...અનેક વિદ્વાનો સાથે પત્ર-વ્યવહાર કરીને આ એક અનુપ્રેક્ષા શ્રી સંઘ સમક્ષ મૂકી છે. બહુશ્રુતગીતાર્થોને આ અંગે વિશેષ વિચારણા કરીને યોગ્ય નિર્ણય પર આવવા વિનંતી છે.
છતાં જો ‘અવાચ્યપદવાચ્યત્વ' તો માનવું જ, એમ જ દિલ કહ્યા કરતું હોય તો પણ અવાચ્યપદ અનભિલાપ્યપદને સમાનાર્થક તો બની જવાનું નથી જ, કારણ કે જે રીતે અભિપ્રેત છે એ રીતે જણાવનાર કોઈ શબ્દ (કે સંકેત) શક્ય જ નથી, માટે અવાચ્યત્વ છે. જ્યારે અનભિલાપ્યપદાર્થો માટે એવું નથી. ત્યાં શબ્દ (કે સંકેત) સાવ અશક્ય છે એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org