________________
૧૩૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ પણ જણાશે નહીં. કારણ કે લક્ષણા તો શક્યાર્થસંબંધરૂપ છે. તથા શક્તિથી એ કે પર્યાય જણાતો નથી... એટલે એક શક્તિથી જણાય ને એક લક્ષણાથી આ અભિગમ ઊભો જ રહી શકતો નથી.
શંકા - જે મુખ્ય હોય તે શક્તિથી જણાય અને ગૌણ હોય તે લક્ષણાથી જણાય આમ વિનિગમક માનીએ તો ?
સમાધાન - સ્વ-સ્વસ્થાને “સ્વ” ને “પર” બન્ને પર્યાય મુખ્ય જ છે. એ બેમાં ગૌણમુખ્યભાવ નથી... માટે વિનિગમકાભાવ યથાવસ્થિત જ છે.
શંકા - જે “સ્વ”પર્યાય હોય એને શક્તિથી જાણવાનો.. જે “પર”પર્યાય હોય એને લક્ષણાથી જાણવાનો... આ રીતે લેવામાં શું વાંધો છે ?
સમાધાન - અધિકૃતઘડા માટે “સ્વ”પર્યાય શું છે ? ને “પર”પર્યાય શું છે ? એ ખબર જ યાચે... વગેરે જવાબ પરથી પડવાની હોય છે. જો એ ખબર હોય (અર્થાત્ અમદાવાદીપણું એ અધિકૃતઘડાનો સ્વપર્યાય છે એમ ખબર હોય. એટલે કે અધિકૃત ઘડો અમદાવાદી છે... એમ શ્રોતાને પહેલેથી ખબર જ હોય) તો તો “અધિકૃત ઘડો અમદાવાદી છે કે નહીં ?” વગેરે જિજ્ઞાસા કે પ્રશ્ન ઉદ્ભવે જ શી રીતે ? એટલે શ્રોતાને સ્વ-પર પર્યાયની ખબર ન હોવાથી એને શક્તિથી સ્વપર્યાય જણાશે. ને લક્ષણાથી પરપર્યાય જણાશે... વગેરે કહી શકાતું નથી. ને એટલે આમ વૃત્તિદ્વયથી એક જ શબ્દથી બન્ને જણાઈ જાય એમ કહી ન શકાવાથી “અવાચ્ય” એવો જવાબ જ ઉચિત ઠરે છે.
એટલે નિશ્ચિત થયું કે જ્યારે પ્રશ્ન એવી રીતે ઉદ્ભવે કે જેથી એમાં એક સ્વપર્યાય ને એક પરપર્યાય... એમ બન્ને સંવલિત થયેલ હોય ત્યારે જવાબમાં ચાવી મેવ... એમ ત્રીજો ભંગ જ કહેવાનો રહે છે... (અહીં એ ધ્યાનમાં રાખવું કે એક સ્વપર્યાય ને એક પરપર્યાય. આવો જ ઉલ્લેખ છે તે પ્રજ્ઞાપકની અપેક્ષાએ છે. જેમ શ્રીનન્દીસૂત્રમાં અર્થાવગ્રહના નિરૂપણમાં સુપ્તપ્રબોધ દૃષ્ટાન્તમાં હે અમુક ! હે અમુક ! એમ જગાડવામાં આવે ત્યારે કેટલીક વાર પછી “હું” એમ એ જવાબ આપે છે. એટલે જણાય છે કે એને શબ્દને જાણ્યો. આમાં એ સૂતેલા માણસે શબ્દને જામ્યો છેપણ “મને શબ્દ જણાઈ રહ્યો છે' એવી એને કાંઈ ખબર હોતી નથી... માત્ર પ્રજ્ઞાપક જણાવે છે કે એને શબ્દને જાણ્યો... એવું પ્રસ્તુતમાં છે. એક સ્વપર્યાય.. એક પરપર્યાય.... વગેરે ઉલ્લેખ પ્રજ્ઞાપક કરે છે. જિજ્ઞાસુને પ્રશ્નકર્તાને તો કશી ખબર જ નથી. માટે જ એ પૂછી રહ્યો છે કે “આ અમદાવાદી ચોરસ ઘડો છે ?” ઉત્તરદાતા પ્રજ્ઞાપકને ખબર છે કે અધિકૃતઘડામાં અમદાવાદીપણું રહ્યું છે, ચોરસ આકાર છે નહીં. એટલે કે એક સ્વપર્યાય છે ને એક પરપર્યાય છે. ને તેથી પછી એ ચાવીએ ... એમ જવાબ આપે છે.)
આમ, ત્રીજા ભંગનું વિવેચન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org