________________
૧૪૦
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૭. એક અંશ સ્વરૂપઈ, એક (અંશ) પરરૂપો, એક (અંશ) યુગપત્ ઉભયરૂપો વિવલીધું. તિવારઈ-છો, નથી, કંઈ અવાચ્ય ૪-૯ .
પર-સ્વપરઉભય-સ્વપરઉભયરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન છે....) તો પ્રજ્ઞાપક આ પ્રશ્નને ઘડો રક્ત-સુવર્ણમય છે? અમદાવાદી ચોરસ લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવા પ્રશ્નરૂપે બનાવીને “નથી અને અવાચ્ય” આવો જ જવાબ આપે છે, કારણ કે આટલા જ જવાબથી પ્રશ્નકર્તાને યથાર્થ બોધ થઈ જાય છે... અને નહીંતર આના પણ પાર વિનાના ભંગ ઊભા થઇ શકે છે...
હવે “છે-નથી અને અવાચ્ય' એવો છેલ્લો સાતમો ભંગ.
એક પ્રયોજન એવું ઊભું થયું છે જે મૃન્મયઘડાથી સરી શકે એવું છે, બીજું એક પ્રયોજન એવું ઊભું થયું છે જે રક્તઘડાથી સરી શકે એવું છે ને ત્રીજું એક પ્રયોજન એવું ઊભું થયું છે જે અમદાવાદી ચોરસઘડાથી સરી શકે એવું છે. આવા અવસરે “ઘડો મૃત્મય છે? રક્ત છે? અમદાવાદી ચોરસ છે?” આવો પ્રશ્ન ઊભો થાય છે. જેમાં એક “સ્વરૂપનો, એક “પર”રૂપનો અને એક સ્વ-પર ઉભયરૂપનો ઉલ્લેખ છે. એટલે પ્રજ્ઞાપક “દ્રિત્યેવ, યાત્રીત્યેવ, દ્રિવાળે એવ' (ઘડો મૃત્મય છે, રક્ત નથી અને અવાચ્ય છે) આવો જવાબ આપે છે.
આ ભંગમાં પણ જુદા-જુદા અનેક સ્વરૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એનો ભેગો એક ઉલ્લેખ કરી દે છે. એ રીતે પરરૂપોનો એક ભેગો ઉલ્લેખ અને યુગપત્ ઉભયરૂપોનો એક ભેગો ઉલ્લેખ કરીને પ્રશ્ન બનાવે છે. જેમ કે ઘડો મૃન્મય છે? ભૂમિસ્થ છે? રક્ત છે? બહુ નાનો છે? અમદાવાદી ચોરસ છે? લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવો પ્રશ્ન હોય. અર્થાત્ સ્વ-સ્વ-પર-પર-સ્વપ૨ઉભય-સ્વપ૨ઉભયરૂપના ઉલ્લેખવાળો હોય. તો પ્રજ્ઞાપક એને “ઘડો મૃન્મયભૂમિસ્થ છે? બહુ નાનો રક્ત છે? અમદાવાદી ચોરસ લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે?” આવો બનાવીને “છે-નથી ને અવાચ્ય” આટલો જ જવાબ આપે છે. કારણ કે આટલા જ જવાબથી પ્રશ્નકર્તાને આવશ્યક યથાર્થ બોધ થઈ જ જાય છે. નહીંતર, આ ભંગમાં પણ અનેક ભંગ થઈ જવાની આપત્તિ આવે.
આમ સાત ભંગનું નિરૂપણ જોયું. આમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈપણ પદાર્થના અસ્તિત્વ અંગે જ્યારે પ્રશ્ન ઉઠે ત્યારે એ “આ ઘડો છે?” “એ માટીનો છે?” “એ રક્ત છે? આવા બધા “સ્વરૂપના ઉલ્લેખવાળો હોય અથવા “એ સુવર્ણનો છે?” “શ્યામ છે?” વગેરે રૂપે “પર”રૂપના ઉલ્લેખવાળો હોય કે “એ મૃન્મયશ્યામ છે?” “વેદિકાસ્થવૃત્ત છે?” વગેરે રૂપે સ્વ-પર ઉભયરૂપના ઉલ્લેખવાળો હોય... આમ, સ્વ-પર કે ઉભયરૂપના ઉલ્લેખ સિવાયના અન્ય કોઈ જ ઉલ્લેખ ક્યારેય પણ શક્ય હોતો જ નથી. હવે, આ સ્વ, પર અને ઉભય. આ ત્રણ પદના એક સંયોગી ત્રણ ભંગ, દ્ધિક સંયોગી ત્રણ ભંગ અને ત્રિકસંયોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org