________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
શંકા પ્રશ્નકર્તાને તો અધિકૃત ઘડાના ‘સ્વ’રૂપ કયા કયા છે ? ને ‘પર’રૂપ કયા કયા છે ? એ ખબર નથી... ને તેથી એ તો પોતાના પ્રશ્નમાં ‘સ્વ’-‘પર' રૂપોનો આડોઅવળો પણ ઉલ્લેખ કરી શકે છે... જેમકે પ્રસ્તુતમાં ઘડો મૃન્મય છે ? ચોરસ છે ? શ્યામ છે ? કર્કશ સપાટીવાળો છે ? અમદાવાદી છે ? આવો પ્રશ્ન ઊઠાવ્યો હોય (અર્થાત્ સ્વપર-સ્વ-પર-સ્વરૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય...) તો પ્રજ્ઞાપક શું કરશે?
ઢાળ-૪ : ગાથા-૯
સમાધાન - તો પણ, પ્રજ્ઞાપક બધા ‘સ્વ’રૂપોને ભેગા કરીને ને પર’રૂપોને ભેગા કરીને ઉ૫૨ મુજબનો જ ‘ઘડો મૃય-અમદાવાદી-શ્યામ છે ? કર્કશસપાટીવાળો ચોરસ છે?” આવો જ પ્રશ્ન બનાવીને છે અને નથી' એમ જ જવાબ આપશે.
૧૩૭
આવું માનવું આવશ્યક છે, કારણ કે આપણા વ્યવહારમાં આવતાં પણ, (તે તે ઘટાદિ પદાર્થના) ઢગલાબંધ ‘સ્વ’રૂપો હોય છે ને ઢગલાબંધ ‘પર’રૂપો હોય છે... એના આડાઅવળા ક્રમે હજારો સંવેધ થાય... છે-નથી, નથી-છે, છે-છે-નથી, છે-નથી- છે, છેનથી-નથી-છે... આવા કેટલા ભંગ માનવાના ? કોઈ આરો જ ન આવે...
વળી, આ રીતે જો બધા ‘સ્વ'રૂપોને ભેગા કરવાની ને ‘પર’રૂપોને ભેગા કરવાની વાત માનવામાં ન આવે તો તો, પ્રથમ ભંગના પણ સેંકડો ભંગ બની જાય... કોઈ પૂછે કે ઘડો અમદાવાદી છે ? મૃન્મય છે ? તો ‘છે-છે' જવાબ આપવો પડે... કોઈ પૂછે કે ઘડો અમદાવાદી છે ? મૃત્મય છે ? વૃત્તાકાર છે ? તો ‘છે-છે-છે' જવાબ આપવો પડે... આમ પ્રથમભંગના ઢગલાબંધ અલગ-અલગ ભંગ થઈ જાય... આ જ રીતે બીજા ‘નથી જ’ ભંગના પણ ‘નથી-નથી', ‘નથી-નથી-નથી' વગેરે ઢગલાબંધ ભંગ થઈ જવાની આપત્તિ આવે... આવું જ ત્રીજા વગે૨ે દરેક ભંગો માટે માનવાનું ઊભું થાય... ને તો પછી ‘સપ્તભંગી' જેવું કાંઈ રહે જ નહીં.
શાસ્ત્રકારોને પણ આવું જ માન્ય છે... એટલે જ આગળના ભાંગાઓમાં એક અંશ સ્વરૂપે... એક અંશ ૫૨રૂપે વગેરે જણાવ્યું છે... પણ અનેક અંશની વાત કરી નથી... એટલે જણાય છે કે જ્યારે પ્રશ્નમાં ‘સ્વ’રૂપના અનેક અંશનો ઉલ્લેખ હોય તો એ બધાને ભેગા કરી એક (મોટો) અંશ બનાવી દેવો અભિપ્રેત છે... આવું જ ‘૫૨'રૂપ માટે છે.
એટલે, બધા ‘સ્વ’રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ... તથા બધા ‘પર’રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ... આવું માનવું આવશ્યક છે ને પછી ઉત્તર છે અને નથી’ આટલો જ જાણવો...
પ્રશ્ન - તો આ રીતે, ‘સ્વ' ને ‘પર' બધા જ રૂપોને ભેગા કરીને એક ઉલ્લેખ કરી નાખવામાં આવે તો?
Jain Education International
ઉત્તર - પ્રશ્નકર્તાનો એવો અભિપ્રાય હોય તો એણે જ બધાને ભેગા કરીને પૂછ્યું હોય... જેમ કે ઘડો અમદાવાદી ચોરસ છે? આવા પ્રશ્નમાં... પણ તો પછી ઉત્તર સ્થાવત્ત વ્યમેવ એવો ત્રીજા ભંગનો આવી જાય, ચોથો ભંગ ન રહી શકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org