________________
૧૨૬
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ખરું... ‘અસ્તિ’ શબ્દ અસ્તિત્વ=સત્ત્વને (=અર્થક્રિયાકારિત્વને) જણાવે છે. એટલે પ્રસ્તુતમાં સત્ત્વાસત્ત્વ સંબંધી સપ્તભંગી મળશે, પણ ભેદાભેદ સંલગ્ન સપ્તભંગી નહીં. ‘સ્યાદ્’ શબ્દ સ્યાદ્વાદને જણાવે છે.. ઘડામાં જેમ અસ્તિત્વ છે એમ ‘નાસ્તિત્વ' પણ છે જ, માત્ર-સર્વથા અસ્તિત્વ જ છે એવું નથી...એ રીતે ગર્ભિતપણે એ અસ્તિત્વની નાસ્તિત્વસાપેક્ષતાને સૂચિત કરે છે...
આ જ રીતે ક્ષેત્ર અંગે જાણવું... સામાન્યથી શિષ્ટલોકમાં ક્ષેત્ર તરીકે ઉત્પત્તિક્ષેત્ર કે સ્થિતિક્ષેત્ર એ બંનેનો પણ ઉલ્લેખ થતો હોય છે... જેમ કે અમદાવાદમાં બનેલો ઘડો અમદાવાદી ઘડો કહેવાય છે. (પછી ભલે વિવક્ષિતકાળે એ સુરત કે મુંબઇમાં પણ રહ્યો હોય.) એમ ભૂમિ પર રહેલો ઘડો ભૂમિસ્થ કહેવાય વેદિકા પર રહેલો ઘડો વેદિકાસ્થ કહેવાય છે.
કાળ અંગે પણ ઉત્પત્તિકાળ-સ્થિતિકાળ વગેરેનો શિષ્ટ પુરુષોમાં વ્યવહાર છે... જેમ કે આ ઘડો શિશિરઋતુજન્ય છે.. ચાર મહિના જૂનો છે.. વગેરે... ભાવમાં તો વર્ણ-રસ-ગંધ-સ્પર્શ-સંસ્થાન... વગેરે બધું જ આવે છે... વિવક્ષિત ઘડાના જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય તે એના ‘સ્વ’રૂપ કહેવાય છે...અને એ સિવાયના જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય તે એના ‘પર’રૂપ કહેવાય છે..
એટલે, ઘડો મૃન્મય છે, અમદાવાદી છે, (ભૂમિસ્થ છે), શિશિરઋતુજન્ય છે (ચાર મહિનાથી છે) શ્યામ છે, સુગંધી છે, લીસી સપાટીવાળો છે, વૃત્તાકાર છે.. આવું બધું જે કાંઈ વિવક્ષિત ઘડાનું ‘સ્વરૂપ' છે એ બધાં સ્વરૂપોનો સરવાળો એ ઘડાનું પૂર્ણ ‘સ્વ’રૂપ છે..
આ ‘સ્વ’રૂપ સિવાયનાં સુવર્ણમયત્વ-તામ્રમયત્વાદિ, વાપીયાપણું વગેરે, (વેદિકાસ્થત્વાદિ), ગ્રીષ્માદિઋતુજન્યત્વાદિ, ન્યૂનાધિકકાલીનત્વ, રક્તત્વાદિ, કર્કશસ્પર્શાદિ, વૃત્તભિન્નાકારાદિ જે જે કાંઈ આ વિવક્ષિત ઘડામાં છે નહીં, તે બધું વિવક્ષિત ઘડાનું ‘પર’રૂપ છે...
સપ્તભંગીના પ્રથમભંગમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિચારવાનું છે. એટલે કે આમાં ઘડાના ‘સ્વ’રૂપ માત્રની અપેક્ષાએ પ્રશ્ન છે ને એના ઉત્તરરૂપે વિવક્ષિત ભંગ છે.. અર્થાત્ આ ઘડો માટીનો-અમદાવાદી-શિશિરઋતુજન્ય-શ્યામ-સુગંધી-લીસી સપાટીવાળો વૃત્તાકાર છે?” આવો પ્રશ્ન છે.. ને એના જવાબમાં સ્થાવસ્યેવ... કહેવું એ સપ્તભંગીનો પ્રથમ ભંગ છે.
આમાં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘડાનાં જેમ મૃત્મયત્વાદિ ‘સ્વ’રૂપ છે એમ પાર્થિવત્વ-ઔદારિકત્વ-પુદ્ગલમયત્વાદિ, અમુકમાસજન્યત્વઅમુકતિથિજન્યત્વ-અમુકનક્ષત્રજન્યત્વ... લઘુત્વ-મહત્ત્વ... આવા બધાં સેંકડો ‘સ્વ’રૂપ છે... આ બધાને જ સાંકળીને પ્રશ્ન પૂછવો શક્ય નથી... એટલે જેવી-જેટલી જિજ્ઞાસા હોય એ પ્રમાણે પ્રશ્ન પૂછાતો હોય છે... એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારે સંકળાયેલા પણ હોઈ શકે... ચારમાંથી કોઈપણ ત્રણ જ સંકળાયેલા હોય એવું પણ બની શકે... ક્યારેક કોઈપણ બે જ કે ક્યારેક કોઈપણ એક જ સંકળાયેલ હોય એવું પણ બની શકે છે... (જેમકે ટોયું મૃયોક્તિ ન વા? આટલી જ જિજ્ઞાસા હોય ત્યારે આટલો જ માત્ર દ્રવ્યસંલગ્ન પ્રશ્ન હોય...) પણ દરેક વખતે જવાબ તો સ્વાસ્યેવ આટલો જ હોય છે. એટલે જણાય છે કે આ પ્રથમભંગના પ્રશ્નમાં ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org