________________
ઢાળ૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
પ્રશ્ન - પ્રશ્નકર્તાનો બધા ‘સ્વ’રૂપોને ભેગા કરવાનો અભિપ્રાય ન હોય... ને તેથી એણે બધાને અલગ - અલગ જ પૂછ્યા હોય (જેમ કે ઘડો મૃન્મય છે ? અમદાવાદી છે?) તો પણ એનો ભેગો ઉલ્લેખ કરી શકાય... એમ ‘પર’રૂપોને પણ, પ્રશ્નકર્તાએ અલગ-અલગ ઉલ્લેખ કર્યો હોય છતાં ભેગા કરી શકાય... તો, ભલે ને પ્રશ્નકર્તાએ પ્રશ્નમાં ‘સ્વ’‘પર’રૂપોને ભેગા કર્યા ન હોય... પ્રજ્ઞાપક ભેગા કરીને જવાબ આપે તો શું વાંધો છે ?
૧૩૮
ઉત્તર - ઉત્તર બદલાઈ જવો ને તેથી પ્રશ્નકર્તાની જિજ્ઞાસા યથાર્થ રીતે ન સંતોષાવી એ વાંધો છે... ઘડો મૃન્મય છે? અમદાવાદી છે? આ બે ‘સ્વ’રૂપોને ભેગા કર્યા વગર અલગ અલગ છે-છે જવાબ આપવામાં આવે કે ‘ઘડો મૃન્મય અમદાવાદી છે ?' એમ ભેગો ઉલ્લેખ કરી છે' એટલો જ જવાબ આપવામાં આવે તો પ્રશ્નકર્તાને કશો ફરક પડતો નથી... ઘડો મૃન્મય પણ છે ને અમદાવાદી પણ છે... ને તેથી મૃન્મયઘડાનું પ્રયોજન અને અમદાવાદી ઘડાનું પ્રયોજન અધિકૃત ઘડાથી સરી શકે છે... આવો બોધ બન્ને રીતે (બે સ્વરૂપોને ભેગા કરીને કે ભેગા કર્યા વગર...) અન્ય્નાધિકપણે મળી જ શકે છે... એ જ રીતે ઘડો વાપીયો છે? ચોરસ છે? આ બે ‘પર’રૂપોને ભેગા કર્યા વગર અલગ-અલગ ‘નથી-નથી' જવાબ આપવામાં આવે કે ઘડો વાપીયો ચોરસ છે?” -એમ ભેગો ઉલ્લેખ કરીને ‘નથી' એટલો જ જવાબ આપવામાં આવે તો પ્રશ્નકર્તાને કશો ફરક પડતો નથી...બન્ને રીતમાં, ઘડો વાપીયો પણ નથી ને ચોરસ પણ નથી...ને તેથી વાપીયા ઘડાનું પ્રયોજન અને ચોરસ ઘડાનું પ્રયોજન અધિકૃતઘડાથી સરી શકવાનું નથી, આવો બોધ અન્ય્નાધિકપણે થઈ જ શકે છે.
પણ આવું સ્વરૂપ-પરૂપને ભેગા કરવામાં થઈ શકતું નથી. આશય એ છે કે પ્રશ્નકર્તાને બે પ્રયોજન ઊભા થયા છે... એક અમદાવાદી ઘડાનું પ્રયોજન ઊભું થયું છે ને બીજું ચોરસ ઘડાનું... ને તેથી પોતે, ઘડો અમદાવાદી છે? ચોરસ છે? એમ બે અલગ-અલગ ઉલ્લેખવાળો પ્રશ્ન પૂછ્યો છે... પ્રજ્ઞાપક આના જવાબમાં જો ‘છે અને નથી' એમ કહે તો (અર્થાત્ પ્રશ્નમાં રહેલા સ્વ-પરૂપને ભેગા કર્યા વગર અલગઅલગ રાખીને જ તદનુસાર જવાબ આપે તો) પ્રશ્નકર્તાને ઘડો અમદાવાદી છે પણ ચોરસ નથી...' એવો બોધ ને તેથી ‘અધિકૃતઘડાથી અમદાવાદી ઘડાનું પ્રયોજન સરી શકશે પણ ચોરસ ઘડાનું પ્રયોજન નહીં સરી શકે' એવો બોધ થાય છે, જે એની જિજ્ઞાસાને યથાર્થ રીતે સંતોષી શકે છે.
પરંતુ જો આવા સ્થળે પ્રજ્ઞાપક પોતે સ્વ-પરરૂપના ઉલ્લેખને ભેગા કરીને ઘડો અમદાવાદી ચોરસ છે ?' એ રીતે પ્રશ્નને સમજે તો જવાબમાં ‘સ્થાવવવ્યમેવ' એમ જ કહેવું પડે... જવાબમાં આવું સાંભળવા મળે તો પ્રશ્નકર્તાને... ઘડો અમદાવાદી છે પણ ચોરસ નથી... એનાથી અમદાવાદી ઘડાનું પ્રયોજન સરી શકશે, પણ ચોરસ ઘડાનું પ્રયોજન નહીં સરી શકે...' આવો કશો બોધ થઈ શકે નહીં, એ સ્પષ્ટ છે. એ તો એમ જ સમજી બેસશે કે આમાં કશું કહેવાય એવું નથી...આ બોધ એની જિજ્ઞાસાને ખોટી રીતે સંતોષે છે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org