________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯
૧૨૫
તેહનઇ જ- સ્વદ્રેવડીનઇ સ્વરૂપઇ - અસ્તિત્વ, પરરૂપઇ-નાસ્તિત્વ, ઇમ લેઇ સપ્તભંગી દેખાડિઇ. તથાહિ:
૧. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઇ ઘટ છઇ જ.
છે. અર્થાત્ આવા કંબુગ્રીવાદિ પર્યાયને બુદ્ધિથી અળગો કરીને એ પુદ્ગલદ્રવ્યને દ્રવ્યઘટ તરીકે જણાવવાનો ગ્રન્થકારનો અભિપ્રાય છે, એમ સમજાય છે.. આવો અભિપ્રાય માનવો એ ઉચિત પણ લાગે છે, કારણ કે કંબુગ્રીવાદિપર્યાયોપેત ઘટને લોકપ્રસિદ્ધ ઘટ તરીકે કહેવા દ્વારા ગ્રન્થકારે આ દ્રવ્યઘટ-ક્ષેત્રઘટ વગેરે તરીકે એવા ઘટ કહેવા છે જે લોકમાં ‘ઘટ' તરીકે અપ્રસિદ્ધ હોય... તો આ મૃદ્રવ્યથી લઈને પુદ્ગલ સુધીનું દ્રવ્ય લોકને તો ઘટ તરીકે પ્રસિદ્ધ નથી જ.
(આ જ વિચારણાને આગળ વધારીએ તો આગળતિવારઇ ક્ષેત્રાદિક ઘટ પર થાઇ’ આવી પંક્તિના આદિ શબ્દથી માત્ર કાળઘટ લેવો-ભાવઘટ નહીં લેવો.. એવી જે વિચારણા આપણે કરેલી છે.. તેમાં ભાવઘટ લેવો પણ શક્ય બની શકે.. કારણ કે દ્રવ્યઘટ તરીકે પર્યાયમુક્તબુદ્ધિથી કલ્પેલ મૃદ્રવ્ય લીધેલ છે.. તો એનો પર્યાય, દ્રવ્યમુક્ત-બુદ્ધિથી કલ્પેલ કંબુગ્રીવાદિઆકાર વગેરેરૂપે સ્વતંત્ર ‘ભાવ’ તરીકે મળી શકે. અને એ તો બુદ્ધિકલ્પિત દ્રવ્યઘટ=મૃદ્રવ્ય માટે ‘પર’ છે જ. આમ, આ દ્રવ્યઘટ-ક્ષેત્રઘટ.. વગેરે ચારમાં દ્રવ્યઘટ અને ભાવઘટ કાલ્પનિક આવશે. ક્ષેત્રઘટ-કાળઘટ વાસ્તવિક આવશે... દ્રવ્યઘટ માટે શેષ ત્રણે ‘પર’ રૂપ બની શકે છે. પણ મૂળમાં પર્યાવિયુક્ત દ્રવ્યઘટ બુદ્ધિકલ્પિત હોવાથી લોકપ્રસિદ્ધ ન હોવાથી... પર એવા ક્ષેત્રાદિઘટ સાથેની વિચારણા પણ અપ્રસ્તુત જેવી રહે છે ને માટે ગ્રન્થકારે એ સપ્તભંગીઓનું કોઈ વિવરણ કર્યું નથી...)
હવે, પ્રસ્તુતમાં આવીએ... લોકપ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિપર્યાયોપેત ઘડો.. તેને કેન્દ્રમાં રાખીને ગ્રન્થકાર સપ્તભંગી દેખાડવા ચાહે છે. એ માટે ગ્રન્થકારે પંક્તિ લખી છે- સ્વત્રેવડીનઇ સ્વરૂપઇ... અહીં ‘સ્વત્રેવડી’ એટલે શું લેવું? મને, સ્વ દ્રવ્ય-ગુણ-પર્યાય એવો અર્થ યોગ્ય લાગે છે... એટલે આખા વાક્યનો અર્થ આવો મળશે કે સ્વ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપે અસ્તિત્વ છે, અને સ્વદ્રવ્યગુણ-પર્યાયની અપેક્ષાએ જે ‘પર’ છે.. અર્થાત્ પર દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે એ ‘પરરૂપ’ છે. એવા પરરૂપે નાસ્તિત્વ છે... આમ પાયાના બે ભાંગા લઈ આખી સપ્તભંગી દેખાડાય છે. તે આ રીતે
૧. સ્વદ્રવ્ય-ક્ષેત્ર...:- ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ છે જ. ધારો કે આપણો વિવક્ષિત ઘડો માટીનો છે, અમદાવાદી છે, શિશિરઋતુજન્ય છે અને વૃત્તાકાર છે. તો મૃયત્વેન ધટોઽસ્તિ ન વા..? આવો ઊઠેલો પ્રશ્ન એ સ્વદ્રવ્યને-માટીને નજરમાં રાખીને ઊઠેલો પ્રશ્ન છે.. ને તેથી સ્વાદસ્યેવ ઘટઃ એવો જ જવાબ આપવો પડે છે, એ સ્પષ્ટ છે. આ જવાબમાં સ્યાદ્, અસ્તિ અને એવકાર એમ ત્રણ અંશ છે. આમાં એવકાર જે છે તે ક્રિયાપદ સાથે જોડાયેલો હોવાથી અત્યન્તઅયોગનો વ્યવચ્છેદ કરે છે. એટલે કે જેમ શશશ્ચંગમાં ક્યારેય પણ-કોઈપણ રીતે અસ્તિત્વનો યોગ હોતો નથી. (અર્થાત્ અસ્તિત્વ હોતું નથી) એમ, ઘડામાં નથી.. અર્થાત્ ઘડામાં અસ્તિત્વનો અત્યંત અયોગ છે એવું નથી. અમુકકાળે અમુકરૂપે ઘટમાં અસ્તિત્વ હોય છે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org