________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯
૧૩૩ તો પણ કોઈ વિનિગમક ન હોવાથી કયું “સ્વરૂપ ને કયું “પર”રૂપ એ પણ શી રીતે ખબર પડે? એટલે વિનિગમકાભાવ હોવાથી ક્યાં તો બંનેને “સ્વરૂપ માનવા પડે ને ક્યાં તો બંનેને “પર”રૂપ માનવા પડે.. જે બંને ગલત છે.
શંકા : નૈયાયિકે એક નિયમ માનેલો છે - વિશિષ્ટ શુદ્ધનીતિરિતે... વિશિષ્ટ (= વિશેષણયુક્ત પદાર્થ) શુદ્ધ (= વિશેષણશૂન્ય માત્ર વિશેષ્ય) પદાર્થથી ભિન્ન હોતો નથી. (જેમકે તર્જની આંગળી પર લાલ પટ્ટી લગાવવામાં આવે તો લાલ પટ્ટીવાળી તર્જની આંગળી થાય. પણ એટલા માત્રથી એ કાંઈ તર્જની આંગળી કરતાં અલગ થઈ જતી નથી....) એમ પ્રસ્તુતમાં ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદીપણું એ શુદ્ધ અમદાવાદીપણાંરૂપ જ હોવાથી ફ્લેવ એવો જ જવાબ આપી દઈએ તો ?
સમાધાન - તો તો ઘણા પ્રશ્નો નિર્માણ થશે. વૃત્તાકારવિશિષ્ટ અમદાવાદી ઘડો છે? આવા પ્રશ્નના જવાબમાં થયેવ કહેવાયેલું... ને ત્યારે વૃત્તાકાર તથા અમદાવાદીપણું બન્ને સ્વરૂપે સમજાયેલા... એટલે પ્રસ્તુતમાં ચતુષ્કોણાકાર તથા અમદાવાદીપણું... બન્ને “સ્વરૂપે સમજાશે, જે ગલત છે.
અને જો કોઈ અમદાવાદીપણાં વિશિષ્ટ ચતુષ્કોણ ઘડો છે ? એમ પ્રશ્ન પૂછશે ત્યારે, અમદાવાદીપણાં વિશિષ્ટ ચતુષ્કોણાકાર એ શુદ્ધ ચતુષ્કોણાકાર રૂપ જ બનવાથી યાત્રાવ જવાબ આપવાનો રહેશે. જે સાંભળીને શ્રોતાને અમદાવાદીપણું અને ચતુષ્કોણાકાર એ બન્ને પર' રૂપે પ્રતીત થવાની આપત્તિ આવશે, કારણ કે વાપીયાપણાં વિશિષ્ટ ચતુષ્કોણ ઘડો છે? એવા પ્રશ્નના જવાબમાં ચોસીયેવ સાંભળીને વાપીયાપણું અને ચતુષ્કોણાકાર.... એ બન્ને પર”રૂપે પ્રતીત થયેલા હતા
આમ, પ્રસ્તુત અમદાવાદીવૃત્ત ઘડા અંગે, આ અમદાવાદી ચોરસ ઘડો છે ? એવો પ્રશ્ન પૂછાયો હોય (અર્થાત્ એક “સ્વરૂપ અને બીજું પર'રૂપ.... એ બે સંવલિત હોય એ રીતે પ્રશ્ન પૂછાયો હોય) ત્યારે વિયે.. કે યાસીયૅવ... આ બેમાંથી તો કોઈપણ જવાબ કોઈપણ રીતે ઉચિત ઠરતો જ નથી. ને એ બે ઉચિત ઠરતા નથી. માટે જ એ બેના સરવાળારૂપ છે ને નથી' એવા ચોથા ભંગને જણાવનાર દ્રિત્યે-ચીચેવ એવો જવાબ પણ ઉચિત નથી. કારણ કે એવો જવાબ તો “પ્રસ્તુત ઘડે અમદાવાદી છે ? ને ચોરસ છે ?’ આ રીતે ક્રમશઃ બે પ્રશ્નોનો ઉલ્લેખ હોય ત્યારનો છે. (જો પ્રશ્ન આ રીતે પૂછવામાં આવ્યો હોય કે “પ્રસ્તુત ઘડો ચોરસ છે ? ને અમદાવાદી છે ? તો જવાબ યાત્રીચેવ... યેવ - એ રીતે અપાય. પણ આવા જવાબમાં, પ્રશ્નગત ક્રમને અનુસરીને અતિ – નાસ્તિ ના ક્રમનો જ તફાવત છે, બીજો કોઈ તફાવત નથી. માટે એનો પણ ચોથા ભંગમાં જ સમાવેશ હોય છે... નવો સ્વતંત્રભંગ હોતો નથી. નહીંતર તો આગળ પાંચમા વગેરે ભંગમાં પણ ક્રમના ફેરફાર દ્વારા અનેક નવા ભંગ થવાથી સપ્તભંગી ઊભી રહી શકે નહીં...).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org