________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૯
૧૨૩ થાઇ. તથા દ્રવ્યઘટઃ સ્વ કરી વિવલિઇ, તિવરાઈ-ક્ષેત્રાદિક ઘટ પર થાઈ, ઈમ પ્રત્યેકસપ્તભંગી પણિ કોડીગમાં નીપજઈ, તથાપિ લોકપ્રસિદ્ધ જે કંબુ-ગ્રીવાદિપર્યાયોપેત ઘટ છઈ,
પ્રકારો પડે છે. ધારો કે અમદાવાદી માટીમાં આ બધી પ્રક્રિયા થઈ છે ને છેવટે અમદાવાદી ઘડો બન્યો છે. તો સ્થાસાદિપણ અમદાવાદી જ હોય... એટલે અમદાવાદીત્વવિશિષ્ટ સ્થાસ, અમદાવાદીત્વવિશિષ્ટકોશ.. આ રીતે અમદાવાદીત્વને વિશેષણ બનાવીને=મુખ્ય કરીને (ક્ષેત્રને અર્પિત કરીને) સ્થાસાદિ પર્યાયને ગૌણ કરીને (અર્થાત્ સ્થાસાદિનો સ્થાસાદિરૂપે નહીં, પણ અમદાવાદીત્વવિશિષ્ટરૂપે વિચાર કરવામાં આવે તો) બધાનો અભેદ ભાસે છે.. ને અમદાવાદીત્વને ગૌણરૂપે=અનર્પિત કરીને-સ્થાસાદિપર્યાયને મુખ્ય કરીને વિચાર કરવામાં આવે તો- અર્થાત્
સ્થાસવિશિષ્ટઅમદાવાદીત્વ.. કોશવિશિષ્ટ અમદાવાદીત્વ....... આ રીતે પર્યાયને વિશેષણ બનાવીને= મુખ્ય કરીને વિચાર કરવામાં આવે તો ભેદ ભાસે છે. આમ ક્ષેત્રને વિશેષણ બનાવ્યું તો અભેદ આવ્યો અને સ્થાસાદિ પર્યાયને વિશેષણ તરીકે લીધા તો ભેદ આવ્યો. આ ભેદ-અભેદના કારણે પણ એક-એક નયના અનેક ભંગ = અનેક પ્રકાર થાય છે.
આ જ રીતે ધારો કે શિશિરઋતુજન્ય ઘડો છે. તો શિશિરજત્વવિશિષ્ટ સ્થાસાદિનો વિચાર કરવામાં આવે ત્યારે અભેદ જણાશે અને સ્થાસાદિવિશિષ્ટશિશિરજન્યત્વનો વિચાર કરતાં ભેદ જણાશે. આ ભેદ-અભેદથી પણ પ્રત્યેકનયના અનેકભંગ થાય છે.
એમ ધારો કે સ્થાસાદિનો શ્યામવર્ણ છે. તો શ્યામવિશિષ્ટરૂપે સ્થાસાદિનો વિચાર કરતાં અભેદ જણાશે ને સ્થાસાદિવિશિષ્ટરૂપે શ્યામવર્ણનો વિચાર કરતાં ભેદ જણાશે. આમ ભાવને વિશેષણરૂપે ને પર્યાયને વિશેષણરૂપે વિચારતાં ક્રમશઃ અભેદ-ભેદ જણાય છે. આ અભેદ-ભેદના કારણે પણ પ્રત્યેકના અનેક ભંગ થાય છે.
તથા દ્રવ્યઘટઃ સ્વ કરી. આ અધિકારમાં દ્રવ્યઘટનો અર્થ શું કરવો? ક્ષેત્રઘટનો અર્થ શું કરવો ? આ ગૂઢ છે. દ્રવ્યઘટ એટલે ઘટનું દ્રવ્ય મૃદ્રવ્ય લઈએ. અથવા ઘટને પોતાને જ દ્રવ્ય લઈએ.. તો ક્ષેત્રઘટ એટલે ઘટનું ક્ષેત્ર સંબંધી સ્વરૂપ જેમ કે અમદાવાદીપણું (અથવા ભૂમિસ્થત), કાળઘટ એટલે ઘટનું શિશિરજન્યત્વ. વગેરે લેવું પડે.. પણ એ તો ઘટ માટે “સ્વ” જ છે. “પર” શી રીતે થાય ? અમદાવાદી ઘડા માટે સુરતજન્યત્વ વગેરે રૂપે પરક્ષેત્ર વગેરે લેવાના હોય તો એનો વિચાર તો તથાપિ લોકપ્રસિદ્ધ વગેરે પંક્તિ દ્વારા ગ્રન્થકાર ખુદ કરવાના જ છે. વળી આપણાં અનુભવનાં વિષયભૂત જે કંબુગ્રીવ્રાદિમાન ઘટ છે... એની તો લોકપ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિ. વગેરે પંક્તિ દ્વારા ગ્રન્થકારે વિચારણા કરી છે. એટલે આ દ્રવ્યઘટ અને ક્ષેત્રઘટ વગેરે... અપ્રસિદ્ધ વસ્તુઓ છે. જ્યાં સુધી એની સ્પષ્ટ કલ્પના ન આવે ત્યાં સુધી વિવેચન શી રીતે થાય? જે આકાશપ્રદેશોને અવગાહીને ઘડો રહ્યો છે, તે આકાશપ્રદેશોના સમૂહનો આકાર પણ ઘડા જેવો જ થવાનો છે. માટે એને ઘટાકાશ કહેવાય છે. એને જ ક્ષેત્રઘટ તરીકે લઈએ... તો એ દ્રવ્યઘટ માટે “પર” બનશે. કારણ કે દ્રવ્યઘટ મૃન્મય છે. ક્ષેત્રઘટ આકાશપ્રદેશમય છે. એટલે આ બે ઘટને નજરમાં રાખીને અદ્રિત્યેવ... નાચે... વગેરે સપ્તભંગી થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org