________________
૧૨૨
ઢાળ-૪ : ગાથા-૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એ ભેદ નઈ અભેદ છઇ, તે સઇગમે નયનો મૂળહેતુ છઇ. સાત નયના જે સાતસઈ ભેદ છો, તે એ રીતે = દ્રવ્ય-પર્યાયની અર્પણા-અર્પણાઈ થાઈ. તે શતાનિયફ્રાધ્યયન માંહિ પૂર્વિ-હંતા, હવણાં-દ્વાદશાનિયચક્રમાંહિ વિધિ , વિધિવિધિઃ, ઈત્યાદિ રીતિ એકેક નયમાંહિ ૧૨-૧૨ ભેદ ઉપજતા કહિયા છઈ. ૪-૮ || ક્ષેત્ર-કાલ-ભાવાદિક યોગઇ, થાઈ ભંગની કોડી રો સંખેપઈ એ ઠામિ કહિઇ, સપ્તભંગની જોડી રે / ૪-૯ |
ટબો-વ્યાદિક વિશેષણઈ ભંગ થાઈ, તિમ-ક્ષેત્રાદિક વિશેષણ પણિ અનેક ભંગ
સમાધાનઃ- શ્યામદિવર્ણ.. કે જૂનાપણાંની અવસ્થા વગેરે પર્યાય. એની અપેક્ષાએ ઘટ એ દ્રવ્ય છે અને આ શ્યામાદિ ગુણ-પર્યાય છે. મેં આમ ઘટનો પોતાના ગુણ-પર્યાય સાથે વિચાર કરેલો. અર્થાત્ ઘટને દ્રવ્ય તરીકે લીધેલું..
જ્યારે પ્રસ્તુતમાં ગ્રન્થકાર ઘટના સ્થાસાદિ સાથે વિચાર કરી રહ્યા છે. એટલે દ્રવ્ય તરીકે મૃદું છે અને ઘટ તો સ્થાસાદિની જેમ એક પર્યાય જ છે. તેથી ઘટના સ્થાસાદિ સાથે વિચાર એ એક પર્યાયનો પર્યાયાન્તર સાથે વિચાર કરવારૂપ છે. અને એમાં તો મેં જણાવેલું જ છે કે એ ભેદ-અભેદ જુદા-જુદા ધર્મોથી હોય છે માટે કોઈ વિરોધ નથી.
આ ભેદ અને અભેદ એ પ્રત્યેક નયના ૧૦૦-૧૦૦ ભેદ જે થાય છે એનો મૂળ હેતુમુખ્ય કારણ છે. આશય છે કે સાતમૂળનયના સાતસો ભેદ જે કહેવાય છે તે આ રીતે દ્રવ્યપર્યાયને અર્પણા-અર્પણા (મુખ્ય-ગૌણ) કરવાથી થાય છે. તે પૂર્વે શતારનયચક્ર અધ્યયનમાં નિરૂપાયેલા હતા. પણ હાલ એ અધ્યયન મળતું નથી. હાલ તો દ્વાદશાનિયચક્રમાં વિધિ, વિધિર્વિધિ. વગેરે રૂપે એક-એક નયના ૧૨-૧૨ ભેદ ઉપજે છે એમ કહેલું મળે છે. || ૪૮ |
ગાથાર્થ - ક્ષેત્ર-કાળ-ભાવાદિના યોગે કરોડો ભાંગા (= નયના કરોડો પ્રકાર) થાય છે. આ સ્થાનમાં સંક્ષેપથી સપ્તભંગની જોડી = બે સપ્તભંગીઓ કહીએ છીએ. || ૪-૯ ,
વિવેચન - દ્રવ્યાદિક વિશેષણઈ.... જેમ દ્રવ્યાદિક વિશેષણે નયના ભંગ=પ્રકાર થાય છે તેમ ક્ષેત્રાદિક વિશેષણે પણ અનેક ભંગ=અનેક પ્રકાર થાય છે. આશય છે કે આગલી ગાથામાં આ જણાવ્યું હતું કે સ્વાસ-કોશ-કુશૂલ-ઘટનો સ્થાસાદિરૂપે નહીં, પણ મૃદ્રવ્યત્વવિશિષ્ટરૂપે વિચાર કરીએ તો પરસ્પર અભેદ છે..અને સ્થાસાદિ પર્યાયને જ મુખ્ય કરીને મૃદ્ધવ્યનો વિચાર કરવામાં આવે (મૃદ્રવ્યને ગૌણ કરીને.અર્થાત્ મૃદ્રવ્યનો મૃદુદ્દવ્યરૂપે નહીં, પણ સ્થાસપર્યાયવિશિષ્ટરૂપે, કોશપર્યાયવિશિષ્ટરૂપે..વિચાર કરવામાં આવે, તો પરસ્પર ભેદ છે. આ અભેદ-ભેદના કારણે નૈગમાદિનયના ૧૦૦-૧૦૦ પ્રકાર થાય છે. આમાં દ્રવ્યને વિશેષણરૂપે લીધું ત્યારે અભેદ આવ્યો ને પર્યાયને વિશેષણ તરીકે લીધું ત્યારે ભેદ આવ્યો..ને આ અભેદ-ભેદના પ્રભાવે નયના પ્રકારો પડ્યા.
હવે ગ્રન્થકાર કહે છે કે આ રીતે ક્ષેત્રાદિકને વિશેષણ તરીકે લઈએ તો પણ નયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org