________________
૧૧૮
ઢાળ-૪ : ગાથા-૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અને પ્રસ્તુત ગાથામાં, જડમાં ચેતનનો દ્રવ્યત્વેન અભેદ હોવો ગ્રન્થકાર જે કહી રહ્યા છે તે સાદૃશ્યરૂપ અભેદ છે એ આપણે જોઈ ગયા છીએ. માટે પ્રસ્તુતગાથામાં સારશ્યરૂપ અભેદનો સંદર્ભ હોવાથી ને એ તો પટમાં પણ દ્રવ્યત્વેન રૂપેણ ઘટનો અભેદ અક્ષત હોવાથી મેં પણ અભેદ હોવો કહ્યો છે.
હવે, એક બીજી વાત પણ વિચારી લઈએ.. જડમાં ચેતનનો ભેદ જે છે તે ચેતનવેન છે ને અભેદ જે છે તે દ્રવ્યત્વેન છે. અર્થાત્ અલગ-અલગ ધર્મને આગળ કરીને છે... પણ, વર્ણાદિ ગુણોમાં કે ભિન્ન-ભિન્ન અવસ્થાઓ રૂપ પર્યાયોમાં ઘટદ્રવ્યનો અભેદ જે છે તે પણ ઘટત્વન જ છે ને ભેદ જે છે તે પણ ઘટત્વેન જ છે.. ભેદ અને અભેદ.. બન્ને અલગ-અલગ ધર્મને આગળ કરીને છે, એવું નથી.
શંકા - પણ જેમ જડમાં ચેતનનો ભેદ-અભેદ ક્રમશઃ ચેતન—ન અને દ્રવ્યત્વેન એમ જુદા જુદા ધર્મોથી છે, એમ ઘટનો શ્યામવર્ણરૂપ ગુણમાં જે ભેદ અને અભેદ છે તે પણ જુદા જુદા ધર્મોથી છે એમ જ માનો ને !
સમાધાન - એ જુદા જુદા ધર્મો કયા માનવાના ? શંકા - કેમ ? ઘટત્વેન ભેદ માનવાનો અને શ્યામÖન અભેદ માનવાનો..
સમાધાન - તમે જે જડ-ચેતનનું દૃષ્ટાન્ન આપ્યું છે એમાં જડમાં ચેતનત્વ નથી અને દ્રવ્યત્વ છે. માટે ચેતન—ન ભેદ અને દ્રવ્યત્વેન અભેદ છે. એટલે એને અનુસરવાનું હોય તો શ્યામમાં જો ઘટવ ન હોય તો જ ઘટવેન એમાં ભેદ કહી શકાય. પણ એવું તો નથી. કારણ કે જે શ્યામ છે એ જ ઘટ છે. શ્યામ અને ઘટ કાંઈ અલગ-અલગ નથી. માટે શ્યામમાં ઘટત્વ છે જ. ને તેથી પછી ઘટત્વેન ઘટભેદ એમાં શી રીતે કહી શકાય ?
શંકા - તમે ઘટ-શ્યામના અભેદને અનુસરીને આ કહી રહ્યા છો. અમે તો ઘટથી સ્વતંત્ર શ્યામવર્ણમાં ભેદ-અભેદની વિચારણા કરી રહ્યા છીએ.
સમાધાન - દ્રવ્યવિયુક્ત ગુણ-પર્યાય તો શશશૃંગકલ્પ છે.. પછી એમાં વિચારણા શું કરવાની?
શંકા - છતાં બુદ્ધિથી તો દ્રવ્ય કરતાં ગુણને અળગા કરી શકાય છે ને ! ને એ રીતે બુદ્ધિથી અલગા કલ્પેલા ગુણમાં ભેદ-અભેદનો વિચાર કરી શકાય છે ને!
સમાધાન - એ રીતે વિચાર કરશો તો ઘટત્વેન ઘટભેદ શ્યામવર્ણમાં આવશે. પણ પછી શ્યામવેન ઘટનો અભેદ શ્યામવર્ણમાં નહીં આવે...
શંકા - એ શી રીતે ?
સમાધાન - આ રીતે – તમે દ્રવ્ય-ગુણને બુદ્ધિથી સર્વથા અલગા કરીને વિચાર કરી રહ્યા છે. એટલે શ્યામવર્ણમાં જેમ ઘટત્વ નથી... એમ ઘટમાં શ્યામત્વ પણ નથી જ, કારણ કે શ્યામવર્ણ તો ઘટથી સર્વથા અળગો છે. હવે, ભેદ-અભેદનો વિચાર કરવા માટે આ નિયમ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org