________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગીથી-૯
૧૪૧ એક ભંગ થાય છે. એટલે કુલ ૭ ભંગ થાય છે. આમાં એક-“સ્વરૂપનો પ્રશ્ન... બે “સ્વરૂપનો પ્રશ્ન... વગેરે કે એક “પર'રૂપનો પ્રશ્ન.. બે “પ૨'રૂપનો પ્રશ્ન.... વગેરે રૂપે પ્રશ્રોની વિવિધતા વધી શકે છે, પણ આપણે જોઈ ગયા છીએ કે પ્રજ્ઞાપક તો બધા “સ્વરૂપોને, બધા “પર”રૂપોને અને બધા “ઉભય'રૂપોને ભેગા કરીને એક-એક સ્વ-પર કે ઉભયરૂપ જ સમજીને જવાબ આપે છે... ને તેથી એક-અનેકના કારણે ભંગ વધી શકતા નથી... એમ, ક્રમ-ઉત્ક્રમાદિના કારણે પણ ભંગ વધતા નથી, કારણ કે ચોથા વગેરે ભંગની વિવક્ષામાં ક્રમ-ઉત્ક્રમાદિની વિવક્ષા નથી. અર્થાત્ ઘડો મૃન્મય છે? શ્યામ છે? આવા પ્રશ્નના જવાબમાં છે અને નથી' એમ જે કહેવાય છે અને “ઘડો શ્યામ છે? મૃન્મય છે?” એવા પ્રશ્નના જવાબમાં “નથી અને છે' એમ જે કહેવાય છે એનો એક જ ભંગ ગણાય છે, અલગ-અલગ નહીં. અથવા, પ્રશ્નકારે ભલે ગમે તે ક્રમે પ્રશ્ન પૂછયો હોય, પ્રજ્ઞાપક એને સ્વ-પર-ઉભય... આ ક્રમને કલ્પીને એ જ ક્રમે ઉત્તર આપે છે. એટલે કે ધારો કે ઘડો શ્યામ છે? મૃન્મય ચોરસ છે? ભૂમિસ્થ છે? આ ક્રમે પૂછાયો હોય તો પણ પ્રજ્ઞાપક “સ્યાત્ ભૂમિસ્થ છે જ, શ્યામ નથી જ, અવાચ્ય જ’ આ જ ક્રમે જવાબ આપે છે. માટે ક્રમોત્ક્રમાદિના કારણે પણ ભંગ સંખ્યા વધતી નથી. આમ, . એક કે અનેક માત્ર “સ્વરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો પ્રથમ ભંગ... . એક કે અનેક માત્ર પર’રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો બીજો ભંગ...
એક કે અનેક સ્વરૂપ અને એક કે અનેક “પર”રૂપના યુગપતુ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો ત્રીજો ભંગ.. એક કે અનેક સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો અને એક કે અનેક ‘પર'રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો ચોથો ભંગ.. એક કે અનેક “સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક “પર”રૂપના યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો પાંચમો ભંગ. એક કે અનેક “પર”રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક ‘પ૨'રૂપના યુગપતું એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો છઠ્ઠો ભંગ. એક કે અનેક સ્વરૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો, એક કે અનેક “પર”રૂપના સ્વતંત્ર ઉલ્લેખવાળો તથા એક કે અનેક “સ્વરૂપ + એક કે અનેક “પર”રૂપના યુગપત્ એક કે અનેક ઉલ્લેખવાળો પ્રશ્ન હોય તો સાતમો ભંગ.
ટૂંકમાં, સ્વ, પર, ઉભય... આ એક સંયોગી પ્રથમ ત્રણ ભંગ છે. સ્વ-પર, સ્વ-ઉભય, પર-ઉભયઆ બ્રિકસંયોગી પછીના ત્રણ ભંગ છે.. અને સ્વ-પર-ઉભય. આ ત્રિકસંયોગી છેલ્લો એક ભંગ છે.
પ્રયોજનને અનુસરીને થતી જિજ્ઞાસાઓ(પ્રશ્નો)નો વિચાર કરવામાં આવે તો એ દરેકનો આ સાતમાંથી જ કોઈક ને કોઈક ભંગમાં સમાવેશ થતો હોય છે... આમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org