________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૭
૧૧૯ કે જે વસ્તુના ભેદ-અભેદનો વિચાર કરવાનો હોય એ, એ વસ્તુમાં રહેલા ધર્મને આગળ કરીને જ કરવાનો હોય છે. જેમ કે ચેતનના ભેદ – અભેદનો જડમાં વિચાર કરવાનો હોય તો ચેતનત્વદ્રવ્યત્વ વગેરે ચેતનમાં રહેલા ધર્મને આગળ કરીને જ કરવાનો હોય છે. જે ધર્મ ચેતનમાં રહ્યો જ નથી, જેમ કે આકાશવ.. તે ધર્મને આગળ કરીને ચેતનનો ભેદ-અભેદ અપ્રસિદ્ધ વસ્તુ છે... અર્થાત્ આકાશવાવચ્છિન્નચેતનભેદ-અભેદ અપ્રસિદ્ધ છે.
શંકા - એ શી રીતે ?
સમાધાન - આ રીતે - આકાશત્વ ધર્મને આગળ કરીને ભેદ-અભેદનો વિચાર એટલે જેમાં આકાશત્વ હોય એમાં અભેદ.. અને જેમાં ન હોય એમાં ભેદ.. આમ માનવાનું રહે. આકાશમાં આકાશત્વ છે. માટે એમાં ચેતનનો અભેદ માનવાનો રહે. પણ એ માની શકાય એમ નથી, કારણ કે આવા અભેદનો અર્થ સાદૃશ્ય છે.. અને આકાશ–નરૂપણ ચેતન-આકાશમાં સાદેશ્યા તો છે નહીં. (કારણ કે ચેતનમાં આકાશત્વ નથી.) એટલે આકાશમાં અભેદ માની શકાતો નથી. વળી આકાશ સિવાયના ઘટ-પટ-ધર્માસ્તિકાયાદિમાં તો આકાશત્વ છે જ નહીં. માટે એમાં પણ અભેદ માની શકાતો નથી, માટે અભેદ અપ્રસિદ્ધ છે. એમ, ભેદ માટે પણ, જ્યાં જ્યાં આકાશત્વ ન હોય ત્યાં ત્યાં આકાશવેન રૂપેણ ભેદ માનવાનો હોય. પણ આ પણ શક્ય નથી, કારણ કે આકાશત્વ તો ચેતનમાં પણ નથી, જ્યાં ચેતનનો ભેદ નથી, પણ અભેદ છે.
શંકા - પણ, ઘટ-પટ-ધર્માસ્તિકાયાદિમાં તો ભેદ આવશે ને ?
સમાધાન - ના, એ પણ નહીં આવે, કારણ કે પ્રસ્તુતમાં અભેદ એટલે સાદૃશ્ય છે એનો અર્થ ભેદ એટલે વૈસાદૃશ્ય..જેમકે જડમાં ચેતનત્વેન ચેતનનો ભેદ છે એનો અર્થ જ ચેતનમાં ચેતનત્વ છે, પણ જડમાં નથી... અર્થાત્ ચેતનવ ધર્મને આગળ કરીને જડમાં ચેતનનું વૈસાદશ્ય છે, માટે ચેતનનો ભેદ છે. પણ એવું પ્રસ્તુતમાં નથી....આકાશત્વ ધર્મને આગળ કરીને ઘટ-પટધર્માસ્તિકાયાદિમાં ચેતનનું વૈસાદેશ્ય નથી, પણ સાદશ્ય છે... કારણ કે જેમ ચેતન આકાશત્વાભાવવાનું છે, એમ ઘટ-પટાદિ પણ આકાશત્વાભાવવાનું જ છે. એટલે આકાશત્વની દૃષ્ટિએ બન્ને સરખા જ છે.. પછી ભેદ શી રીતે કહી શકાય ? એટલે આકાશત્વેન ચેતનનો ભેદ પણ અપ્રસિદ્ધ છે.
આમ, જે આકાશત્વાદિધર્મ ચેતનમાં નથી રહ્યા. એ ધર્મથી ચેતનના ભેદ-અભેદ બન્ને અપ્રસિદ્ધ છે. એટલે નિશ્ચિત થયું કે જે વસ્તુના ભેદ-અભેદનો વિચાર કરવાનો હોય એ, એ વસ્તુમાં રહેલા ધર્મને આગળ કરીને જ કરવાનો હોય છે, નહીં રહેલા ધર્મને આગળ કરીને નહીં.
એટલે પ્રસ્તુતમાં, પણ, બુદ્ધિથી ગુણથી અળગો થયેલો જે ઘટ છે એમાં શ્યામત્વધર્મ રહ્યો નથી, માટે શ્યામત્વ ધર્મને આગળ કરીને એના ભેદ-અભેદનો વિચાર કરી શકાય જ નહીં. અને તેથી શ્યામવેન ઘટનો શ્યામવર્ણમાં અભેદ છે એમ કહી શકાતું નથી.
માટે, ઘટત્વેન ભેદ ને શ્યામત્વેન અભેદ એમ કહી શકાતું નથી.. શંકા - તો ઊંધું કહો...ઘટનો શ્યામવર્ણમાં શ્યામત્વેન ભેદ છે અને ઘટત્વેન અભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org