________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૨
૧૪૫ પર્યાયારથકલ્પના ઉત્તર-ઉભય વિવક્ષા સંધિ રે || ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહીઈ સ્યાત્કારને બંધિ રે કે ૪-૧૨ ||
ટબો - પ્રથમ પાયાર્થકલ્પના, પછઈ એકદા ઉભયજયાર્પણા કરિ, તિ વારઈ ભિન્ન અવક્તવ્ય કથંચિત્ ઇમ કહઇ ૫. | ૪-૧૨ || કંબુગ્રીવાદિમત્ત્વ વગેરે પ્રસિદ્ધધર્મોથી તો આપણે ઘડાને જાણી જ શકીએ છીએ. એટલે અપ્રસિદ્ધધર્મોથી પણ જો જાણી શકીએ છીએ તો ઘડાનું પ્રસિદ્ધ - અપ્રસિદ્ધ બધા જ ધર્મોથી જ્ઞાન થઈ જશે અને તો પછી જે સર્વ ધર્મથી એક પદાર્થને જાણે છે તે સર્વધર્મોથી સર્વપદાર્થને જાણે છે” આવું જણાવનાર નો એક નાડું સો સળં ગાડું વચન મુજબ સર્વજ્ઞતા આવે જ. માટે નિશ્ચિત થાય છે કે અજ્ઞાત ધર્મથી કોઈ પણ ચીજને જાણી શકાતી નથી. એટલે પર્યાયાર્થિકનયને ભેદ-અભેદ ઉભયત્વ જ અપ્રસિદ્ધ હોવાથી જે કાંઈ એ ધર્મને આગળ કરીને ઉપસ્થિત કરવાનું હોય એ એના વિષયરૂપ હોય શકે જ નહીં, એ સ્પષ્ટ છે. માટે “ગ' શબ્દથી ભેદ-અભેદઉભયત્વેન જે ભેદ ઉપસ્થિત થશે એ પર્યાયાર્થિકનયના વિષયભૂત નહીં હોય, એ સ્પષ્ટ છે. એ જ રીતે “ગ' શબ્દથી ભેદ-અભેદ ઉભયત્વેન જે અભેદ ઉપસ્થિત થશે એ દ્રવ્યાર્થિકના વિષયભૂત પણ નહીં હોય.... કારણ કે દ્રવ્યાર્થિકનયનો મુખ્યરૂપે ભેદ એ વિષયભૂત જ ન હોવાથી ઉભયત્વ એને અપ્રસિદ્ધ છે.
આમ નિશ્ચિત થયું કે કોઈ એક શબ્દનો ભેદ-અભેદ બન્નેમાં સંકેત કરવામાં આવે તો એનાથી ભેદ-અભેદ બન્ને ઉપસ્થિત થઈ શકશે... પણ પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિકના વિષયભૂત જે ભેદ અને અભેદ છે એ એનાથી ઉપસ્થિત થઈ શકતા નથી. એ ભેદ અને અભેદ તો ભેદત્વેન અને અભેદત્વેન જે ઉપસ્થિત થયા હોય એ જ સંભવી શકે. અર્થાત્ અલગ-અલગ શક્તિથી જે ઉપસ્થિત થયા હોય તે જ સંભવી શકે. આવા અભિપ્રાયથી જ ગ્રંથકારે ટબામાં “અનઈ ૨ નયના અર્થ મુખ્યપણઈ તો ભિન્નોક્તિ જ કહવા ઘટઈ” ઈત્યાદિ કહ્યું છે....
આ અંગેની યુક્તિઓ શાસ્ત્રાન્તરથી જાણવી. આમ યુગપત ઉભયનયની અર્પણાથી વિચારીએ તો કોઈપણ શબ્દ ભેદ-અભેદ બન્નેને મુખ્યવૃત્તિથી એક જ વારમાં જણાવી શકે એવો ન હોવાથી દ્રિવાળે એવ. એ જ કહેવાનું રહે છે.
શંકા - ગ્રન્થકારે પહેલાં અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કહી એમાં ચાવવા મેવ એ ત્રીજાભંગ તરીકે કહેલ, તો અહીં કેમ ચોથાભંગ તરીકે કહેલ છે ?
સમાધાન - ચાદ્દવારા મેવ આ ભંગ સમ્મતિતર્કમાં ત્રીજો કહેલ છે અને પ્રમાણનયતત્ત્વાલકાલંકાર વગેરેમાં ચોથો કહેલ છે. આ બન્ને આમ્નાય માન્ય છે એવું સૂચિત કરવા માટે આમ કહેલ છે, એમ વિચારી શકાય છે. એ ૫૧ ||
ગાથાર્થ - પ્રથમ પર્યાયાર્થિની કલ્પના.. ને ઉત્તર=પછી યુગપત્ ઉભયની વિવક્ષા કરવામાં આવે ત્યારે સ્વાત્કાર લગાવીને ભિન્ન-અવાચ્ય' તે વસ્તુ કહેવી જોઈએ. I૪-૧૨ા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org