________________
૧૨૪
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શંકા - ચાનાયૅવ... ભંગ શી રીતે આવશે? કારણ કે ‘પર' તરીકે તમે જે ક્ષેત્રઘટ લીધો છે તે પણ દ્રવ્યઘટ જ્યાં રહ્યો છે ત્યાં રહ્યો જ છે ને..
સમાધાન - દ્રવ્યઘટ જ્યાં (= જે આકાશપ્રદેશમાં) રહ્યો છે ત્યાં ક્ષેત્રઘટ છે એવું નથી પણ તે (આકાશપ્રદેશો) પોતે જ ક્ષેત્રઘટ છે. પણ એ દ્રવ્યઘટથી તો ભિન્ન જ છે. માટે ક્ષેત્રઘટરૂપે દ્રવ્યઘટ તો રહ્યો નથી જ.. અને તેથી સ્થાનાયૅવ... વગેરે ભંગ મળશે જ.
એમ જે કાળખંડમાં (સમય-આવલિકાના સમૂહરૂપ કાળમાં) ઘડાનું અસ્તિત્વ છે એ કાળખંડને કાળઘટ કહીએ તો એ પણ દ્રવ્યઘટ માટે “પર” બનશે, કારણ કે કાળ એ છઠું સ્વતંત્ર દ્રવ્ય છે. એટલે દ્રવ્ય-ઘટ-કાળઘટની વિચારણામાં પણ સપ્તભંગી મળશે.
પણ, હવે ‘ભાવઘટ' તરીકે શું લેવાનું? એ પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે ભાવ= સ્વભાવ=સ્વરૂપ. ઘડાના ગુણ-પર્યાય એ જ ઘડાનો ભાવ છે... ને તેથી જેમ ઘડાનું ક્ષેત્ર એ ક્ષેત્રઘટ તરીકે લીધું. તો ઘડાના ગુણ-પર્યાયરૂપ ભાવને જ ભાવઘટ તરીકે લેવો પડે. અને એ તો ઘડા માટે “સ્વ” જ છે, “પર” નથી. એટલે બીજા ભંગ માટે “શ્યામ' રૂપે ઘડો છે? વૃત્તાકારરૂપે ઘડો છે? વગેરે પ્રશ્નોનો જવાબ “ચાયૅવ’.. મળશે, ને તેથી બીજો “ચાનાયૅવ... વગેરે ભંગ ન મળવાથી સપ્તભંગી શી રીતે થાય?
એટલે ઘડાનો ભાવ એ ભાવઘટ તરીકે લઈ શકાતો નથી. તેથી, ઘડાનો ભાવ એ “ભાવઘટ’ તરીકે જો અભિપ્રેત ન હોય તો ઘડાનું ક્ષેત્ર એ ક્ષેત્રઘટ.. વગેરે પણ અભિપ્રેત હશે કે કેમ? એ પ્રશ્ન ઊભો રહે છે. અથવા ટબામાં “ક્ષેત્રાદિક-ઘટ પર થાઈ' આવી જે પંક્તિ છે તેમાં રહેલા “આદિ શબ્દથી માત્ર કાળઘટ-લેવાનો હોય, ભાવઘટ લેવાનો ન હોય તો વાંધો ન આવે. અથવા શાસ્ત્રોમાં પ્રજ્ઞાપકની અપેક્ષાએ પણ વિવક્ષા આવતી હોય છે. ઘટની પ્રજ્ઞાપના=પ્રરૂપણા કરનારા પ્રજ્ઞાપકનું ક્ષેત્ર એ ક્ષેત્રઘટ, પ્રજ્ઞાપકનો (એ પ્રજ્ઞાપના કરવાનો) કાળ એ કાળઘટ અને પ્રજ્ઞાપકનો ઘટવિષયક ઉપયોગ એ ભાવઘટ, આવા ક્ષેત્રઘટ વગેરેને “પર” તરીકે લઈને સપ્તભંગી સંભવી શકે છે.
છતાં આવાં દ્રવ્યઘટ-ક્ષેત્રઘટ-કાળઘટ અપ્રસિદ્ધ હોવાથી અને એની અપેક્ષાએ દ્રવ્યઘટની (ઘટદ્રવ્યની) વિચારણાના પ્રશ્નો ઊઠવા વગેરે પણ અસંભવિત જેવું હોવાથી એની સપ્તભંગીની વાત ન કરતાં ગ્રન્થકાર, લોકમાં ઘડા તરીકે કંબુગ્રીવાદિપર્યાયોપેત = નીચે બેઠક. વચ્ચે મોટું પેટ ઉપર કાંઠો... આવા આકારયુક્ત જે પદાર્થ પ્રસિદ્ધ છે તેની વિચારણા કરીને જ સપ્તભંગીનુ વિવરણ કરે છે.
શંકા :- અહીં લોકપ્રસિદ્ધ જે ઘટ છે..” એટલું જ ન કહેતાં “કંબુગ્રીવાદિપર્યાયોપેત એવું વિશેષણ લગાડીને કેમ કહ્યું છે?
સમાધાન - આ વિશેષણ અહીં મૂક્યું છે એના પરથી પૂર્વે દ્રવ્યઘટની જે વાત કરી છે તે આવા પર્યાયરહિતના-બુદ્ધિથી અલગ કલ્પલા- ઘટદ્રવ્યની (= મૃદ્ધવ્યની... ઔદારિક વર્ગણાની.. થાવત્ ઘટરૂપે પરિણમેલા પુદ્ગલોની) વાત કરવાનો ગ્રન્થકારનો અભિપ્રાય હશે એમ કલ્પી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org