________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૭
પણ પૂર્વે આ ઢાળની બીજી ગાથાના વિવેચનમાં તમે કહ્યું એ મુજબ શંકા-સમાધાન દરમ્યાન મેં પટમાં ઘટનો અભેદ નથી... એમ જે નિષેધ કહેલો છે તે તાદાત્મ્યરૂપ અભેદનો નિષેધ કહેલો છે... માટે કોઈ વિરોધ નથી... (અથવા ‘સાદશ્ય’ અર્થ લેવો હોય તો પણ કશો વાંધો નથી... કારણ કે પટમાં ઘટત્વેન ઘટનો ભેદ છે, અભેદ નથી એમ કહ્યું છે... ને એ તો સ્પષ્ટ જ કે વિવક્ષિત ઘટનું અન્યઘટમાં ઘટત્વેન જેમ સાદૃશ્ય હોય છે, એમ પટમાં હોતું નથી. એટલે પટમાં ‘સાદૃશ્ય’ નથી, માટે અભેદ નથી.)
ગ્રન્થકાર દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે જે અભેદ કહેવા માગે છે તે તાદાત્મ્યરૂપ અભેદ છે, એમ સમજવું. એટલે કે ઘડાનો પોતાના શ્યામવર્ણ સાથે જે અભેદ છે તે તાદાત્મ્યરૂપ અભેદ છે.. એમ ઘડાનો પોતાની નવી અવસ્થા, જુની અવસ્થારૂપ પર્યાય સાથે જે અભેદ છે તે પણ તાદાત્મ્યરૂપ અભેદ છે... એટલે જ ગુણ કે પર્યાય ક્યારેય દ્રવ્યથી અલગ જોવા મળતા નથી. નહીંતર તો જેમ એક ઘડામાં બીજા ઘડાનો સાદશ્યરૂપ અભેદ હોવા છતાં એ બંને અલગ-અલગ જોવા મળે છે... એમ દ્રવ્ય કરતાં ગુણ-પર્યાય પણ અલગ જોવા મળત.
૧૧૭
વળી, દ્રવ્યનો ગુણ-પર્યાયમાં જે ભેદ પણ કહેવો છે... તે પણ તાદાત્મ્યરૂપ અભેદથી ભિન્ન એવો ભેદ જ કહેવો અભિપ્રેત છે... એટલે કે ઘડાનું શ્યામવર્ણમાં તાદાત્મ્ય જેમ છે, (માટે શ્યામવર્ણ અલગ જોવા મળતો નથી), એમ તાદાત્મ્ય નથી પણ ખરું, એટલે જ પાક આપવા પર શ્યામવર્ણ નાશ પામવા પર પણ ઘડો નાશ પામતો નથી. એમ ‘નવાપણાંની' અવસ્થા નાશ પામીને ‘જુનાપણાંની’અવસ્થા આવવા છતાં ઘડો નાશ પામતો નથી.
જો અભેદ તાદાત્મ્યરૂપ અને સાદશ્યરૂપ એમ બે પ્રકારે છે, તો ભેદ પણ તાદાત્મ્યાભાવરૂપ અને સાદૃશ્યાભાવરૂપ એમ બે પ્રકારે ઘટી શકે છે. વિક્ષિતઘટનો અન્યઘટમાં જે ભેદ છે તે તાદાત્મ્યાભાવરૂપ છે અને પટમાં જે ભેદ છે તે સાદશ્યાભાવરૂપ છે. (અલબત્ પટમાં ઘટનો તાદાત્મ્યાભાવરૂપ ભેદ પણ છે જ. પણ ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ જે કહેવાય છે તે સાદૃશ્યાભાવરૂપ ભેદને નજરમાં રાખીને...નહીંતર એ ભેદ અન્યઘટમાં પણ કહી શકાત...કારણ કે એમાં પણ તાદાત્મ્યાભાવ તો છે જ.)
પ્રસ્તુતમાં, ગુણ-પર્યાયમાં દ્રવ્યનું સાદૃશ્ય નથી જ. કારણ કે દ્રવ્યના દ્રવ્યત્વ-આધારતા વગેરે ધર્મો નથી. તો સાદૃશ્યાભાવરૂપ ભેદ ઘટાવવો જોઈએ ને ?
સમાધાન- એ જરૂર ઘટાવી શકાય છે. પણ આ રીતે સાદૃશ્યસંલગ્ન અભેદ ઘટાવી શકાતો નથી, કારણ કે ગુણ-પર્યાયમાં દ્રવ્યનું સાદૃશ્ય નથી. જ્યારે તાદાત્મ્ય સંલગ્ન વિચાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણ-પર્યાયમાં દ્રવ્યનો ભેદ અને અભેદ બન્ને ઘટાવી શકાય છે... માટે એ રીતે અહીં ઘટાવ્યા છે, એમ જાણવું.
આમ, ગ્રન્થકાર દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ અને અભેદ સર્વત્ર ઠામે દીસે છે... વગેરે જે કહી રહ્યા હતા તે તાદાત્મ્ય સંલગ્ન ભેદ-અભેદ માટે કહી રહ્યા હતા... એ સંદર્ભમાં તો પટમાં ઘટનું તાદાત્મ્ય ન હોવાથી અભેદ નથી જ, માત્ર ભેદ જ છે... માટે મેં પણ એ રીતે કહ્યું હતું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org