________________
૧૩૬
ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ૪. એક અંશ સ્વરૂપઇ, એક અંશ પરરૂપો, તિવારઈ - છઇ-નથી.
હવે “છે ને નથી' એવો ચોથો ભંગ...
એક અંશ સ્વરૂપ છે. અમદાવાદી ઘડાથી સરી શકે એવું એક પ્રયોજન અને ચોરસ ઘડાથી સરી શકે એવું એક પ્રયોજન... આવા બે પ્રયોજનો ઊભા થયા હોય ત્યારે આ ઘડો અમદાવાદી છે ? આ ઘડો ચોરસ છે ?” આવો એક “સ્વરૂપના ઉલ્લેખવાળો અને એક “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થાય છે. આનો જવાબ છે અને નથી'
ફ્લેવ યાજ્યેિવ.. (ઘડો અમદાવાદી છે ને ચોરસ નથી....) આવો હોવો સ્પષ્ટ છે...
આમાં “આ ઘડો ચોરસ છે ? અમદાવાદી છે ? આ રીતે વિપરીતક્રમે પ્રશ્ન ઊઠ્યો હોય અને તેથી “નથી અને છે' આ ક્રમે જવાબ આપવામાં આવે તો પણ એનો આ જ ભંગમાં સમાવેશ જાણવો...
એમ ઘડો શ્યામ છે ? અમદાવાદી છે ? ચોરસ છે ? આવા બે ‘સ્વરૂપના અને એક “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય.. ક્યારેક ઘડો અમદાવાદી છે ? કર્કશ સપાટીવાળો છે ? ચોરસ છે ? આવા એક “સ્વરૂપના ને બે “પર'રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન નિર્માણ થયો હોય.... ક્યારેક ઘડો શ્યામ છે ? અમદાવાદી છે ? કર્કશ સપાટીવાળો છે ? ચોરસ છે ? આવો બે “સ્વરૂપના ઉલ્લેખવાળો ને બે “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન ઊભો થયો હોય... આવા બધા પ્રશ્નોને ક્રમશઃ “સ્વરૂપના ને “પર”રૂપના ઉલ્લેખવાળો સમજીને “છે અને નથી' એવો જ, આ જ ભગવાળો ઉત્તર જાણવો..
આમ માત્ર બબ્બે સ્વરૂપના ને “પર'રૂપના ઉલ્લેખવાળો જ નહીં... ગમે એટલા સ્વરૂપના અને ગમે એટલા “પર”રૂપના ઉલ્લેખવાળો પ્રશ્ન હોય. જવાબ છે અને નથી” આ જ જાણવો... કારણ કે છે-છે-છે. આવું અનેકવાર બોલવાનો કે નથી-નથી-નથી... આવું અનેકવાર બોલવાનો કશો મતલબ નથી.. છે અને નથી” આટલા ઉત્તરમાં જ બધું આવી જાય છે. એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે પ્રજ્ઞાપક આવા સ્થળોમાં જેટલા “સ્વરૂપનો ઉલ્લેખ થયો હોય એ બધાને ભેગા કરીને એક “સ્વરૂપ તરીકે અને એમ જેટલા “પર”રૂપોનો ઉલ્લેખ થયો હોય એ બધાને ભેગા કરીને એક “પર”રૂપ તરીકે ઉલ્લેખ સમજી લે છે ને પછી છે અને નથી' એમ જવાબ આપે છે. જેમકે ઘડો મૃન્મય છે ? અમદાવાદી છે ? શ્યામ છે ? કર્કશસપાટીવાળો છે ? ચોરસ છે ? આવો પ્રશ્ન ઊઠ્યો હોય તો આમાંના પ્રથમ ત્રણ “સ્વરૂપો છે ને છેલ્લા બે “પર' રૂપો છે.... તો પ્રજ્ઞાપક ઘડો મૃન્મયઅમદાવાદી-શ્યામ છે ? કર્કશ સપાટીવાળો ચોરસ છે ? આ રીતે પ્રશ્ન સમજી બધાનો જવાબ આવી જાય એ રીતે “છે અને નથી' એમ જવાબ આપે છે... અર્થાત્ “મૃન્મયઅમદાવાદી-શ્યામ છે જ અને કર્કશ સપાટીવાળો ચોરસ નથી જ' એમ જવાબ આપે.. આ રીતે સર્વત્ર જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org