________________
૧૨૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯ ૨. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ નથી જ. ૩. એક વારઈ-ઉભય વિવફાઈ અવક્તવ્ય જ, ૨ પર્યાય એક શબ્દ મુખ્યરૂપઈ ન કહવાઈ જ. ભલે જિજ્ઞાસાનુસાર એક-બે-પાંચ-સાત ગમે એટલા “સ્વરૂપોનો હોય. પણ એ બધો માત્ર
સ્વરૂપોનો જ હોય છે... એક પણ પર'રૂપનો પ્રશ્નમાં સમાવેશ હોતો નથી... અર્થાત્ હાલ આપણા વિચારણાધીન ઘડા અંગે, એ માટીનો-અમદાવાદી-શિશિરઋતુજન્ય-શ્યામસુગંધી-લીસી સપાટીવાળો-ચતુષ્કોણાકાર છે ? આવો પ્રશ્ન પ્રથમભંગમાં આવી શકતો નથી. કારણ કે માટીનો. વગેરે “સ્વરૂપ હોવા છતાં “ચતુષ્કોણાકાર’ એ અધિકૃતઘડા માટે “પરરૂપ છે. ને એ “પરરૂપ છે, માટે “ચોક્લેવ એવો જવાબ મળી શકતો નથી.
એટલે, નિશ્ચિત થાય છે કે પ્રથમભંગ માટે, દ્રવ્ય-ક્ષેત્રાદિ અપેક્ષાએ જે “સ્વરૂપ હોય એના જ જિજ્ઞાસાનુસારે ઓછા-વત્તા ઉલ્લેખવાળો પ્રશ્ન જોઈએ... પણ એમાં એકાદ પણ “પરરૂપનો ઉલ્લેખ ન જોઈએ.. (અર્થાત્ આવા પ્રકારની જિજ્ઞાસા. ને તદનુસાર પ્રશ્ન હોય તો જ જવાબ તરીકે પ્રથમભંગ મળે છે.)
શંકા : તમે તો “સ્વત્રેવડીનઈ' નો અર્થ સ્વદ્રવ્ય-ગુણ-પર્યાય કર્યો છે... ને અહીં તો દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ... એ ચારની અપેક્ષાએ “સ્વરૂપ-પરરૂપનો વિચાર કર્યો છે.. તો અસંગતિ નહીં થાય ?
સમાધાન : ના.... ક્ષેત્ર-કાળ-ભાવ... આ ત્રણેની અપેક્ષાએ જે “સ્વ”-પરરૂપ હોય છે એનો જ ગુણ-પર્યાયની અપેક્ષાએ જે “સ્વ”-‘પરરૂપ હોય એમાં અન્તર્ભાવ થઈ જતો હોય છે... આ સિવાય અલગ કાંઈ હોતું નથી. માટે કોઈ અસંગતિ નથી.
હવે બીજો ભંગ... પરદ્રવ્ય-ક્ષેત્ર
દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ જે પરરૂપ હોય, જેમકે અધિકૃત ઘટ માટે સુવર્ણમયત્વ, વાપીયાપણું, રક્તત્વ વગેરે.... જિજ્ઞાસાનુસાર આવા એક-બે-પાંચ-સાત વગેરે ‘પર’રૂપના ઉલ્લેખવાળો
જ્યારે પ્રશ્ન હોય... ત્યારે જવાબ તરીકે થાનાયૅવ એવો બીજો ભંગ મળે છે. કારણ કે અધિકૃતઘટ સુવર્ણમય નથી જ, વાપીયો નથી જ, રક્ત નથી જ. પ્રથમભંગના પ્રશ્નમાં જેમ માત્ર સ્વરૂપનો જ ઉલ્લેખ જોઈએ એમ બીજાભંગના પ્રશ્નમાં માત્ર “પર”રૂપનો જ ઉલ્લેખ જોઈએ. એકપણ “સ્વરૂપનો ઉલ્લેખ હોવો ન જોઈએ... તો જ યાની ફ્લેવ એવો બીજો ભંગ ઉત્તર તરીકે મળી શકે.. નહીંતર નહીં. આ વાત પ્રથમભંગના કરેલા વિવેચનને અનુસરીને સમજાય એવી છે.
હવે ત્રીજો ભંગ. એક વારછે ઉભયવિવફાઈ.. આ ભંગને સમજતા પહેલાં પદાર્થના સ્વરૂપને બરાબર સમજીએ..
યો યસ્તત્મિસ્તત્ત્વમ્... જે, જે હોય, તેમાં તેપણું હોય.. જેમકે ઘડો મૃત્મય છે, શ્યામ છે, વૃત્ત છે. તો ઘડામાં મૃત્મયત્વ છે, શ્યામત્વ (= શ્યામવર્ણ) છે, વૃત્તત્વ (= વૃત્તાકાર) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org