________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯
૧૩૧
આ જુદા-જુદા અંશસંલગ્ન જુદા-જુદા ધર્મોમાંથી ક્યારેક કોઈક ધર્મસાધ્ય પ્રયોજનનો જીવ અર્થી બન્યો હોય છે તો ક્યારેક અન્ય ધર્મસાધ્ય પ્રયોજનનો અર્થી બન્યો હોય છે.
મૃન્મય, અમદાવાદી, વૃત્તાકાર જે ઘડો આપણી વિચારણાધીન છે... તેની અપેક્ષાએ વિચારીએ તો
અમદાવાદી-માટીના ગોળાકાર ઘડાથી સાધ્ય પ્રયોજનનો અર્થી હોય ત્યારે તો પૂર્વે જણાવ્યા મુજબ એની જિજ્ઞાસાના જવાબમાં સ્થાવસ્યેવ આવો પ્રથમભંગ જ આવવાનો છે... વાપીયાપિત્તળના-ચોરસ ઘડાથી.... (આવા બધા ધર્મયુક્ત ઘડાથી) સાધ્ય પ્રયોજનનો અર્થી હોય ત્યારે એની જિજ્ઞાસાના જવાબમાં સ્થાનાસ્યેવ આવો બીજો ભંગ જ આવવાનો છે.
પણ કોઈક વ્યક્તિને ક્યારેક અમદાવાદી ઘડાનું કામ હોય છે ને વળી ચોરસ ઘડાનું કામ હોય છે... આવા વખતે એને અધિકૃત ઘડો સ્થાવસ્યેવ પણ જણાય છે ને સ્થાનાત્યેવ પણ જણાય છે. એટલે પ્રસ્તુતમાં ગ્રન્થકારે દર્શાવેલો ચોથો ભંગ એની જિજ્ઞાસાને સંતોષવા માટેના ઉત્તરરૂપે પ્રવર્તે છે.
પણ જ્યારે કોઈક વ્યક્તિને અમદાવાદી ચોરસ ઘડાથી સાધ્ય પ્રયોજન ઊભું થયું છે... (અમદાવાદીપણું અને ચતુષ્કોણાકાર... આ બન્ને ધર્મો ભેગા થઈને જે પ્રયોજન સાધી આપે એવું એક વિશિષ્ટ પ્રયોજન ઊભું થયું છે...) એટલે એ તદનુરૂપ જિજ્ઞાસાથી જ્યારે અધિકૃતઘડાને વિચારશે ત્યારે સ્વાસ્યેવ કે મ્યાન્નાસ્યેવ એ બેમાંનો તો એક પણ જવાબ નહીં ઊઠે... પણ સ્થાવત્યેવ-સ્થાનાત્યેવ એવો ઉપર કહેલો ચોથો ભંગ પણ જવાબમાં આવતો નથી... કારણ કે ચોરસ નથી, માટે મ્યાવસ્થેવ કહી શકાતું નથી... અમદાવાદી છે, માટે મ્યાન્નાસ્યેવ કહી શકાતું નથી... અને આ બંને જવાબ નથી કહી શકાતા માટે એ બેના સરવાળારૂપ ચોથો ભંગ પણ કહી શકાતો નથી... માટે આવી જિજ્ઞાસાના સંદર્ભમાં ચાવવòવ્ય એવ... એવો જ જવાબ આપવો પડે છે જે પ્રસ્તુતમાં સપ્તભંગીનો ત્રીજો ભંગ છે.
શંકા : જેમ ખાલી ઘડો હોય ત્યારે પણ, પાણીવાળો ઘડો છે ? આવા પ્રશ્નના જવાબમાં ‘નથી' (નલવાન્ ટો નાસ્તિ) એમ જવાબ અપાય છે... એમ પ્રસ્તુતમાં પણ ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદીપણાની જિજ્ઞાસા છે... ને અધિકૃતઘડામાં અમદાવાદીપણું ભલે છે... પણ ચતુષ્કોણાકાર નથી... માટે ચતુષ્કોણાકાર વિશિષ્ટ અમદાવાદીપણું પણ નથી જ... માટે ‘નથી જ’ એવો (અર્થાત્ સ્થાનાત્યેવ ઘટ: એવો બીજો ભંગ જણાવનાર) જવાબ આપી જ શકાય છે ને?
સમાધાન ઃ ખાલી ઘડો હોય ત્યારે પણ ‘પાણીવાળો ઘડો છે ?” એવા પ્રશ્નના જવાબમાં, લોકવ્યવહારમાં ‘નથી' એમ કહેવાય છે... ને નૈયાયિકને પણ આ જવાબ માન્ય છે... પણ સૂક્ષ્મતાથી વિચારીએ તો જણાય છે કે આ જવાબ બરાબર નથી.
નૈયાયિકની પરિભાષામાં આને વિશિષ્ટાભાવ' કહે છે... આવો વિશિષ્ટાભાવ ત્રણ રીતે મળે છે... માત્ર વિશેષણ (જળ) હાજર હોય ત્યારે વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ, માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org