________________
૧૨૦
ઢાળ-૪ : ગાથા-૭ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સમાધાન - આમાં તો ભેદ અને અભેદ બન્ને જ અસંગત છે. બુદ્ધિથી અલગ કલ્પેલા ઘટમાં શ્યામત્વ ન હોવાથી શ્યામવેન ઘટભેદ અપ્રસિદ્ધ હોવાથી શ્યામવર્ણમાં કહી શકાતો નથી...અને ઘટત્વ’ ધર્મ શ્યામવર્ણમાં ન હોવાથી ઘટવેન અભેદ પણ કહી શકાતો નથી.
દ્રવ્યત્વ-ગુણત્વ વગેરરૂપ જુદા-જુદા ધર્મો લઈને ભેદ-અભેદ કહેવામાં પણ આવી જ આપત્તિ જાણવી.. માટે, દ્રવ્યનો ગુણ-પર્યાયમાં જે ભેદ અને અભેદ છે તે જુદા-જુદા ધમોથી નથી, પણ દ્રવ્યત્વેન જ છે, એ નિર્ણત થાય છે.
શંકા - તર્કથી એવું નિર્ણત તો થાય છે.... પણ... હજુ મન માનતું નથી.
સમાધાન - સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાથી આ વાત મનમાં જચી જશે. માટે ખૂબ સાવધાની પૂર્વક સૂક્ષ્મતાથી વિચારવું.
તે વિચારણા આવી પણ કરી શકાય. ઘડાએ શ્યામત્વ જે અપનાવ્યું છે (અર્થાત્ એ શ્યામ જે છે) તે ઘટત્વ ધર્મને આગળ કરીને જ (અર્થાત્ ઘડા સ્વરૂપે જ). માટે અભેદ ઘટત્વેન જ છે.. એમ પાક આપવા પર ઘડો શ્યામત્વને જે છોડી દે છે અને રક્ત બની જાય છે) તે પણ ઘટવધર્મને આગળ કરીને જ (અર્થાત્ ઘડા સ્વરૂપે જ.), પોતે ઘડાસ્વરૂપે મટી જઈ કપાલાદિ સ્વરૂપ અપનાવીને પછી શ્યામત્વ ધર્મને છોડે છે એવું નથી.) માટે ભેદ પણ ઘટત્વેન જ છે.
શંકા - વૈશેષિકે તો માન્યું છે કે ઘડો પરમાણુશઃ નષ્ટ થઈને પછી જ શ્યામવર્ણને છોડે છે (ને રક્તવર્ણને અપનાવે છે.) અર્થાત્ ઘડો પરમાણુરૂપે બનીને પછી શ્યામવર્ણને છોડે છે, ઘટન્ટેન નહીં. માટે ભેદ ઘટત્વેને ન કહેવો જોઈએ.
સમાધાન - વૈશેષિકની આ માન્યતાનું ખંડન એના મિત્ર જેવા તૈયાયિકે જ કર્યું છે, માટે એને બહુ મહત્ત્વ આપવા જેવું રહેતું નથી. વળી પરમાણુ જો પરમાણુત્વને જાળવી રાખીને શ્યામ મટી રક્ત બની શકે છે તો ઘડો ઘટત્વને જાળવી રાખીને શ્યામ મટી રક્ત બની શકે એમાં કોઈ વિરોધ માની શકાતો નથી.
એટલે ભેદ અને અભેદ બને ઘટત્વેન છે એ નિઃશંકપણે ભાસે છે.
એના એ જ ધર્મથી આ જે ભેદ-અભેદ કહ્યા તે દ્રવ્યના ગુણ-પર્યાયમાં જાણવા પણ ગુણનો ગુણોત્તરમાં કે પર્યાયમાં... ને એમ પર્યાયનો ગુણમાં કે પર્યાયાન્તરમાં જે ભેદ-અભેદ હોય છે એ જુદા-જુદા ધર્મોથી હોય છે. જેમ કે ઘટના શ્યામવર્ણનો ઘટની ગંધમાં શ્યામવેન ભેદ અને ઘટત્વેન અભેદ. એમ વૃત્તાકારાદિ પર્યાયમાં પણ શ્યામવેન ભેદ અને ઘટવેન અભેદ... શ્યામઘટને પાક આપવાથી રક્તઘટ બન્યો.. આમાં શ્યામઘટ અને રક્તઘટ આ બંનેને પર્યાયરૂપે લઈએ તો શ્યામઘટનો રક્તઘટમાં શ્યામવેન ભેદ છે ને ઘટત્વેન અભેદ છે.
બીજી એક વાત જાણવા જેવી એ છે કે.. નૈયાયિકે કપિસંયોગ અને કપિ યોગાભાવ બન્નેને ભેગા વૃક્ષમાં માન્યા છે... ને માટે એને અવ્યાપ્રવૃત્તિ કહેલ છે. પણ આ બન્ને જુદાજુદા અવયવાપેક્ષા છે. અર્થાત્ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ (શાખાવચ્છેદન) કપિસંયોગ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org