________________
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
પ્રસ્તુતમાં ‘પ્રસ્તુત ઘડો અમદાવાદી છે ? ને ચોરસ છે ?' એમ બે પ્રશ્નના ક્રમિક ઉલ્લેખવાળો પ્રશ્ન નથી, પણ ‘પ્રસ્તુત ઘડો અમદાવાદીચોરસઘડો છે ?' એમ એક જ અખંડ ઉલ્લેખવાળો પ્રશ્ન છે... ને એટલે જવાબ પણ ક્રમિક ન આપતા એક જ અખંડ આપવો જોઈએ. પણ એ માટે અસ્તિ કે નાસ્તિ એ બેમાંથી કોઈ શબ્દ ઉચિત ઠરતો નથી. એ આપણે વિચારી ગયા છીએ... માટે પ્રશ્નને પૂરેપૂરો ન્યાય આપે એવો કોઈ શબ્દ જવાબ તરીકે કહી શકાતો ન હોવાથી સ્થાવત્તવ્ય વ્... એમ જ કહેવાનું રહે છે. અર્થાત્ અમદાવાદી ચોરસ ઘડો છે? (કે ચોરસ અમદાવાદી ઘડો છે?) આવા પ્રશ્નના સંદર્ભમાં અધિકૃત ઘડાને જણાવી શકે એવો કોઈ એક શબ્દ છે નહીં... માટે એ અવાચ્ય છે. અર્થાત્ અધિકૃતઘડા અંગે ‘આ ઘડો અમદાવાદી ચોરસ ઘડો છે? આવા પ્રશ્નના જવાબમાં નથી હા પાડી શકાતી... નથી ના પાડી શકાતી... કે નથી અન્ય કોઈ શબ્દ કહી શકાતો... માટે
સ્યાદ્બવાવ્ય એવ... એમ જ કહેવાનું બાકી રહે છે.
૧૩૪
શંકા - પ્રસ્તુત ભંગમાં પ્રશ્ન એવો છે કે જેમાં એક ‘સ્વ’રૂપ છે ને અન્ય ‘પર’રૂપ છે... એકની અપેક્ષાએ અધિકૃતઘટમાં અસ્તિત્વ છે, અન્યની અપેક્ષાએ નાસ્તિત્વ છે. ક્રમશઃ આ બન્નેનો ઉલ્લેખ તો ચોથા ભંગમાં છે જ. એક જ શબ્દથી આ બન્નેને એક જ વારમાં કહેવાનો આ ત્રીજા ભંગમાં અભિપ્રાય છે ને એવો એક શબ્દ કોઈ મળતો ન હોવાથી ‘અવાચ્ય’ તમે કહો છો... પણ જેમ આગળ પાંચમી ઢાળની પ્રથમ ગાથામાં જ ગ્રન્થકાર શક્તિ અને લક્ષણા... એમ વૃત્તિદ્વયથી એક જ શબ્દના બે અર્થ (ભેદ અને અભેદ વગેરે) જણાવવાના છે, તો એમ અહીં પણ એક જ શબ્દ દ્વારા અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ બન્ને અર્થ મળી શકે છે ને ?
સમાધાન ૨ પર્યાય એક શબ્દધું... આ ‘સ્વ’-પર' રૂપ બન્ને પર્યાય એક જ શબ્દ દ્વારા મુખ્યરૂપે (= શક્તિ સંબંધથી.) કહી શકાતા નથી જ. આશય એ છે કે અમે યાદ્દવાવ્ય એવ... એમ જે કહ્યું છે તે શક્તિસંબંધને નજરમાં રાખીને જ... એવો કોઈ શબ્દ જ નહીં જે મુખ્યવૃત્તિએ શક્તિ દ્વારા આ બન્ને પર્યાયોને જણાવતો હોય... (અસ્તિત્વ નાસ્તિત્વને જણાવતો હોય...)
-
શંકા - શક્તિ સંબંધનો આવો આગ્રહ રાખવાની શી જરુર છે ? એવો આગ્રહ રાખીને સાવ અવાચ્ય કહેવું એના કરતાં લક્ષણા તો લક્ષણા સહી... શબ્દવાચ્ય કહેવું જ સારું કહેવાય ને?
Jain Education International
=
સમાધાન એક જ શબ્દ દ્વારા શક્તિથી એકનો અને લક્ષણાથી અન્યનો ઉલ્લેખ થાય એમ તમે કહેવા માગો છો... પણ તો પ્રશ્ન આવશે કે શક્તિથી કોણ જણાશે ? સ્વપર્યાય કે પરપર્યાય ? આમાં કોઈ વિનિગમક ન હોવાથી ક્યાં તો બન્ને જણાશે કે ક્યાં તો બેમાંથી એકે નહીં જણાય... બન્ને તો જણાઈ શકતા નથી... એ આપણે વિચારી ગયા છીએ... એટલે બેમાંથી એકે જણાતા નથી એમ જ માનવું પડે... એ જ રીતે લક્ષણાથી
-
For Private & Personal Use Only
www.jainelibrary.org