________________
૧૪૨
ઢાળ-૪ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પર્યાયરથ ભિન્ન વસ્તુ છઇ, દ્રવ્યારથઈ અભિન્નો રે, ક્રમાં ઉભય નય જો અર્પજઈ, તો ભિન્ન નઈ અભિન્નો રે / ૪-૧૦ ||
ટબો - હવઈ એ સપ્તભંગી ભેદભેદમાં જોડાઈ છU - પર્યાયાથે નયથી સર્વ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય, લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઇ ૧. દ્રવ્યર્થ નથી કથંચિ અભિન્ન જ છે. જે માર્ટિ ગુણ પર્યાય દ્રવ્યના જ આવિર્ભાવ તિરોભાવ છઈ ૨. અનુક્રમાં જો ૨ નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક અપઇ, તો કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન કહિએ ૩. ૪-૧૦ || જો એકદા ઉભય નય ગહિછે, તો અવાચ્ય તે લહિદે રે એકઈ શબ્દઇ એક જ વારઈ, દોઈ અર્થ નવિ કહિછે રે ૪-૧૧ | એકપણ ભંગમાં સમાવેશ ન પામતો હોય એવો પ્રશ્ન ક્યારેય કોઈને પણ ઉઠવાની સંભાવના જ નથી. આમ પ્રશ્નો સાત પ્રકારના હોય છે, માટે ઉત્તર પણ સાત પ્રકારના હોય છે... માટે સપ્તભંગી જ હોય છે. નાધિક ભંગ હોતા નથી... એવું જ્ઞાનીઓ નિઃશંકપણે કહે છે. || ૪૯ |
ગાથાર્થ – પર્યાયાર્થિકનયાનુસારે વસ્તુ ભિન્ન છે. દ્રવ્યાર્થિકનયાનુસાર અભિન્ન છે. જો બન્ને નયને ક્રમશઃ અર્પિત કરવામાં આવે તો ભિન્ન ને અભિન્ન છે. || ૪-૧૦ ||
વિવેચન – હવઈ એ સપ્તભંગી.. પૂર્વની ગાથામાં અસ્તિ-નાસ્તિની સપ્તભંગી કહી. હવે ભેદ-અભેદની સપ્તભંગી કહેવી છે. એમાંના પ્રથમ ત્રણ ભંગ આ ગાથામાં દર્શાવ્યા છે.
સર્વપદાર્થો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. એ આપણે આગળ જોઈ ગયા છીએ. આ દ્રવ્યગુણ અને પર્યાયના લક્ષણ અલગ અલગ છે. માટે આ ત્રણે પરસ્પર કથંચિ (સ્યા) ભિન્ન જ છે એમ પર્યાયાર્થિક નય કહે છે.... જ્યારે દ્રવ્યાર્થિકનય એમ કહે છે કે આ ત્રણે પરસ્પર કથંચિત્ અભિન્ન જ છે. કારણ કે ગુણ-પર્યાય એ કોઈ નવી ઉત્પન્ન થનાર વસ્તુ નથી... પૂર્વે એ યોગ્યતારૂપે-તિરોભૂતપણે દ્રવ્યમાં રહેલ. ને પછી આવિર્ભૂત થાય છે.. આમ દ્રવ્યના જ આવિર્ભાવ-તિરોભાવરૂપ હોવાથી એ દ્રવ્યસ્વરૂપ જ છે. જેમ સાપનું કુંડલાકારપણું કે વિસ્તૃતફેણવાળાપણું સાપથી કાંઈ અલગ-અલગ નથી.
ટૂંકમાં પર્યાયાર્થિક દ્રવ્યાદિ ત્રણ પરસ્પર ભિન્ન છે, દ્રવ્યાર્થિકનયે પરસ્પર અભિન્ન છે એટલે ભેદ-અભેદની સપ્તભંગી થાય છે.
પર્યાયાર્થિકનયની અર્પણ કરવામાં આવે તો સ્વાદ્ધિસમેવ.. દ્રવ્યાર્થિકનયની અર્પણ કરવામાં આવે તો ચોમિક્સમેવ... બન્ને નયની ક્રમશઃ અર્પણ કરવામાં આવે તો સિમેવ-સામગ્નમેવ... // ૫૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org