________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯
૧૩૯ ૫. એક અંશ સ્વરૂપઈ, એક અંશ-યુગપ-ઉભયરૂપઈ વિવક્ષીઈ, તિ વારઈ-છઇ, અનઈ અવાચ્યઃ ૬. એક અંશ પરરૂપઈ, એક અંશ-યુગપ-ઉભયરૂપઈ વિવક્ષીઇ, તિ વારઈ-નથી નઈ અવાચ્યઃ
માટે, પ્રશ્નકર્તાએ જો “સ્વરૂપ અને પર'રૂપનો અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોય તો પ્રજ્ઞાપક એ બેનો ભેગો ઉલ્લેખ કરીને જવાબ આપે એ ઉચિત નથી.... ને તેથી બન્નેને અલગઅલગ રાખવા જ યોગ્ય હોવાથી જવાબમાં ચોથો “છે અને નથી' એવો ભંગ મળે છે, એ નિઃશંક છે.
હવે, પાંચમો ભંગ છે અને અવાચ્યઃ એક અંશ સ્વરૂપમાં...
એક પ્રયોજન એવું ઊભું થયું છે કે જે મૃન્મયઘડાથી સરી શકે અને એક પ્રયોજન એવું ઊભું થયું છે જે અમદાવાદી ચોરસ ઘડાથી સરી શકે. એટલે એવો પ્રશ્ન નિર્માણ થાય છે જેમાં એક “સ્વરૂપનો ઉલ્લેખ છે ને બીજો “સ્વ-પરરૂપનો ભેગો-યુગપત્ ઉલ્લેખ છે... અર્થાત્ “ઘડો મૃત્મય છે? અમદાવાદી ચોરસ છે? આવો પ્રશ્ન નિર્માણ થયો છે. એટલે પ્રજ્ઞાપક ચાર્ક્સવ-ચાવવામેવ (‘ઘડો મૃત્મય છે અને અવાચ્ય છે') આવો જવાબ આપે છે...
આ ભંગમાં પણ જુદા-જુદા અનેક “સ્વરૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એ બધાનો ભેગો ઉલ્લેખ સમજી લે છે... તથા યુગપત ઉભયરૂપના અનેક ઉલ્લેખ હોય તો એ બધાનો પણ ભેગો ઉલ્લેખ સમજી લે છે. (જેમકે ઘડો મૃત્મય છે? શ્યામ છે? અમદાવાદી ચોરસ છે? લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવો પ્રશ્ન છે. અર્થાત્ સ્વ-સ્વ-સ્વપર ઉભયસ્વપરઉભયરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન છે....) તો પ્રજ્ઞાપક આ પ્રશ્નને ઘડો મૃન્મયશ્યામ છે? અમદાવાદી ચોરસ લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવા પ્રશ્નરૂપે બનાવીને છે અને અવાચ્ય” આવો જ જવાબ આપે છે. કારણ કે આટલા જ જવાબથી પ્રશ્નકર્તાને યથાર્થ બોધ થઈ જાય છે અને નહીંતર આના પણ પાર વિનાના ભંગ ઊભા થઈ શકે છે.
હવે નથી અને અવાચ્ય” એવો છઠ્ઠો ભંગ - એક અંશ પરરૂપઈ...
એક પ્રયોજન એવું ઊભું થયું છે જે રક્તઘડાથી સરી શકે એવું છે ને એક પ્રયોજન એવું ઊભું થયું છે કે જે અમદાવાદી ચોરસ ઘડાથી સરી શકે એવું છે. આવા અવસરે ઘડો રક્ત છે ? અમદાવાદી ચોરસ છે ?” આવો પ્રશ્ન ઊભો થાય છે જેમાં એક “પર”રૂપનો ઉલ્લેખ છે ને બીજો “સ્વ-પર' રૂપનો ભેગો-યુગપત્ ઉલ્લેખ છે. એટલે પ્રજ્ઞાપક સીફ્લેવસ્વાદવાળે ૩૬ (ઘડો ૨ક્ત નથી અને અવાચ્ય છે) આવો જવાબ આપે છે.
આ ભંગમાં પણ જુદા-જુદા અનેક “પર”રૂપોનો સ્વતંત્ર ઉલ્લેખ હોય તો પ્રજ્ઞાપક એ બધાનો ભેગો ઉલ્લેખ સમજી લે છે... તથા યુગપત્ ઉભયરૂપના અનેક ઉલ્લેખ હોય તો એ બધાનો પણ ભેગો ઉલ્લેખ સમજી લે છે. (જેમ કે ઘડો રક્ત છે? સુવર્ણમય છે? અમદાવાદી ચોરસ છે? લીસી સપાટીવાળો ગ્રીષ્મઋતુજ છે? આવો પ્રશ્ન છે. અર્થાત્ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org