________________
૧૩ર.
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ વિશેષ્ય (ઘટ) હાજર હોય ત્યારે (ખાલી ઘડો હોય ત્યારે) વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ... અને વિશેષણ-વિશેષ્ય. બેમાંથી એકે ન હોય ત્યારે ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ..
' અર્થાત્ માત્ર વિશેષ્ય ન હોય.. માત્ર વિશેષણ ન હોય... અને બન્ને ન હોય... આ ત્રણે પરિસ્થિતિનો ઉલ્લેખ કર્તવયરો નાસ્તિ... આ જ વાક્ય દ્વારા થાય છે. એટલે જેને જલવદ્યટની અપેક્ષા છે ને તેથી પ્રશ્ન પૂછી રહ્યો છે, એને નત્રવટો વાત કહેવા પર ખરેખર આ ત્રણમાંથી કઈ પરિસ્થિતિ છે ? એનો ખ્યાલ આવી શકે જ નહીં.. ત્રણેની સંભાવના રહેશે. પણ વાસ્તવિકતા શું છે ? એનો નિર્ણય નહીં જ થાય. ને એ નહીં થાય એટલે પોતાની જલવદ્યટની અપેક્ષાની પૂર્તિ માટે પોતે, માત્ર જળ લાવવાની જરૂર છે ? કે માત્ર ઘડો લાવવાની જરૂર છે ? કે બન્ને લાવવાની જરૂર છે ? એનો પણ એને નિર્ણય નહીં થાય..
શંકા : પાણી અને ઘડો બને જ લાવે.. એટલે અપેક્ષાની પૂર્તિ થઈ જ જશે...
સમાધાન : પણ જો ત્યાં ખાલી ઘડો એમ પણ હાજર જ છે, તો વળી નવો એક વધારાનો ઘડો લાવવાનું ગૌરવ શા માટે ? આમ તો તૈયાયિક અત્યંત લાધવપ્રિય છે. પ્રસ્તુતમાં પણ આવું જ છે.
અમદાવાદીવૃત્ત ઘડો એ અધિકૃત ઘડો છે. ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદી ઘડો છે ? આવો પ્રશ્ન ઊઠ્યો છે....
નીચેવ આ જવાબ જો આપવામાં આવે તો શ્રોતાને ત્રણમાંથી કઈ પરિસ્થિતિ હોવાનો નિર્ણય થાય ? માત્ર ચતુષ્કોણાકાર અહીં હાજર નથી એનો... માત્ર અમદાવાદીપણું નથી એનો કે બન્ને નથી એનો ?
આમ તો, ચતુષ્કોણાકાર વિશિષ્ટ વાપીયો ઘડો છે ? આવું પૂર્વે પૂછાયેલું હોય.... ને એના જવાબમાં સ્થાનીયેવ આવું સાંભળવા મળવા પર ચતુષ્કોણાકાર અને વાપીયાપણું. એ બન્ને અધિકૃત ઘડા માટે “પરરૂપ છે. અધિકૃતઘડામાં રહેલ નથી. એમ નિર્ણય થયેલ હતો. એટલે હવે, ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદી ઘડો છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં પણ જો ચાના ફ્લેવ સાંભળવા મળે તો શ્રોતાને, અધિકૃતં ઘટમાં ચતુષ્કોણાકાર અને અમદાવાદીપણું... આ બન્ને નથી એવી જ પ્રતીતિ થાય... આ બને એના માટે પરરૂપ છે. એવી જ પ્રતીતિ થાય. જે પ્રતીતિ ખોટી હોવી સ્પષ્ટ છે.
ચોરસ વાપીયો ઘડો છે ? આવા પ્રશ્નના ઉત્તર તરીકે કહેવાયેલ ચાના એવા જવાબને સાંભળીને ચોરસાકાર અને વાપીયાપણું. બંનેને “પર'રૂપ તરીકે સમજનાર શ્રોતાને, ચોરસ અમદાવાદી ઘડો છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં પણ અન્યૂનાધિકપણે સમાન રીતે રચાનાર્યેવ એમ સાંભળવા મળે, ને છતાં અહીં બેમાંથી એક જ “પરરૂપ છે, બીજું “સ્વરૂપ જ છે. આવું એને જાણવા મળી જાય એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. વળી કદાચ એ જાણવા મળી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org