________________
૧૪૪
ઢાળ-૪ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એકોક્તિ ચંદ્ર સૂર્ય કહઈ, પણ ભિન્નોક્તિ ન કહી શકઈ. અનઈ ૨ નયના અર્થ મુખ્યપણાં તો ભિન્નોક્તિ જ કહવા ઘટઈ. ઈત્યાદિક યુક્તિ શાસ્ત્રાન્તરથી જાણવી. . ૪-૧૧ / એક શક્તિથી સૂર્યત્વેન સૂર્યને અને બીજી શક્તિથી ચન્દ્રત્વેન ચન્દ્રને જણાવતો હોય તો તો એકવાર ઉચ્ચારાયેલો “પુષ્પદંત' શબ્દ પ્રકરણાનુસારે ક્યાં તો સૂર્યને જણાવી શકશે ને ક્યાં તો ચન્દ્રને જણાવી શકશે.. પણ બન્નેને જણાવી નહીં શકે...
શંકા - પણ પ્રકરણ વગેરે એવા હોય કે જેથી બન્નેની સંભાવના સંભવિત હોય તો તો બન્નેને જણાવી શકે ને ?
સમાધાન - તો તો બેમાંથી એકેયનો નિર્ણયાત્મક બોધ નહીં થઈ શકે. મન ડોલાયમાન જ રહે. જેમ કે “હરિ' શબ્દ વાપર્યો હોય.... અને પ્રકરણ વગેરે એવા હોય કે જેથી કૃષ્ણની ને ઇન્દ્રની.. બન્નેની સંભાવના રહ્યા કરતી હોય.. એવો કોઈ વિનિગમક મળે જ નહીં કે જે બેમાંથી એકનો અસંદિગ્ધ નિર્ણય કરાવી શકે તો અહીં કૃષ્ણની વાત હશે કે ઇન્દ્રની ? આ સંદેહ રહ્યા જ કરે છે. એમ પ્રસ્તુતમાં પણ અહીં ચંદ્રની વાત હશે કે સૂર્યની ? એમ સંદેહ જ રહેશે, સૂર્ય - ચન્દ્ર બન્નેનો નિર્ણય નહીં જ થાય.
પણ અનુભવ તો એવો છે કે “પુષ્પદંત' શબ્દ સાંભળવાથી સૂર્ય-ચન્દ્ર બન્નેનો અસંદિગ્ધ બોધ જ થાય છે. માટે જણાય છે કે એ શબ્દ બે અલગ-અલગ શક્તિથી સૂર્યચન્દ્રને જણાવતો નથી, પણ એક જ શક્તિથી બોધ કરાવે છે. અને એક જ શક્તિથી બોધ માનવાનો છે એટલે સૂર્યત્વેન સૂર્યનો બોધ માની શકાતો નથી, કારણ કે તો ચન્દ્રની ઉપસ્થિતિ થઈ ન શકે.. એમ ચન્દ્રત્વેન પણ ન માની શકાય, કારણ કે તો સૂર્યની ઉપસ્થિતિ થઈ ન શકે. એટલે એવું માનવું પડે છે કે “પુષ્પદંત' શબ્દની સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન સૂર્ય-ચન્દ્ર બન્નેમાં શક્તિ રહેલી છે. અર્થાત્ એ સૂર્ય-ચન્દ્રને જે જણાવે છે તે સૂર્યત્વેન કે ચન્દ્રત્વેન નહીં. પણ સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન...
એમ પ્રસ્તુતમાં ધારો કે આપણે “ગ' શબ્દનો સંકેત ભેદ-અભેદ બન્નેમાં કરીએ તો એ શબ્દ એક જ વારમાં બન્નેને ઉપસ્થિત કરાવી શકશે. પણ એ ભેદવેન કે અભેદત્યેન નહીં, પણ ભેદ-અભેદઉભયત્વેન, અને તો પછી એ ઉપસ્થિત થયેલો ભેદ પર્યાયાર્થિકનયનો વિષય છે. અને અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, એમ કહી નહીં શકાય. કારણ કે પર્યાયાર્થિકનય તો ભેદત્વેન જ ભેદને જ એ છે, ભેદ-અભેદઉભયત્વેન નહીં... તે પણ એટલા માટે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી મુખ્યરૂપે અભેદ ક્યારેય જણાતો જ નથી.. તો ભેદઅભેદ ઉભયત્વ પણ જણાઈ શકતું નથી જ. ને એ જણાઈ શકતું નથી તો એને આગળ કરીને કોઈ જ પદાર્થ ઉપસ્થિત થઈ શકે નહીં. જેમ કે જે, ઘડામાં રહેલા મૃન્મયત્વને જાણે છે પણ ઘટત્વને જાણતો નથી એ માણસ ઘડાનો મૃન્મયત્વેન બોધ કરી શકશે. પણ ઘટવેન નહીં કરી શકે. અજ્ઞાત-અપ્રસિદ્ધ ધર્મથી પણ જો પદાર્થનો બોધ થઈ શકતો હોય તો તો આપણે સર્વજ્ઞ જ બની જઈએ. એ શી રીતે ? આ રીતે - ઘટત, મૃન્મયત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org