________________
૧૩૦
ઢાળ-૪ : ગાથા-૯ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સંકલન-સૂચન કરવા “સ્યાદ્ પદ વાપરવાનું હોય છે. માટે, ધારો કે એવો કોઈ પદાર્થ વિશ્વમાં હોય કે જે સર્વપ્રયોજનોને સારવાર હોય.. તો એ પદાર્થનું અસ્તિત્વ “સ્યાઅસ્તિત્વ ન રહેતા સર્વથા અસ્તિત્વ' બની જાય. એટલે કે એના માટે સર્વથાણ્યેવ કહેવાનું રહે..
પણ આવો કોઈ પદાર્થ છે નહીં, માટે સર્વથા સ્લેવ એમ કહી શકાતું નથી. અને જે જે પદાર્થો છે તે બધા અમુક-અમુક પ્રયોજનના જ સંપાદક છેશેષ પ્રયોજનના સંપાદક નથી... માટે દરેક પદાર્થો માટે અમુક ધર્મો “સ્વરૂપ છે, અમુક ધર્મો પરરૂપ છે... ને તેથી દરેક પદાર્થો માટે દ્વિફ્લેવ અને નાયૅવ... આ બન્ને ભંગ કહેવા જ પડે છે. (જે કોઈ જ પ્રયોજનને સારતો ન હોય, અર્થાત્ કોઈ જ ધર્મ જેના “સ્વરૂપ ન હોય આવો કોઈ પદાર્થ પણ આ વિશ્વમાં છે જ નહીં. માટે સર્વથા નાસ્તેવ આવું પણ કોઈ જ પદાર્થ માટે કહી શકાતું નથી... ખપુષ્પ વગેરે માટે કહી શકાય છે... પણ એ કોઈ પદાર્થ નથી, માત્ર કલ્પના છે.)
આ બધી વિચારણાથી ટૂંકમાં આટલું નિશ્ચિત થયું કે - અધિકૃત ઘડા માટે મૃત્મયત્વ, વૃત્તાકાર વગેરે “સ્વરૂપ છે, એની અપેક્ષાએ ચાયૅવ... એવો પ્રથમભંગ અને સુવર્ણમયત્વ, ચતુષ્કોણાકાર વગેરે “પર”રૂપ છે, એની અપેક્ષાએ ચા-નાસ્થેવ... એવો બીજો ભંગ આવે છે. અને આ મૃન્મયત્વ-સુવર્ણમયત્વ વગેરે બધા અર્થપર્યાય છે. (અલબત્ ઘડાની અપેક્ષાએ માટી એ દ્રવ્ય છે - પર્યાય નથી - પણ મૃન્મયત્વ એ ઘડાનો ધર્મ હોવાથી - ઘડામાં રહેલો ધર્મ હોવાથી એ એનો પર્યાય છે એમ અહીં જણાવ્યું છે, એ જાણવું)
(જે અર્થપર્યાયરૂપ નથી હોતા એવા પણ વ્યંજનપર્યાયરૂપ જે ધર્મો પદાર્થોમાં હોય છે એની વાત આગળ આ જ ઢાળની ૧૩ મી ગાથાના ટબાના વિવેચન વખતે કરીશું.)
હવે, ઘટ અંગેની વિચારણાને આગળ ચલાવીએ..
ઘડો કયા દ્રવ્યથી બનેલો છે ? અર્થાત્ એ મૃન્મય છે કે સુવર્ણમય છે કે પિત્તળમય છે..? આમાંનું જે હોય એ, ઘડાના પૂર્ણ સ્વરૂપનો એક અંશ છે...
એમ ઘડાનું કયું ક્ષેત્ર છે ? ઉત્પત્તિક્ષેત્ર અને સ્થિતિક્ષેત્ર.... આ પણ એક-એક અંશ છે. જેમ ઉત્પત્તિક્ષેત્રના કારણે આવતા અમદાવાદપણું... વાપીયાપણું.... વગેરે “સ્વરૂપ હોય છે. એમ સ્થિતિક્ષેત્રના કારણે આવતા ધર્મ પણ અર્થપર્યાયરૂપ બનીને “સ્વરૂપ બનતા હોય છે. જેમકે ગુજરાત-મહારાષ્ટ્રમાં અમદાવાદી ઘડો પાણીને ઠંડુ કરીને શાતાપ્રદ બને છે, પણ એ જ ઘડો કાશ્મીરમાં પાણીને ખૂબ ઠંડુ કરીને શરદી દ્વારા અશાતાપ્રદ પણ બની શકે. અથવા ભૂમિ પર રહેલો ઘડો પાણીમાં સામાન્ય ઠંડક લાવે અને બારી પાસે ટેબલ પર રહેલો ઘડો પાણીમાં વિશેષ ઠંડક લાવે.
એમ શિશિરજન્યત્વ વગેરે રૂપ કાળસંલગ્ન ધર્મ પણ, ઘડાના “સ્વરૂપનો એક અંશ છે. એ જ રીતે વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-આકાર વગેરે સંલગ્ન ધર્મો પણ એક એક અંશરૂપ હોય છે... આવા સેંકડો અંશોથી ઘડાનું પરિપૂર્ણ “સ્વરૂપ બનેલું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org