________________
૧ ૨૧
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૮ જેહનો ભેદ અભેદ જ તેહનો, રૂપાન્તર સંયુતનો રે | રૂપાન્તરથી ભેદ જ તેહનો, મૂલ હેતુ નય શતનો રે || ૪-૮ |
ટબો- હિવઇ એહ જ વિવરીનઈ દેખાડઈ છઈ- જેહનો ભેદ, તેહનો જ રૂપાન્તરસહિતનો અભેદ હોઈ, જિમ-સ્થાસ-કોશ-કુશલ-ઘટ આદિકનો ભેદ છઇ, અનઇ તેહ જ મૃદ્ધવ્યત્વવિશિષ્ટ અનર્પિતસ્વપર્યાયનો અભેદ છઇ. તેહનો જ રૂપાન્તરથી ભેદ હોઈ, જિમ-સ્થાસ કોશ કુશૂલાદિક વિશિષ્ટ-મૃદ્ધવ્યપણઈ તેહનો જ ભેદ હોઈ. મૂળની અપેક્ષાએ (મૂલાવચ્છેદન) કપિસંયોગાભાવ છે. પણ આપણે દ્રવ્યનો ગુણ-પર્યાયમાં જે ભેદ-અભેદ બન્ને કહીએ છીએ તે આમ જુદા-જુદા અવયવાપેક્ષા નથી કહેતા. અર્થાત્ કાંઠાની અપેક્ષાએ ભેદ છે ને બેઠકની અપેક્ષાએ અભેદ છે આવું કાંઈ કહેતા નથી. આખા ઘડામાં જ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ-અભેદ બન્ને વ્યાપીને જ રહ્યા છે.... || ૪૭ |
ગાથાર્થ :- જેનો ભેદ હોય છે તેનો જ રૂપાંતરસંયુક્તનો અભેદ હોય છે, અને એનો જ અન્યરૂપે આગળ કરીને ભેદ હોય છે. આ ભેદ અને અભેદ જ પ્રત્યેકનયના જે ૧૦૦-૧૦૦ ભેદ થાય છે એનો મૂળહેતુ છે. / ૪-૮ ,
વિવેચન :- હિવઇ. પૂર્વની ગાથામાં, જડમાં ચેતનનો ભેદ પણ છે અને અભેદ પણ છે વગેરે જે વાત કરી, એનું જ વિવરણ આ ગાથામાં ગ્રન્થકાર કરી દેખાડે છે. જેનો ભેદ હોય છે એનો જ રૂપાન્તરથી અભેદ પણ હોય છે. જેમ કે સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ આદિકનો ભેદ છે. એટલે કે સ્થાસાદિનો કોશાદિમાં ભેદ છે એ, આકૃતિભેદ-પરિમાણભેદ-અર્થક્રિયાકારિત્વભેદ વગેરેથી પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે કે કોશત્વને આગળ કરીને-અર્થાત્ કોશત્વને મુખ્ય કરીને. અર્થાતું, કોશપર્યાયની અર્પણ કરીને-જો વિચારવામાં આવે તો શાસ: ન કોશ: = “થાસ: #ોશમન્ન: (કારણકે સ્થાસમાં કોશત્વ નથી) એમ જણાય છે. અર્થાત્ કોશમાં મૃદ્દવ્યત્વ જે છે તેને આગળ કર્યા વગર=ગૌણ કરીને=અનર્પિત કરીને અને કોશપર્યાયને અર્પિત કરીને વિચારીએ તો સ્વાસમાં કોશભેદ છે. અને કોશમાં રહેલ કોશત્વપર્યાયને ગૌણ અનર્પિત કરીને અને મૃદ્ધવ્યત્વને અર્પિત કરીને (અર્થાત્ કોશતવિશિષ્ટકોશનો વિચાર નથી કરવાનો પણ મૃદ્દવ્યત્વવિશિષ્ટકોશનો વિચાર કરીએ તો) Dાસ પણ મૃદ્દવ્યત્વવિશિષ્ટ હોવાથી અભેદ છે. અને એ જ કોશનો કોશવિશિષ્ટ મૃદ્ધવ્યરૂપે ભેદ છે. (આ આપણે હમણાં જ આગળ વિચારી ગયા છીએ કે કોશપર્યાયને અર્પિત કરીને અને મૃદ્ધવ્યને અનર્પિત કરીને વિચારતાં સ્થાસમાં કોશનો ભેદ છે.)
આ જ રીતે સ્થાસ-કોશ-કુશૂલ-ઘટ. આ બધાને પરસ્પર, પર્યાયની અર્પણા હોય તો ભેદ છે. ને દ્રવ્યની અર્પણા હોય તો અભેદ છે.
શંકાઃ- આમાં તો ઘટના પણ સ્થાસાદિમાં ઘટત્વેન ભેદ.. મૃદદ્રવ્યત્વેન અભેદ. એમ સાબિત થયું... તમે તો ઘટદ્રવ્યનો ભેદ-અભેદ બંને એક જ ધર્મથી હોવા કહ્યા હતા. એટલે વિરોધ નહીં થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org