________________
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્યમાં આવા જે કોઈ ધર્મો રહ્યા હોય છે એ બધા એના ‘પર્યાય' હોય છે... (ગુણો પણ મૂળભૂત રીતે તો પર્યાય જ છે.) વળી આ મૃયત્વ, શ્યામત્વ વગેરે એનું સ્વરૂપ પણ કહેવાય છે... આ દરેક સ્વરૂપ ઘડાને કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ બક્ષે છે... જેમકે મૃત્મયત્વના કારણે ઘડો પાણીને અમુક ચોક્કસ પ્રકારની શીતલતા બક્ષે છે... પાણીમાં કોઈક વિશેષ પ્રકારની મીઠાશ ભેળવે છે... સોનાના કે પિત્તળના ઘડાથી આવું પ્રયોજન સરી શકતું નથી... ઘડો શ્યામ છે. આ શ્યામત્વના કારણે હાથ-કપડાંને ઘડો કાળાં કરી શકે છે... પાણીમાં અમુક ચોક્કસ પ્રકારની ઠંડક જાળવી શકે છે... કાળાશના આવા જે કાંઈ લાભ-નુક્શાનો હોય એ, એનાં અર્થક્રિયાકારિત્વરૂપ છે. ઘડો વૃત્ત છે... માટે એનાથી વર્તુળ દોરી શકાય છે... એને ગબડાવી શકાય છે... ઘડો અમદાવાદી છે... માટે વજનમાં હલકો હોય છે... ને પાણીને જલ્દી ઠારે છે... (એમ જલ્દી રીઢા થઈ જવું, જલ્દીથી ફૂટી જવું... આ બધો પણ એના અમદાવાદીપણાંનો પ્રભાવ છે...) ઘડો જૂનો થાય છે - એટલે કે રીઢો થાય છે... તો એ પાણીને ઠરવા દેતો નથી... અર્થાત્ કંઈક ઊંચા ઉષ્ણતામાનને અપેક્ષાએ દીર્ઘકાળ જાળવી રાખવાનું એ કામ કરે છે... સામાન્ય ટક્કર લાગે તો એની સામે ટકી રહેવાનું કામ કરે છે. (નવો ઘડો સામાન્ય ટક્કરથી પણ ફૂટી જાય છે...) ઘડાનું નવાપણું કપડાંને રંગ લગાડવો... પાણીને જલ્દી ઠારવું વગેરે કામ કરે છે... ઘડાનું નાનું-મોટું પિરમાણ એવા ઓછા-વધારે પાણીને ધારી રાખવાનું કામ કરે છે... પાક આપતી વખતે આખો ઘડો લાલ થઈ ગયો... પણ અમુક જગ્યાએ વધારે પાક થવાથી કાળો ડાઘ પડી ગયો છે... આટલો આ કાળો ભાગ પણ પાણીને ઠારવા વગેરે કાર્યમાં પોતાનો ચોક્કસ ભાગ ભજવતો જ હોય છે... ભલે આપણે એની નોંધ લઈ શકીએ કે નહીં... એ એક અલગ વાત છે...
૧૨૮
આમ ઘડાના જે કાંઈ સેંકડો ‘સ્વ’રૂપ છે એ દરેક ‘સ્વ’રૂપનું પોતપોતાનું કંઈક ને કંઈક કામ તો હોય જ છે... જેનું કશું જ કામ (પ્રયોજન) ન હોય એવું કોઈ જ ‘સ્વ’રૂપ ઘડાનું હોતું નથી... આ વાત યોગ્ય પણ છે જ... નહીંતર તો (અર્થાત્ જેનું કોઈ જ પ્રયોજન ન હોય એવા નિષ્પ્રયોજન ‘સ્વ’રૂપ પણ સંભવિત હોય તો તો) એવા ‘સ્વ’રૂપ શશશૃંગમાં પણ માનવાની આપત્તિ આવે. બીજી રીતે કહીએ તો, કાળાશનું જે પ્રયોજન છે તે સારનારો હોય તો જ ઘડાને ‘કાળો’ કહી શકાય ને ! અમદાવાદીપણાંના પ્રયોજનને સારનાર ન હોય એ ઘડાને પણ જો ‘અમદાવાદી’ માનવાનો હોય તો તો દેશીયા ઘડાને પણ અમદાવાદી ઘડો માનવો પડે એ આપત્તિ સ્પષ્ટ છે જ.
આમ નક્કી થયું કે ઘડાના જે જે ‘સ્વ'રૂપ છે... ધર્મો છે... પર્યાય છે એ દરેક પ્રયોજનવાળા છે - પ્રયોજનને અર્થને સારનારા છે, (સ્વરૂપ-સ્વરૂપવાનો અભેદ પણ હોવાથી ‘સ્વ’રૂપ પણ અર્થક્રિયાકારી છે.) માટે આ દરેક ‘સ્વ’રૂપ ‘અર્થપર્યાય' કહેવાય છે.
ઘડો વૃત્તાકાર હોય તો જેમ એનું ચોક્કસ પ્રયોજન હોય છે... એમ અન્ય ઘડો ચતુષ્કોણાકાર હોય તો એનું પણ (એનાથી ચોરસ દોરવો... વગેરે રૂપ) ચોક્કસ પ્રયોજન હોય છે... જે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org