________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧૧
૧૪૩
ટબો - જો એકવાર ૨ નયના અર્થ વિવક્ષિઇ. તો તે અવાચ્ય લહિઇ. જે માર્ટિએક શબ્દઇ એક વારઇ ૨ અર્થ ન કહીયા જાઇ. “સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ (અર્થ) કહઇ. પણિ ૨ રૂપ (અર્થ) સ્પષ્ટ ન કહી શકઇ” પુષ્પદંતાદિક શબ્દ પણિ
ગાથાર્થ જો એક સાથે બન્ને નયને ગ્રહણ કરવામાં આવે તો તે અવાચ્ય જણાય છે, કારણ કે એક શબ્દથી એક જ વારમાં બે અર્થ કહી શકાતા નથી. || ૪-૧૧ ||
વિવેચન - જો બન્ને નયની એક સાથે અર્પણા ક૨વામાં આવે... અર્થાત્ બન્ને નયની દૃષ્ટિથી એકસાથે જોવામાં આવે તો દ્રવ્ય-ગુણ-પર્યાયને પરસ્પર ભિન્ન પણ કહી શકાતા નથી ને પરસ્પર અભિન્ન પણ કહી શકાતા નથી... કારણ કે પરસ્પર ભિન્ન કહીએ તો દ્રવ્યાર્થિકનયને અન્યાય થાય છે ને પરસ્પર અભિન્ન કહીએ તો પર્યાયાર્થિકનયની ગૌણતા થઈ જાય છે...
શંકા પણ બન્ને જ કહીએ તો=પરસ્પર ભિન્ન પણ છે ને અભિન્ન પણ છે... એમ જ કહીએ તો ?
.
સમાધાન તો એમાં ક્રમશઃ ઉલ્લેખ થતો હોવાથી ત્રીજા ભંગમાં સમાવેશ થઈ જશે... આપણે તો બન્ને એક સાથે ઉલ્લેખ થઈ જાય એ રીતે કથન કરવું છે... ને એ રીતે એકસાથે જ એક જ શબ્દથી બન્ને જણાઈ જાય એવો કોઈ શબ્દ મળતો નથી... માટે ‘અવાચ્ય' કહેવા સિવાય છૂટકો નથી.
શંકા
પણ એના કરતાં કોઈપણ એક શબ્દ લઈને એનો સંકેતવિશેષ દ્વારા ભેદ અને અભેદ એવો અર્થ નિશ્ચિત કરીએ તો એ એક જ શબ્દ એક જ વાર બોલવા છતાં બન્ને અર્થ જણાવી દેશે ને !
-
-
સમાધાન સંકેતિત શબ્દ પણિ... સંકેત કરાયેલો શબ્દ પણ એનો જેમાં સંકેત
હોય એને ઉપસ્થિત ક૨શે, પણ બન્ને અર્થને સ્પષ્ટરૂપે કહી શકતો નથી.
Jain Education International
-
શંકા - પણ જેમ ‘પુષ્પદંત' વગેરે શબ્દોની ચન્દ્ર-સૂર્યમાં શક્તિ હોવાથી એ બન્નેને આ શબ્દ ઉપસ્થિત કરે છે. એમ પ્રસ્તુતમાં પણ કોઈ (ધારો કે અ નામનો) શબ્દ લીધો, એનો સંકેત કર્યો તો એ પણ ભેદ-અભેદ બન્નેને જણાવી શકશે જ ને.
સમાધાન પુષ્પદંત વગેરે શબ્દો સૂર્ય-ચન્દ્રને જણાવે છે... પણ એ એકોક્સિં જણાવે છે, પણ ભિશોક્તિ જણાવતા નથી... અર્થાત્ એક શક્તિથી જણાવે છે... પણ બે શક્તિથી બન્નેને સ્વતંત્રરૂપે જણાવતા નથી. આશય એ છે કે જેમ ‘હરિ' શબ્દ કૃષ્ણત્વેન કૃષ્ણને જણાવે છે... ને ઇન્દ્રત્યેન ઇન્દ્રને જણાવે છે... પણ એકવાર જો ‘હરિ' શબ્દ વપરાયો હોય તો એ પ્રકરણને અનુસરીને ક્યાં તો કૃષ્ણને જણાવશે ને ક્યાં તો ઇન્દ્રને જણાવશે... પણ બન્નેને જણાવી શકતો નથી. એ જ રીતે ‘પુષ્પદંત' શબ્દની શક્તિ સૂર્ય અને ચન્દ્ર બન્નેમાં છે. પણ જો એ શક્તિ અલગ-અલગ હોય... ને તેથી ‘પુષ્પદંત' શબ્દ
For Private & Personal Use Only
www.jainelibrary.org